આપણે આવા કેમ ??? (12)


બાળપણને છબીમાં કે મેમરીબુકમાં મમળાવીએ છીએ પણ પોતાનામાં રહેલું એ કુતુહલ અને જીવંતતા ને જીવિત રાખવાનો સક્રિય પ્રયત્ન નથી કરી શકતા। ..કેમ ??? સો વાર પડીને બાળક ચાલતા શીખે છે અને ક્રમશ: દોડતા ,સાયકલ ચલાવતા અને પછી એમ જ પ્રગતિ કરે છે ….. ઠોકરો ખાવાની પડવાની વાગવાની બીક વગર ….જેની સાથે લડાઈ કરે એની સાથે બીજા જ કલાકે બધું ભૂલીને ચોકલેટ વહેંચી ખાઈને રમવા માંડવું …બહુ નાની બાબતો લાગે છે ..પણ “મોટા “થઇ ને ડરપોક થઇ જતા આપણે “નાના ” થઇ શકતા નથી ..અને નિયમ છે “નાના “ને બધા લાડ કરે “નાના ” બધાને ગમે અને “નાના” હોય એને જ ઠપકો અને શિખામણ મળે …
આપણે આવા કેમ ??? (12)
આ છેલ્લી કડી છે આ લઘુવિચાર શ્રુંખલામાં …
મારા અવલોકન લખું છું ..
આ વિચારો મારા પોતાના આત્મમંથનના હતા .હજી આવા ઘણા હોઈ શકે …
સૌ પ્રથમ તો આ વિચારો મારા પોતાના પર કરેલા છે …કેટલાક માં પોતાનામાં પરિવર્તનની કોશિશ કરી છે ,ચાલુ છે …અને લાગ્યું છે કે કેટલાક માં કદાચ સત્ય જાણતાં હોવા છતાંય પરિવર્તન શક્ય ના પણ બને ….
આ લઘુ લેખને શરૂઆતમાં વાચકો ખુબ મળ્યા (સ્ટેટીસ્ટીક્સ જોતા ખબર પડતી 🙂 ) . લાઈક્સ અને કોમેન્ટ્સ ન્યુનતમ ….કદાચ મારા બીજા લેખો કરતા આ શ્રેણી વધારે વંચાઈ પણ ખરી ..પણ આ માત્ર વાંચવા માટે નથી લખાયું ..આત્મચેતના તરફ એક નાનું ડગલું છે …આપણા સૌના જીવનમાં ગૂંચવાડા ઉભા કરતી નાની નાની વાતોને ઓળખવાની વાત છે …થોડીક ગૂંચો ઉકેલી સત્યને સ્વીકારવાનો પ્રયત્ન છે ..અને મનની વાત સાંભળવાની હિંમત કેળવવાની વાત છે …..
સૌ વાચકોનો ખુબ ખુબ આભાર … 🙂 🙂

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s