યે તેરા ઘર યે મેરા ઘર …!!!


રવિ અને રત્ના શિરીષના ગૃહપ્રવેશ નિમિત્તે યોજાયેલી વાસ્તુવિધિમાં ગયા . શહેરના શાંત અને રળિયામણા વિસ્તારમાં ઘર લીધેલું . થોડું દૂર હતું પણ હવે તો ત્રણ સ્કુટર અને કાર હતી એટલે શહેર દૂર ના જ લાગે … શિરીષ અને એની પત્ની ઋચા ફરી ફરીને ઘર બતાવી રહ્યા હતા . આ દીવાનખંડ ,રસોડું ,ડાયનીંગ ,સ્ટોર ,પૂજારૂમ ,આ ઋત્વિક નો રૂમ ,આ નિશાનો રૂમ ,આ પપ્પા મમ્મીનો રૂમ ,આ ગેસ્ટ રૂમ .નીચે અને ઉપર થઈને વિશાળ બંગલો .રવિ અને શિરીષ લગભગ સરખું આર્થીક સ્તર ધરાવે . રવિ પણ ઘર શોધતો હતો . તેણે રત્નાને આજ સોસાઈટી માં ઘર નક્કી કરવા વિચાર કરવા કહ્યું . હજી મોકાના ડુપ્લેક્ષ ખાલી હતા . રત્નાએ ઘેર જઈ વાત કરવા કહ્યું .
રાત્રે સુતા પહેલા રવિ એ ફરી પૂછ્યું . રત્નાએ કાલે એક જગ્યા એ જોડે આવવા કહ્યું . રવિને રત્નાનો સ્વભાવ ખબર . એણે દરેક વાતનો ઊંડો વિચાર કર્યો જ હશે . કાલે રવિવાર છે એટલે જરૂર જોઈશું એ જગ્યા .
બીજે દિવસે રત્ના અને રવિ બપોરે નીકળ્યા . બહાર લંચ કર્યું .પછી શહેરના એક સારા વિસ્તારમાં એક જુના મકાન પાસે આવીને તે ઉભી રહી .આ વિસ્તાર શહેરની મધ્યનો ખરેખર સૌથી સરસ વિસ્તાર હતો .તેના મકાન ખુબ મજબુત .તેમાં તેની એક મિત્ર હમેશા માટે અમેરિકા જઈ રહી હતી એટલે મકાન વેચી રહી હતી .રત્નાની પસંદ આ મકાન હતું .ખડકી જેવો દરવાજો ખોલી પરસાળ માં આવવાનું અને એક ઓસરીમાં થઇ પ્રવેશ .ત્યાંથી નીચે ત્રણ ઓરડા અને જૂનાં ઘાટનું રસોડું .વચ્ચે મોટો ખુબ હવા ઉજાસ વાળો ચોક , એક માળ ઉપર હતો .ત્યાં જુના જમાનાની કોતરણી વાળી લાકડાની છત વાળી બાલ્કની . અને બે જ રૂમ . બેઉના બારણા અહીં ખુલે અને વચ્ચે હિંચકો .મકાનની જૂની ડિજાઈન જાળવીને રીનોવેટ કરેલું .અને ભર ઉનાળે પણ વગર પંખે ઠંડક હતી . આ ઘરમાં આવતાં વેંત જ મનને ખુબ શાંતિનો એહસાસ થયો .મકાનની કિંમત પેલા બંગલા કરતા અર્ધી જ હતી . અહીં લોકો ભલા અને માયાળુ .અહીં થી શહેરનું બજાર પગે ચાલીને જવાય એટલું નજીક . સ્કુલ અને કોલેજ પણ પાસે પડે .પબ્લિક ટ્રાન્સપોર્ટ માં જઈ શકાય .
કિંમત વ્યાજબી હતી .રવિ પહેલા અહીં આવેલો ઘણી વાર પણ પોતાનું ઘર આ હોય એ રીતે વિચારવાનું હતું હવે .
ઘેર જઈને સાંજે જમ્યા પછી એણે રત્ના ને કારણ પૂછ્યું :રત્ના આ ઘર જ કેમ ???
બહુ ઓછા બોલી રત્ના આજે બોલી ત્યારે રવિએ પત્ની નું નવું વિચાર વિશ્વ એની નજરે નિહાળ્યું .
રત્નાએ કહ્યું : રવિ મારું પિયર તો તે જોયું છે ને ??? એક આઠ રૂમનો વિશાળ બંગલો છે . અહીં બધાના પોતાના રૂમ હતા .બધાને પોતપોતાની પ્રાયવસી હતી .કોઈ કોઈની જિંદગીમાં દખલ ના કરે . અને ક્યારેક તો કેટલાય દિવસો સુધી મારા મમ્મી પપ્પા અને ત્રણેવ સંતાન સાથે બેસીને જમ્યા હોય કે વાતો કરી હોય એવો પ્રસંગ ના આવતો . કોઈ વાર હું ભાઈઓને એમની પ્રવૃત્તિ વિષે પૂછું તો કહે : માઈન્ડ યોર ઓન બીઝનેસ .એમાં નાનો ભાઈ ડ્રગ્સને રવાડે ચઢી ગયો . એલતમાં એણે બાઈક ચોરવા માંડી .જેલ માં ગયો ત્યારે બિઝનેસમાં બીઝી મારા પપ્પા અને કિટ્ટી અને “સમાજસેવા”માં બીઝી મારી મમ્મીની આંખો ખુલી। અતિ અધિક માત્રામાં ડ્રગ લેતા એક દિવસ નાનો ભાઈ મરી ગયો .. આ વાત તું જાણે છે પણ હું એનું કારણ અને ઉકેલ બેઉ જાણું છું .એટલે જ મેં આ ઘર પસંદ કર્યું .
અહીં બધાના અલગ રૂમ નહિ હોય .એક રૂમમાં આપણે સીઝન પ્રમાણે સુવાનું .ઉનાળો હોય તો એ સી વગરની વિશાળ અગાસીમાં .બધા એક સાથે પથારી કરીને સુઈ જવાનું .આખો દિવસ બધા એક બીજાને અથડાવાનું .એટલે જો મૂડ કે તબિયતમાં કોઈ પણ ઝીણો બદલાવ હોય તો જોઈ શકાય .સામે હોવાની પણ પોતીકી હુંફ હોય છે .લાગણીનું બંધન અને પ્રેમ મેહસૂસ થાય .ખોરાકમાં ફેરફાર થી ખબર પડે કે છે કે બહારથી નાસ્તો કર્યો છે ??? એમની પ્રવૃત્તિઓની ખબર રહે ..આપણે એમના સાચા અર્થ માં ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ બની શકીએ .સ્ટેશનથી પાસે હોય એટલે મહેમાનોની અવરજવર રહે તો સામાજિક સંબંધો અને બોન્ડ કોઈ પ્રયત્ન વગર મજબુત બની રહે ..અને સોસાઈટી ના અલગથલક રહેતા લોકો કરતા આં લાગણી ભીના શહેરના પડોસીઓનું હુંફ અલગ હોય .અર્ધી રાત્રે પણ દોડ્યા આવે એવા .
અને દરેક તહેવારની અસલી મજા અહીં જ . ઉત્તરાયણ હોય કે દિવાળી !!!!
મારું કારણ આ જ છે .મોર્ડન એપ્લાયન્સ તો અહીં પણ વસાવી શકાય અને ફર્નીચર પણ !!!
બોલો તમને શું લાગે છે ???જો તમને પસંદ હોય તો જ એનો વિચાર કરીશું ..નહીં તો તમને પસંદ હોય ત્યાં !!!!
રત્નાના વિચારો પર રવિને આજે માન અને અભિમાન બેઉ થયા .
બીજા દિવસે દેવ ઉઠી અગિયારસનો પવિત્ર દિવસ હતો .પચાસ હજાર રૂપિયા લઇ રવિ તેના બાપુજી અને બા સાથે લઇ ઘર બતાવી સંમતિ મેળવી બાનું આપી આવ્યો . હવે બા અને બાપુજી આ નવા ઘરમાં સાથે રહેવા રાજી થઇ ગયા ..કેમ ??? એતો રત્ના સમજી ગયી ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s