ચાલો ચંપક વનમાં …..


Untitled1ચેતવણી : આ વાર્તાને વાંચતી વખતે મગજને જરા પણ વિચારવાની તસ્દી આપવી નહિ ….
ટોમી આજે ભટકતો ભટકતો ચંપક વન માં આવી ગયો ..
માણસ જાતના ઘરમાંથી ભૂલો પડેલો આ ટોમી !! એને આજ સુધી એસી બંગલો ,મર્સિડીઝ કારની બારી ,પાસેનો બગીચો ,સવારની મોર્નિંગ વોકના રસ્તા સિવાયની દુનિયા છે એ આજે જ ખબર પડી …બસ થયું એવું કે સુધીર ભાઈ નું કુટુંબ ફરવા જતું હતું ત્યારે એક જગ્યા એ ચા પીવા રોકાણા .. તે એક ઠગ ભાઈ પાછલી ડીકી ખોલીને એક બેગ લઈને ભાગતા હતા તે પાછળ ટોમી ભાગ્યું …અને આ દોડાદોડ માં એક જંગલ પાસે ટોમીની બીકે ચોરે બેગ ત્યાં છોડી દીધી … આ તો ટોમી !!!ઓહો અહીં તો સુધીરભાઈના કુંડા ના છોડ કરતાય મોટા ઝાડ નો આખો વિસ્તાર ટોમી ની વિસ્ફારિત નઝરમાં દેખાઈ રહ્યો હતો .પણ ગભરાતો ગભરાતો એ આગળ વધ્યો …એનો ભેટો એક હાથી સાથે થયો …અરે આ તો ડીસ્કવરી ચેનલમાં જોતો હતો શેઠના પગ પાસે બેસીને એ બધું સાચુકલું !!!! કેવું અજબગજબ નું !!!
હાથીની અનુભવી નઝર પારખી ગઈ કે આ તો ભાઈ શહેરનું પ્રાણી ભૂલું પડી ગયું છે …બેઉએ પોતપોતાની ભાષામાં વાત સમજાવી ..આજે ટોમીએ કમને કેળા ખાઈને પેટ ભરી લીધું .હાથીએ તેને આખા જંગલમાં ફેરવ્યો અને બધા વનવાસી પ્રાણીઓનો પરિચય કરાવ્યો …. ચંપક વનના વડાપ્રધાન સિંહ સિંહે ટોમીના આધુનિક જગતના અનુભવો થી વનવાસીઓને વાકેફ કરવા એક વ્યાખ્યાનમાળા નું આયોજન કર્યું અને બધાને સરસીયા તળાવને કિનારે સાંજે પાંચ વાગ્યે હાજર રહેવા જણાવ્યું ( રાત પડતા બધા પ્રાણીઓ સુઈ જાય છે ) .સરસીયા તળાવના પાણીમાંથી એક ઘૂંટ ભરવામાં આવે તો પ્રાણી તેની માતૃભાષામાં પ્રવચન કરે તે પ્રાણી પોતાની ભાષામાં સમજી શકે ( આ ગુગલના ટ્રાંસલીટર સેવા જેવું ) .ટોમીનું ભો ભો ની લાગણી ચી ચી ચકલી સમજી જાય .તમને સમજ પડી ???
ટોમીના પ્રથમ અધ્યાયનો પ્રારંભ :
આ જંગલની સરહદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી એક અગોચર દુનિયાની સરહદ શરુ થાય છે . હું “માતૃવંદના “બંગલામાં રહું છું ત્યાં એક ભીંતે જડેલું કાળું પાટિયું છે જેને અમરવેલ જેવી દોરી જેવી વીજળી નામની બલા વળગે ત્યારે એક સફેદ ચોંપ પાડે એટલે બોલતી વાર્તાઓ ચાલુ થાય . આ જંગલ જેવા કેટલાય જંગલો જોઈએ ત્યારે ખબર પડે કે દુનિયા કેટલી મોટી છે !!!પહેલા હું ત્યાં વિચારતો કે આ હાથી ,સિંહ વાઘ કેવા ભયંકર હશે ?? પણ તમે બધા તો કેટલા પ્રેમાળ છો ???
તમે આ માણસ નામના પ્રાણીને ઓળખો છો ???
બધા પ્રાણીઓ બગાસા ખાતા હતા એટલે સભા બરખાસ્ત થઇ …
પાછા ફરતા :
વાઘણને એના બચ્ચાએ પૂછ્યું :મમ્મી આ માણસ એટલે એતો નહીં જેણે એક લાંબી લાકડીમાંથી આગ કાઢી આપણને બીક લાગે એવા ભડાકા કરે છે ??મારા કાકુ અંકલ ને મારી નાખેલા ???
ઉદાસ ચહેરે વાઘણે વાઘણે એકાક્ષરી જવાબ આપ્યો : હા ..
એક હરણનું બચ્ચું પૂછતું હતું : પેલા ચાર ચક્કર વાળી કૈક જાતે ચાલતી વસ્તુમાં બેસીને આવે એને માણસ કહેવાય ???
હરણી ચિત્તા અને વાઘથી દોડીને ભાગી શકતી પણ એક વાર આ આ માણસ થી ???ચિત્તભ્રમ થઈ હા પાડી ..
બધાને કુતુહલ હતું એટલે બીજા દિવસે બધા પશુ પક્ષી સમય પહેલા હાજર !!!!!
” પેલા પાટિયા જેને ટીવી કહેવાય એમાં આપણા બધા પાત્રો આવે એટલે એમને હસવું આવે। . એ લોકો કોઈને બળદ ,કોઈને કુતરો ,કોઈને ગધેડો તો કોઈને શિયાળ કહી આપણું અપમાન પણ કરે એને ગાળ કહેવાય ..
અને મને એમના ઘરમાં ભજવાતા નાટકો જોઇને મજા આવે …
જુઓ ભગવાને આપણને કપડા પહેરાવીને મોકલ્યા છે ને !!!આ વાઘભાઈ નો કોટ ,મોરભાઈ ની પીંછાની શાલ ,પક્ષીઓને પીંછા અને પ્રાણીઓને રૂંવાટી ..આપણે ખાલી વરસાદમાં જ નહાવાનું પણ માણસ તો રોજ બાથરૂમ નામના પીંજરા માં એકલો જઈને પીંજરું બંધ કરીને નહાય ..એ પહેલા કપાસ વાવે ,પછી મશીનથી કાપડ બનાવે એમાંથી કપડા સિવડાવે ..મૂછો વાળા પ્રાણીઓને પુરુષ અને મૂછો વગરના ચોટલા વાળા પ્રાણીને સ્ત્રી કહેવાય .આ ચોટલા વાળા બહુ ફેશન કરે .. પંજાબી ,સ્કર્ટ ,સાડી ,પેન્ટ શર્ટ એવું બધું પહેરે અને પુરુષો શર્ટ પેન્ટ ધોતિયું ઝભ્ભો કફની એવું બધું ..
ટોમીએ થોડીવાર થોભીને ચારેબાજુ નજર કરી ત્યારે ઘુવડ બોલ્યું : પછી ????
બધાને રસ પડેલો એટલે ટોમીએ આગળ ચલાવ્યું : સવારના સુરજ ઉગે એટલે દોડાદોડી ચાલુ કરે તે ઠેઠ અર્ધી રાત સુધી બોલો !!!નાના છોકરા સ્કુલ નામની જગ્યામાં જાય .થોડા મોટા થાય એટલે કોલેજ જાય પછી મમ્મી અને પપ્પા કહેવાતા મોટા મનુષ્યો સાથે તેમની રોજ ભો ભો લડાઈ ચાલુ અમે સ્ટ્રીટ ડોગ સાથે લડીએ એમ ..
ચરબીના થેલા જેવા સ્ત્રી પ્રાણીઓ જીમ અને બ્યુટીપાર્લર કહેવાતી જગાએ જતી હોય .પાછા કિટી પાર્ટી કહેવાય ત્યારે એમના જેવા બીજા સ્ત્રી મનુષ્ય આવે ત્યારે બહુ બધા કાગડાઓ અને કાબરોનું કવિ સંમેલન લાગે . હું તો બધા નમુના જોઈ હંસ્તો હંસ્તો બાગમાં જતો રહું …પણ બ્યુટી પાર્લર ની જગ્યા જાદુ વાળી હોય હોં !!!ત્યાંથી શેઠાણી કે એમની બેબી આવે ત્યારે એમના રંગ રૂપ બદલાઈ ગયા હોય !!!વાળ જાણે હમણાં જ કોઈ ઉંદર કાતરી ગયો હોય એવા થઇ જાય અને ચેહરા પર રંગબેરંગી લપેડા .
શોપિંગ નામની જગ્યા એ જાય ત્યારે મોટા મોટા થેલા લઈને આવે …કોઈક વાર મને લઇ જાય ત્યારે રેસ્ટ રૂમમાં મારા જેવા ભાઈબંધો મળી જાય ..ત્યાંથી મારા માટે બીસ્કીટો આવે .માટે ખાસ હોય …
હવે ટોમી થાક્યું એટલે બીજા દિવસનો વાયદો કરી ઝડપથી સુવા જતું રહ્યું ….
( હવે આગળની વાર્તા સાંભળવી છે ?? તો મળીએ આવતી પોસ્ટમાં …)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s