16 ડિસેમ્બર …એક વર્ષ બાદ ….


ખરતા તારા શી તું આકાશમાં જન્મીને આકાશમાં વિલીન જાણે રૂપ બદલી ને ,
દરેક પળે સાથ સાથ પણ ઓળખાણ નથી મળતી તારી મારી આંખો ટૂંકી પડે છે ….
આ પંક્તિઓ સ્ત્રી માટે છે …
આદમ અને હવ્વા પછી એક પ્રજાતિ જે જ્યાં સુધી માણસને જ્ઞાન નહોતું ત્યાં સુધી સદૈવ સન્માનિત થયેલી .
ચાલો આજે ટૂંક માં જોઈએ નારીનો ઈતિહાસ !!!!!!!
1. ભટકતા આદમ સાથે વંશ ચલાવતી …
2.થોડી સમજ આવતા બાળકના ઉછેર માં માતૃત્વ થી જોડાયેલી .
3.એક કુટુંબ પ્રથામાં ઘરમાં રહેતો એક આત્મા …જે ઘર નામના ખોળિયાને જીવંત બનાવે છે ..
4. માનવ સામાજિક પ્રાણી બન્યો .રીત રીવાજો બનાવ્યા .લગ્ન સંસ્થાનું અસ્તિત્વ આવ્યું .એને બધું ફાવવા માંડ્યું .
પુરુષ અને સ્ત્રીની શારીરિક પ્રકૃતિ તદ્દન ભિન્ન .પુરુષ પોતાના તાકાતવર હોવા પર મુસ્તાક બન્યો .ઘરમાં વસતી સ્ત્રીને એક તરફ મહાન અને સમર્પણની દેવી કહી એક તરફ વિવિધ રીતે એનું શારીરિક અને માનસિક શોષણ થવાની શરૂઆત થઇ .
5.પુરુષ કમાતો અને સ્ત્રી ઘર અને કુટુંબની દેખભાળ કરે .સીધા સાદા નિયમમાં અહં નો ઉમેરો થયો . પુરુષ હોવા પર ,પુત્ર હોવા પર અને સ્ત્રીને બીજા સ્તરની ગણાવા માંડી .
આપણા વડીલો સમજદાર હતા .લગ્ન વખતે દિકરીને કોઈ દુઃખ ના રહે એટલે તેને ઘરનો સાજોસામાન યથાશક્તિ આપતા કેમકે વારસદાર પુત્રને તમામ સંપત્તિ મળતી . તેને દહેજ નું વિકૃત સ્વરૂપ આપી સ્ત્રીને શોષિત કરવાની શરૂઆત કરી .
આ શોષણ ના કારણોના બુદ્ધિશાળી લોકોએ ઉકેલ શોધ્યા ત્યારે એમને જોયું કે સ્ત્રી આર્થીક રીતે પગભર નથી એટલે તે સાસરીમાં શોષણ નો ભોગ બને છે . અને એને શિક્ષણથી પણ વંચિત રખાય છે . આવા અસામાન્ય સંજોગો જેવા કે અકાળ વૈધવ્ય હોય કે પછી દહેજ પીડિતા થઈને જીવ ખોવો પડે આવા અનેક બીજા કારણો ને લીધે તે આર્થીક ઉપાર્જન કરી શકે તે માટે ધીરે ધીરે સામાજિક જ્યોતિર્ધરો એ જાગૃતિ આણી સ્ત્રી શિક્ષણ આપવાની  શરૂઆત કરી . આવા અસામાન્ય સંજોગ સામે ઝઝૂમવા માટે .પછી શિક્ષિત સ્ત્રીને પગભર થવાનું મહત્વનું લાગવા માંડ્યું .જરૂર હોય કે ના હોય આર્થીક ઉપાર્જન એની વધારાની લાયકાત ગણાવા લાગી .
6. હવે લગ્ન કરવા માટે નોકરી પણ અગત્યની લાયકાત ગણાતી થઇ .પુરુષ એક સ્ત્રીમાં સારો દેખાવ ઉપરાંત ઘરકામમાં નિપુણતા સાથે સારું શિક્ષણ અને આર્થીક ઉપાર્જનની અપેક્ષા રાખવા માંડ્યો .
બેઉ કમાઈએ તો તમામ સુખ સગવડ મળે .બાળકોને સારી શાળામાં મોકલાય … સરસ ફ્લેટ ,કાર , બેંક બેલેન્સ પાછળની દોટ .
7. હવે તો દેખાવ કરતા સ્ત્રીનું સારું પે પેકેજ હોય (પુરુષ કરતા તો ઓછું ) તો બીજું બધું “ચલાવી ” લેવાય છે …..
ના આ બધું તો બધાને ખબર છે જ .પણ તોય કેમ કહ્યું ?
==== સ્ત્રી શિક્ષિત થઇ પગભર થઇ પછીના કેટલાક અવગણાયેલા સ્ત્રોત .
1.સ્ત્રીને શહેરમાં નોકરી મળે અને પુરુષને બીજા શહેર માં જવું પડતું .( હવે તો ટ્રેન માં પાસ હોલ્ડર ના જુદા ડબ્બામાં સ્ત્રી અને પુરુષ બેઉની અપડાઉન કોમ્યુનીટી અસ્તિત્વમાં આવી છે .)
2. પોતાની વધારાની જરૂરિયાત માટે નોકરીમાં સિલેક્ટ થતી સ્ત્રી સાથે જેની પર આખું કુટુંબ નભતું હોય એવો પુરુષ નોકરી મેળવી નથી શકતો .
3.હવે તો નોકરી કરતા સ્ત્રી પુરુષો જુદા જુદા શહેરમાં વસતા હોય એ સાવ સામાન્ય બનવા લાગ્યું છે .પુરુષો એક પોતાના કુટુંબો છોડી દૂર સુદૂર નારાજ્યો માં વસવા લાગ્યા .
4. પહેલા સ્ત્રીને ફક્ત બાળકો અને ઘર સાચવવાની જવાબદારી હતી એતો રહી જ પણ એ સિવાય બહારની દુનિયામાં જઈ આર્થીક જવાબદારી સાથે કુટુંબ થોડું થોડું વિખરાવા માંડ્યું …
આ વંચના હતી પ્રેમની ..સૌથી પહેલો ભોગ લેવાયો બાળકનો .એના ઉછેરના સૌથી વધારે જવાબદાર માં બાપને એની માટે સમય નથી .સારી શાળા અને મોંઘા ટ્યુશન પર ઉછેરની જવાબદારી આવી .દોઢ વર્ષથી પ્રીસ્કુલીંગ …વિડીઓ ,મોબાઈલ ,ઈન્ટરનેટ ,ચેનલોના જંગલને હવાલે થયેલું બાળપણ !!!!સંસ્કાર સિંચન કરવાનો સમય કોને ?? ક્યાં ?? ક્યારે ???કોની જવાબદારી ??? માની જગ્યાએ વડીલો કે આયા ??!!! પ્રશ્નો લટક્યા કરે છે અને અહં ટકરાતા ફેમીલી કોર્ટ છૂટાછેડા અને બાળકની સોંપણી ના કેસમાં વધારે બીઝી રહેવા માંડી છે . હજીય એક સંતાનના હિમાયતી સમાજમાં વધતી ભૃણહત્યા ..પુરુષની સરખામણી માં વધતી સ્ત્રીની અવગણના ???!!!
પુરુષ પોતાના ઘર અને વતનથી દૂર રહી જીવે એ કોઈ વાર જાતીય અત્યાચારનું કારણ બને . કુટુંબ સાથે એકલી રહેતી સ્ત્રીઓ એનો શિકાર બનાવવી સરળ છે .અને વતન થી દૂર કોઈ ગુનો કરતા ડર નથી લાગતો .પોતાની પ્રાથમિક જરૂરિયાતોને અવગણી રહેલા આ આર્થીક ઝોક ઘરાવતા સમાજમાં જાતીય ગુનાઓની વધતી સંખ્યા એ ચેતવણી છે .નોકરી કરતી સ્ત્રીઓની સલામતી ક્યાં ???સતામણીનું એક વધારાનું સ્થળ બન્યું છે ….
આ ખાલી વિકાસની રૂપરેખા આપી છે ..આપણા માટે શું જરૂરી છે અને શું જતું કરીને શું મેળવવું એ નક્કી કરવાનો સમય આવી ચુક્યો છે …સમાજને સુધારવા નીકળવાની નહિ પણ પોતાના કુટુંબને સમજીને વિચારધારામાં સુધારો લાવો તો સમાજ આપોઆપ સુધરી જશે …

2 thoughts on “16 ડિસેમ્બર …એક વર્ષ બાદ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s