ચાલો ચંપક વનમાં …. (2)


હવે ત્રીજી સાંજે તો આ સાંભળવા માટે આસ પાસના જંગલમાંથી પણ પ્રાણીઓ આવી પહોંચ્યા ..
ટોમી ઉવાચ :
હવે પતિ અને મારા માલિક સુધીરભાઈ નો વારો .. સવારના ખાવાની ડીશમાં હોય એની વાનગી કરતા બાજુની ડીશમાં દવાની ગોળીઓની બાટલીઓ વધારે હોય છે .હાથમાં છૂપું લઈને નાક પર ચશ્માં લટકાવી વાંચે ત્યારે હું તેમની ડીશમાંથી એક સેન્ડવીચ ખાઈ જાઉં તોય ખબર ના હોય .પાછું પેટીમાંથી પેટી કાઢી ખોલે એને કઈ લેપી ટોપી ( લેપટોપ ) કહે .એમાં ચાંપ દબાવ્યા કરે અને બાજુમાં કાને એક પટ્ટો વળગાડી સાંભળે અને બોલે .એને મોબાઈલ કહે ..પછી ફટાફટ નાહીને ફરતા ઓરડા જેવી કાર માં બેસી ઓફિસે જાય તો આવે રાત્રે અગિયાર બાર વાગ્યે …ઘરમાં રસોયા જે બનાવે તે એમના સિવાય બધા ખાય અને એ બપોરે અને સાંજે હોટેલમાં બીઝનેસ મીટીંગ ના નામે એમની પેલી ફટકડી સક્કરટેટી ( સેક્રેટરી ) સાથે ખાધા કરે ..આ તો શેઠાણી ના ખોળામાં બેઠો હોઉં ત્યારે પેલો પટ્ટો મોબાઈલ પર એમને ફોન આવે એટલે ખબર પડે …
છોકરો તો કોલેજ નામની જગ્યાએ જાય અને બાઈકમાં પેટ્રોલના ધુમાડા કાઢે ,ક્લાસ કરતા કેન્ટીનમાં વધારે બેસી રહે છે ,છોકરી નું ક્યારેક મેક અપ અને ક્યારેક બ્રેક અપનું ચક્કર ચાલ્યા કરે છે ..આતો શેઠાણી કાયમ બળતરા શેઠ આગળ કર્યા કરે એટલે આપણે જાણીએ …છોકરી ડાયેટિંગ ના નામે કાચું ખાધે રાખે …
ચાલો હવે કોઈને ખબર છે કે આ હવા છે એને ઠંડી ગરમ કરી શકાય ???
બધા પ્રાણીઓએ ના કહી . ત્યારે ટોમીભાઈએ સૌને વારાફરતી એરકંડીશનર ,રૂમ હીટર ,ઓવન ,વોશિંગ મશીન ,ફ્રીઝ વિષે વિસ્તારથી જ્ઞાન આપે …નરમ પથારી વાળા બેડરૂમ અને વીજળીના દીવા લટકતા ઝુમ્મરો થી ડનલોપના સોફાથી સુશોભિત દીવાનખંડ નું વર્ણન તો કોઈ પરીકથાથી કમ નહોતું ..ટોમીએ શેઠાણી સાથે એકતા કપૂરની બધી સીરીઅલો જોયેલી એટલે વાર્તા ખેંચવામાં સારી ફાવટ હો !!!
ત્યારે કેટલાક પ્રાણીઓને તે બધું જોવાનું મન થઇ ગયું …
ટોમીને યાદ આવ્યું કે ચોર જે મોટી બેગ ચોરીને ભાગેલો તે પેટી પણ અહીં જંગલમાં જ છે …એ દિવસનું પ્રવચન પૂરું થતા તેણે હાથીભાઈ ને વિગત કહી .
બીજી સવારે એ હાથીભાઈ સાથે તે જગ્યા એ ગયો . તો એજ જગ્યાએ પેટી પડેલી મળી .
હાથીભાઈ એ પેટી લઇ આવ્યા . ચામડાની પેટી ફાડીને લેપટોપ કાઢ્યું .અને એ સાંજની સભામાં પોતાની સ્મૃતિને આધારે પંજા મારીને ચાલુ કર્યું .એમાં બધા વિવિધ ફાઈલોમાં ઘર ,હોટેલ ,લોકો એમના ફોટા હતા …
હવેની સાંજે જયારે વ્યાખ્યાન પૂરું થાય ત્યારે સૌ પ્રાણીઓના મન અને આંખો માં માત્ર અહોભાવ રહી જવાનો હતો .ટોમીએ લેપટોપ ચાલુ કર્યું ત્યારે તેના ચિત્રો અને વિસ્તૃત સમજ સાથે સૌ પ્રાણીઓ તેને આંખનું મટકું માર્યા વગર એકીટશે જોઇને સ્તબ્ધ બની ગયા . એણે શેઠાણીને ગમતી સીરીઅલો ના એપિસોડ બતાવ્યા . રેકોર્ડેડ કાર્ટુન નેટવર્ક જોઇને તો બધાને હસતા હસતા આંખમાંથી પાણી આવી ગયા ..એ પેટીમાંથી કપડા પણ નીકળ્યા અને હેર ડ્રેસિંગ કાતરો પણ ..આ કપડા તેણે વાંદરી અને વાંદરાઓ ને પહેરાવ્યા .ચિમ્પાન્ઝી એ શર્ટ પેન્ટ કોટ ટાઈ પહેર્યા .મીસીસ ચિમ્પાન્ઝી એ લેપટોપમાં જોઇને સાડી પહેરી (?) …સૌએ વાઆઆ ઉ કર્યું …સૌ માદા પ્રાણીઓને પાવડર ,લીપસ્ટીક,ક્રીમ , નેલપોલીશ આપ્યા ..હરણીએ તો નેકલેસ તરત પહેરી લીધું . રીંછ ને ટોમીએ વાંદરાને સમજાવી ગજીની સ્ટાઈલ માં હેર સ્ટાઈલ કરી આપી બોલો !!!
જલસો પડી ગયો ટોમીને અને બધાને …હવે ટોમીને પોતાનું ઘર યાદ આવી ગયું …પણ આ જંગલની આઝાદી એને માફક આવી ગઈ હતી . એની તબિયત સુધરી ગઈ હતી . હુકમો માનવા પડતા ના હતા .કોઈ બંધન કે પટ્ટો કે ચેન નહીં . પણ રહીરહીને રોહન અને રિયા સાથે ફૂટબોલ રમવું . રોહન સાથે બાથરૂમ માં નહાતી વખતની મસ્તી યાદ આવતી હતી …
હવે પછીની સવારે પેટીના ખૂણામાં ટોમીને મોબાઈલ દેખાયો .શેઠનો બીજો ખાનગી મોબાઈલ જેનો નંબર ગણતરી ના લોકો પાસે જ હતો .ટોમીએ પંજો માર્યો તો શેઠની છબી દેખાઈ …સામે શેઠનો અવાજ આવ્યો : હેલો …
ટોમીએ ભૌ ભૌ કર્યું .એમણે પોતાના મોબાઈલ ના લોકેટર પર સ્થાન શોધી નાખ્યું .અને કહ્યું :ટોમી બેટા કાલે સવારે હું તને લેવા આવું છું ..ટોમી પૂછડી હલાવી ખુશ થઇ ગયું …
એ રાત્રે છેલ્લી સાંધ્ય સભા માં ટોમી ઉવાચ :
હું જંગલમાં આવ્યો ત્યારે જાણ્યું કે હું માણસ ની જિંદગીનો એક વફાદાર પ્રાણી અને મિત્ર તરીકે રહ્યો પણ મારી આઝાદી તો એક ગળાના પટ્ટા માં અટવાઈ ગઈ .સાંકળની લંબાઈ સુધી મારી દુનિયા થોડા ફૂટની બની ગયી .અહીં આઝાદીનો અર્થ સમજાયો .પણ કાલે (મોબાઈલને દેખાડીને )આના પર મોબાઈલ પર શેઠનો અવાજ સાંભળી હું રડી પડ્યો .અહી બધું જ છે .આઝાદી પણ !!!પણ મને શેઠના ઘર જેવું વહાલ કરે એવું કોઈ ના મળ્યું .માણસો આને ડીપ્રેશન કહે છે , એકલતાની પીડા .એ ઘરના બધા મને ખુબ પ્રેમ કરે છે .મને આ આઝાદી વધારે વહાલી છે કે એમનો પ્રેમ એ હું નક્કી શકતો નથી પણ હું આપ બધાનો આ સભાના છેલ્લા દિવસે ખુબ ખુબ આભાર માનું છું .”
લીપસ્ટીક અને પાવડર કરીને આવેલી વાંદરી ઓ ,નેલ પોલીશ કરીને બેઠેલી સિંહણો અને વાઘણો ,માળા પહેરીને આવેલી શિયાળો ની આંખો ભીની થઇ ગયી .
બીજી સવારે મર્સિડીઝ જંગલની સરહદે આવી ત્યારે શેઠના શરીરની ગંધ ટોમીને ત્યાં ખેંચી ગયી .ટોમી તેમના પગ ચાટવા લાગ્યું .એમને પેન્ટ ખેંચીને પેટી પાસે લઇ ગયું .શેઠે ખાલી પેટી ત્યાં જ છોડી દીધી .સામાન ક્યાં હતો એ જોઇને એ મરકી ઉઠ્યા . જંગલના બધા પ્રાણીઓ ટોમીને માનભેર વિદાય આપવા ત્યાં શાંતિ થી બેસી ગયા . શેઠ થોડા ડર્યા પણ ટોમીએ તેમના પગ ચાટીને સમજાવી દીધું કે ખતરો નથી …કારની પાછલી બારીમાંથી ટોમી જ્યાં સુધી જંગલ દેખાયું ત્યાં સુધી જોતો રહ્યો ….

Advertisements

One thought on “ચાલો ચંપક વનમાં …. (2)

  1. જેવી રીતે પ્રાણીઓ અને મનુષ્યોની સંવાદ માટેની વેવલેન્થ જુદી જુદી છે તેવી રીતે સામાન્ય મનુષ્યો અને અતિંદ્રીય જ્ઞાન પ્રાપ્ત મનુષ્યોની વેવલેન્થ પણ અલગ અલગ હોય છે. થોડા વિકસિત પ્રાણીઓ મનુષ્યોના થોડા વ્યવહાર સમજી શકે છે તે રીતે થોડા ઉર્ધ્વ ચૈતન્ય પ્રાપ્ત મનુષ્યો સિદ્ધોની ભાષા અલ્પ પ્રમાણમાં સમજી શકે છે. જેવી રીતે તર્ક બદ્ધ અને તર્ક બંધ મનુષ્યો અતીંદ્રિય મનુષ્યોની વાતને ડિંગ સમજીને હસી કાઢે છે તેવી રીતે પ્રાણી જગત પણ મનુષ્યોના વ્યવહારોને હસી કાઢતુ હોય તેમ બને.

    ટોમીનો આઝાદી અને પ્રેમ વચ્ચેનો દ્વંદ્વ સારી રીતે રજુ થઈ શક્યો છે. વાસ્તવમાં અંત:કરણના વિકાસ સાથે જ ખરી આઝાદી મળે છે. બંધન શું છે? અંત:કરણની મલીનતા અથવા તો અલ્પવિકાસ એટલે બંધન. ગાય, કુતરા, હાથી, સિંહ, વાઘ કે મોટા અજગરો પર માનવી કેમ હકુમત ચલાવી શકે છે? કારણ એટલું જ કે પ્રાણીઓ કરતા મનુષ્યોનું અંત:કરણ એટલે કે મનોમય અને વિજ્ઞાનમય કોષ વધારે વિકસિત છે.

    પ્રીતિબહેન તમારા મનોજગતને જુદી જુદી પોસ્ટમાં ચમત્કૃતિપૂર્વક અભિવ્યક્ત કરવાનો પ્રયાસ વાચકોને ઘણી ખુશી આપે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s