ચાલો તમને શિયાળો પાઠવું છું ..


Image

શીત શીત હવાઓ ની લહેરોના પાલવ પર લખીને …હું તમને કહેવા જાઉં છું તો શબ્દોના ચોસલા જામી જાય છે ..અહીં તહીં હવામાં લહેરાતા જમીન પર જઈને જામી જાય છે .જમીન પર બેઠેલા શબ્દો આડા અવળા ગોઠવીને સવળા કરતા એક કવિતા લખવા જાઉં છું તો મારી આંગળીઓ નું લોહી થીજવા માંડે છે અને શબ્દો હસતા જાય છે ઠેકડી ઉડાડે છે :અરે અમે તો શિયાળો છીએ એને બસ જામીને જીવવાની મજા આવે ..ક્યાંક તમારા હથેળી ની ઉષ્મા થી ઓગળી જવાની બીક લાગે છે ..એટલે લોહી થીજવી ને અમે સરકી જઈએ છીએ ..વાદળો બહુ વરસીને પલાળી દે છે ત્યારે હું આકાશની અટારી માં ક્ષિતિજે બેસીને શિયાળા ની શતરંજ ગોઠવું છું .અહીં પણ હાથી ઘોડા ઊંટ રાજા વજીર ની ચાલ હોય છે …પ્યાદા આવે ત્યારે ઠંડુ પાણી સ્નાનાર્થે ગરમ થવા માંડે ..ખબર પણ ના પડે કે ક્યારે ચાદર રજાઈ નો વેશપલટો કરીને વીંટલાતા જાય અને ધીરે ધીરે એક બારીઓ બંધ થવા માંડે ..સૂરજ પણ સામેલ હોય અમારી આ આંબલી પીપળીમાં …એ મોડો મોડો જાગે અને અંધારું થોડો વધારે વિસામો માંગે …તડકો પણ ટાઢોબોળ થઈને ઠંડકનું તાપણું તાપે અને સાંજ પહેલા જ વહેલો વહેલો વાળું કરવા ભાગે …!!!! મને નથી જોવું તમારા ઘરની અંદરનું દ્રશ્ય ,મને તો મારું રાત્રી એકાંત જ થીજેલું થીજેલું ભાવે …
હું ધુમ્મસ થઈને રમું છું જાણે ધરતી ઉડાડે છાલક વાદળની ….હું લાલ ચટક સૂર્યની લાલીમાં લઈને શણગાર સજું છું …હું લારીઓ માં લીલોછમ થઇ વચ્ચે ટામેટા દાર ચટકા મુકું છું ..મોએથી ઉડતા વાદળોમાં શબ્દો બની ફંગોળાતો રહું છું ..મારા ચહેરાને જોવો છે ??? તાપણાની ઓથે બે હથેળી થી ગરમાઈ તમારા ચેહરા પર લીપાઈ જાઉં છું …ગુલાબી ગાલ પર ફાટેલા હોઠ પર લોશન બની લાગી જાઉં છું …તમારા એ સી ,પંખા બધા મને થેન્ક્સ ગીવીંગ કાર્ડ્સ મોકલે છે ..કેમકે એમને વેકેશન નો સમય હું આપી જાઉં છું …
તમારી અને મારી વચ્ચે જીવજન્મોનું નું સગપણ ..બોર શેરડી જામફળ બનીને થોડો ખવાતો થોડો ફેંકતો જાઉં છું …ધરતીને પાતાળે પ્રગટેલા અગ્નિને મેહસૂસ નથી કરતો માનવ તારો માંહ્યલો …એની ગરમી થી બચવા હું બરફની શાલમાં વીંટળાતો જાઉં છું ..મને મેહમાન ગણો કે ઘરનો હું તો યાયાવર પક્ષીની પાંખે બેસી મહાલતો જાઉં છું …
ચાલો આ અર્ધો અધુરો તોય ભર્યો પૂરો શિયાળો તમને પાઠવું છું …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s