ડીઅર ભારતીય રાજકારણી ,


ડીઅર ભારતીય રાજકારણી ,

આમ તો હું ક્યારેય મારા આ બ્લોગ પર રાજકારણનું નામ નથી જ લેતી પણ એનો અર્થ એ નથી કે હું તેમાં કોઈ રસ જ નથી લેતી .મારું ચીલાચાલુ મંતવ્ય નથી કે રાજકારણી ખરાબ જ હોય .ગમે તે પાર્ટી આવે આપણું શું ભલું કરે છે ?? પણ મારી નજર હમેશા હોય છે .કેમકે મારા જીવનને રાજકારણીઓના નિર્ણયો જ અસર કરે છે .ચાહે એ મંગળ ગ્રહ પર યાન મોકલે કે પેટ્રોલ પર અર્ધી રાત થી રૂપિયો વધારે . આજે રવિવારની સવારે મને ભારતીય નાગરિક તરીકે પાંચ વિધાનસભા ની ચુંટણી પરિણામની રાહ હતી .2014 માં આવતી લોકસભા પર એની અસર જરૂર વર્તાશે એનો આ એસીડ ટેસ્ટ હતો . હું કોઈ ટી વી ચેનલ ને જોઇને નહીં પણ મારો મત તમને મોકલું છું .

= ભારત દેશની 60% પ્રજા યુવાન છે .અને પરિણામો પર યુવા નાગરિકના મત જબરદસ્ત પ્રભાવ છોડે છે .આજનો યુવાન જાગરુક છે .તે મીડિયા થી વધારે નજીક છે .વડીલો ભલે એને ફેસબુકીઓ કે વ્હોટસ એપીઓ કહે પણ એમાં ખુલ્લી ચર્ચાઓ પર એની નજર છે .એ પોતાના મતાધિકાર વિષે જાગૃત છે .એને મતદાનની આગલી રાત્રે થતા રાજકારણ ના નાટકો થી સુગ છે અને એને એણે ભૂતકાળમાં ધકેલી દીધો છે .

= આ યુવાન જાણે છે કે પરિવર્તન રાતોરાત નથી આવવાનું પણ તેણે શરૂઆત કરી દીધી છે .પરિણામ આજે દરેક રાજ્યમાં મતદાન 65 થી 70% જેટલું ઊંચું ગયું છે .હવે ઝુંપડ પટ્ટી વાળા મત આપે અને પૈસા આપનાર જીતે એ વસ્તુ ભુલાઈ ગયી છે .હવે આમ જનતા વોટ આપીને જાકારો આપી રહી છે .

= એ ભાષણો માં થતા દાવા ને મગજમાં નથી રાખતી પણ એ પોતાના રોજીરોટી અને સુવિધા માં આ દાવા કેટલા જુઠ્ઠા છે એને ચકાસે છે .

=જયારે ગુજરાતમાં મતદાન થયું ત્યારે સો કોલ્ડ બુદ્ધિજીવીઓ જે ભાષણ આપતા ત્યારે મન થતું કે અમિતાભ બચ્ચન ની જેમ ખરેખર એમને પણ કહું કુછ દિન તો ગુજારો ગુજરાત મેં .

= દેશની જનતા ને કોમવાદ કે જાતિવાદ નહિ માત્ર વિકાસ જોઈએ છે .ભ્રષ્ટાચારના સમાચારો નહીં .

= સોશિઅલ મીડિયા પર રહેતા મોબાઈલીયા યુવાની ની આપ પર નજર છે . તમે હવે સી સી કેમેરા નહીં પણ આમ જનતાની કેમેરા જેવી નજરમાં રોજે રોજે રેકોર્ડ થાવ છો . સ્ત્રીઓની સલામતી હોય કે છેડતી તે ગમેત્યારે સડક પર આવીને તમને વટહુકમ લાવવા મજબુર કરી શકે છે અને આવા જાગૃત યુવાનોને દેશની સર્વોચ્ચ અદાલત પણ વટહુકમ પાછો ખેંચવા મજબુર કરી શકે છે .( અહીં યુવાન રાહુલ ગાંધીની વાત ટાંકીશ કે જેમણે પક્ષનું હિત ના હોવા છતાય રાજકારણીઓ એ પસાર કરાવેલ વટહુકમ પાછો ખેંચાવ્યો ) .કારણ વિરોધનો લોક જુવાળ !!!

=હવે તમારે ખરેખર કામ કરવું પડશે અને જનતા આર ટી આઈ દ્વારા તમારા કાન ખેંચશે .

= આમ તો આ ચર્ચા એક દૈનિક પત્રમાં વાંચી છે પણ અહીં ટાંકવાનું ગમશે .કોઈ પત્રકારે કદાચ યુ પી કે બિહાર માં આમ જનતા સાથે વાત કરેલી ત્યારે જે જોયું તે લખેલું . હમે ગુજરાત મેં દો દિન ગુજારને ચાહિયે .તબ આપકો પતા ચલ સકતા હૈ કી હમારા રાજ્ય કિતના પીછડા હુઆ હૈ ઔર વિકાસ ક્યા હોતા હૈ ????

= જે હારે તેની કરતા જે જીતશે તેની જવાબદારી હવે વધવાની કેમ કે હવે દેશના કાયદા થી વાકેફ જનતા તમને ઉખાડવા માટે પાંચ વર્ષની રાહ નહીં જુવે પણ આ જનતા વિરોધ નોંધાવીને તમને તમારા પદથી રાજીનામું (તમારા માટે નારાજીનામું )આપવા મજબુર કરી શકશે . આજે પણ ગુજરાતે દેશના બીજા રાજ્યોને સંદેશ આપ્યો છે .70% જેટલું મતદાન કરો અને વિરોધ નોંધાવો . તમે જે કરવાનું હતું તે કરી ચુક્યા છો .હવે તમારે “જો “તમે સત્તામાં આવો  “તો ” “કેવી રીતે ” “રાજ્ય કરવું ” પડશે તેનું હોમવર્ક કરવા માંડો . અગ્નિપથ તમારી રાહ જુએ છે …થોડામાં ઘણું લખ્યું છે .સમજાય તો “સમજી” જજો .

અસ્તુ .

લિ . તમારા દેશની પ્રજા ..

Advertisements