આપણે બે નામ હતા એક જીવ હતા …..


 કહેતા કહેતા ચુપ થઇ ગયેલી નજરનું ઇજન હતું ,

ક્યારે આપણે મળેલા એનું તમને સ્મરણ હતું  …????

એ સમજણ નવી ઊગ્યાનું મંથન હતું ,
બસ સુગંધ પણ ઉગી શકે છે એ મન ઉદ્યાન હતું  .
બેઉ બેઠેલા પાસ પાસે પણ અડો અડ નહોતા ,
દૂર હતા સ્પર્શથી પણ શ્વાસ સંભળાય એટલા નજીક હતા  .
ખાલી ખાલી આવેલા જયારે મળ્યા હતા આપણે ,
છુટા પડ્યા ત્યારે તો લાગણીથી છલોછલ હતા  …
એક બીજાના સંપર્ક સૂત્રો નહોતા માંગવા પડ્યા આપણે  ,
પેલા નીલગીરીના વૃક્ષના થડ પર કોતરેલા બે નામ હતા  ….
બસ લખવા પડતા નથી પ્રેમપત્રો આપણે  ,
સ્મૃતિ ના પૃષ્ઠ પર રોજ લખાતા એકબીજા ના નામ હતા  …
પ્રેમ કરાતો નથી પણ જીવાય છે હૃદય માં રહીને પણ  ,
ન બંધાયેલા દોર વગરના આકાશે ઉડતા પતંગ હતા  ..
Advertisements

4 thoughts on “આપણે બે નામ હતા એક જીવ હતા …..

  1. aapno khub khub aabhar Atulbhai …
    me sau pratham blog sharu karelo te kavy no j hato 2008ma ..ane hindi ane gujarati beu bhashama ghani kavitao lakhi chhe ..links aapu chhu .
    1. http://beshak.blogspot.in ( hindi sahity chhe kavita ,varta etc.) blog naam : jindagi: jiyo har pal
    2. http://shabdsoor.blogspot.in ( matr gujarati kavitao chhe (achhandas ) .blognaam : maunragam .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s