મેં શું કહ્યું ????


જિંદગી અને કલમ !!!
સંઘર્ષ અનુભવું છું ……જમણા હાથે કલમ અને સાવરણી કે કડછો પકડવાની આદત ..ક્યાંક તો કડછો પકડાય અથવા કલમ ..સુરજ બાપા તો આળસુ થઇ ગયેલા હોતા તે મોડા ઉઠે ..અને રાત તો ફ્રીઝ ખુલ્લું રાખે અને એ સી ટોપ ગીઅર માં ચાલુ …હવે રજાઈ ના જાડા પડમાં એલારામ ચ્યોનું હંભળાય ???એટલે પેલા કડછા અને સાવરણી ધોકો સાથે સાત તાળી રમતા દીવહ પૂરો ..એટલે કલમ કોરાણે મુકાઈ ગેલી ….હવે લખું છું તો હાચું જ પણ ઠંડી માં આંગળી ધરુજી ધરુજી ને આગળ પાછળ પડી જાતી ઓહે તે તમુને ભાષા બદલાયેલી લાગહે …
ચાલો નવા વર્ષમાં મજાક બહુ થઇ ગયી …તમે ક્યારેય જિંદગી ને રૂબરૂ મળ્યા છો ??? ક્યારેય એના હાથમાં કલમ નથી હોતી કાગળ નથી હોતો .. .એની પાસે કલ્પના પણ નથી હોતી ..એ તો હકીકત શ્વસે છે અને જીવે છે .છતાંય આ કાગળ કલમ પર કેમ આટલો વિશ્વાસ ??કેમ વાંચીને જીવન જીવવા જેવું લાગે ??? જીવન એ પ્લાસ્ટિક ની બેગ છે .રીનોવેટ કરતા આવડે તો કરી લો …
હમણાં ત્રણ ચાર અઠવાડિયા થી દૂરદર્શન પર રવિવાર રાત્રે એક કાર્યક્રમ શરુ થયો છે “લક્ષ્ય ” . પર્યાવરણ પર છે . પણ એના એક ભાગમાં બહુ સરસ માહિતી જાણવા મળી ..ચાલો તમારી સાથે વહેંચી લઉં .
1. રાજકોટ પાસે માટીનું ફ્રીઝ બનાવે છે ..દસેક હજાર  નંગ બની ગયા વેચાઈ ગયા ..એમાં માટીને એક પ્રોસેસ દ્વારા રીસાયકલ કરે અને એના બે પદ વચ્ચે શૂન્યાવકાશ સર્જે ..એમાં મુકેલા શાકભાજી દસ દિવસ પછી પણ તાજા ..આપણા ચોખાના પચાસ કિલો ના પીપ જેટલું ઊંચું …કોઈ વીજળી કે બીજું ઇંધણ ના જોઈએ …હું તો આભી જ થઇ ગયી …
2. બીજા રવિવારે દેખાડ્યું કે ચામડાની વસ્તુઓ અને પ્લાસ્ટિક નો વેસ્ટ દાખલા તરીકે ટેલર જે કપડાનું માપ લે છે એ મેજર ટેપ વગેરેમાંથી ગૃહ સજાવટ તરીકે પર્સ વગેરે બનાવી લઘુ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ જેવું કરી કમાણી ઉપરાંત પર્યાવરણ ને મદદ કરી શકાય …
3. પછીના રવિવારે દેખાડ્યું કે આપણા એક રાજ્ય માં ( સોરી નામ યાદ ના રહ્યું ) પ્લાસ્ટીકની થેલીઓ માંથી સડક બનાવાય છે ..તેને રોડ બનાવવાની સામગ્રીમાં પ્રોસેસ કરી મિક્ષ કરીને રોડ બનાવ્યા તો પાંચ થી છ વર્ષ સુધી એમાં કોઈ ખાડો પડ્યો નહોતો .એટલી મજબુત સડક ..ગમે તેટલો વરસાદ પડે તોય કોઈ સડક પર એક ખાડો સુધ્ધા નહિ ..કેવી રીતે બને એ આખી ફિલ્મ એમાં હતી ..
જો આ ખરેખર થાય તો પ્લાસ્ટીકની સમસ્યા નો સૌથી કરગર ઉકેલ તો મળે જ પણ સરસ મજાની સડક પણ બને ….
પણ। .. તમે સમજી ગયા ને મેં શું કહ્યું ????

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s