from 2013 to 2014


બસ સમય ચાલતો હતો …
પાછળ નિશાન હતા એના ..
એને આંખો નહોતી …
એને પાંખો નહોતી …
એને પગ નહોતા ….પણ …
પણ …
એની નિશાનીઓ હતી પગલા જેવી …
શું ખોયું ?? શું મળ્યું ???
નફો કે ખોટ ?? એનું સરવૈયું ?? કે લેખા જોખા ???
અરે સપનાઓના નકશા થોડા હોય ???
એ નકશાઓ પર ઈમારતો થોડી ચણાતી હોય ???
એતો ગૂઢ પેઈન્ટીગ જેવા નહીં ???!!!
ના … કે હા …ની અવઢવ જેવા …
કશું જ નહીં …
મારે તો આંખ છે ,પાંખ છે , અને પગ પણ …
એક કેડી છે આગળ …
એના પર ચાલીએ તો !!!
બસ એના પર આગળ વધતા વધતા
અનાયાસે ક્યારેક મળી જશે …
મળશે તો ઓળખાણ પડશે ???
જવા દો એ બધું ..એટલી ખબર કે મનને ગમી જશે …
એ આશા એ ચાલુ થોડા થોડા ડગલા રોજ …
અને …
એક નિશ્ચિત ક્ષણે એક પળ એક વીતેલું વર્ષ બની ગયું !!!!
અને બીજી ક્ષણે શરુ થવાની તૈયારી નવા વર્ષની શરૂઆત !!!
બે ક્ષણો વચ્ચેના શૂન્યાવકાશમાં
ઉભેલી હું ..નિરાકાર ….
આશા કે હકીકત …
કશું જ ખબર નહીં ..ધુમ્મસ થી ધુમિલ આકાશના વાદળો વચ્ચે !!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s