પ્રસ્થાન ..


નિશા ,એક મધ્યમ વર્ગીય મહિલા 45 વર્ષ ની મહિલા .એકાએક એણે ઘર છોડી દીધું …કોઈને કશું પણ કહ્યા વગર ..શું એને કૈક દુઃખ ??? ના એના ઘરના અને બહારના સૌ એક વાતે સહમત હતા કે એ હસમુખ સ્ત્રી જ્યાં જતી ત્યાં રંગત ભરતી ..એને કોઈ સાથે કોઈ ઝગડો પણ નહોતો થયો ..સૌ એના થી ખુબ ખુશ હતા …ઘર વ્યવસ્થિત ચલાવતી ..તો પછી એક ઉંમરલાયક દીકરીની માં ઘર છોડીને કેમ જતી રહી ???
પહેલી શંકા ની સોય તો પતિ તરફ ..બીજી સાસરીયા તરફ ..ત્રીજી આસપાસ ના લોકો તરફ …પણ ના કશે કશું જ નહિ ….આજે દસ દિવસ થયા નીશીને જતા રહ્યે ..એક ગામ એક સગું ,એકએક જગ્યા ,એના એક એક કોન્ટેક્ટ કશું બાકી નથી શોધવામાં ….તો પછી નિશા ક્યાં ???
ધીરે ધીરે ગૌરવને એની એક એક વાત યાદ આવવા માંડી …ગૌરવ મને ખભામાં બહુ દુખાવો રહે છે …ગૌરવ વોશિંગ મશીન બગડી ગયું છે ..રીપેર કરાવી આપો તો સારું ..આટલી ઠંડીમાં કપડા નથી ધોવાતા …ગૌરવ એક કામ માટે કામવાળી રાખવી છે .રીમાના ભણવાના લીધે બધી જવાબદારી મારે માથે રહે છે ..બહુ થાકી જાઉં છું …ગૌરવ મને મારી કાકાની છોકરીને ત્યાં ફક્ત બે દિવસ આણંદ જવા દે …હું બહુ કંટાળી ગઈ છું ..રીમા બધું ઘરનું કામ બે દિવસ સંભાળી લે છે … ગૌરવ ચલ ને આજે ખાલી શહેર માં આંટો મારી આવીએ ….
શું લાગે છે તમને ??? આ નિશા કેવી સ્ત્રી છે ?? આવી ક્ષુલ્લક બાબતોમાં આટલી બધી ફરિયાદો ..અરે સંતાન માટે તો બધું કરવું પડે ..અને એમાં તો આનંદ હોવો જોઈએ ..અને આ નાનકડા સંસારના થોડા કામમાં આટલો કંટાળો ??? નિશાની ફરિયાદ નક્કામી છે ..અરે ગૌરવ બહાર જાય ..આજના હરીફાઈ ના જમાના માં સારી રીતે કમાવા કેટલી મેહનત કરવી પડે છે ??? એને આવી વાતોનો સમય હોય ??? નિશાએ તો એની બધી સગવડ સાચવવી જોઈએ ને !!!!! એક સ્ત્રી અને માં તરીકે નિશાની આ નિષ્ફળતા છે। …
હવે સિક્કો ફેરવો બીજી બાજુ …
નિશા એક ખુબ હોશિયાર એક ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થી હતી ..ભણ્યા બાદ એક પબ્લિક સેક્ટર કંપનીમાં નોકરી કરતી હતી ..એક પ્રમોશન પણ મળી ગયેલ ..ખુબ સારો પગાર ..પતિની આવક અનિશ્ચિત ..પણ સારી રીતે રહેતા ….કોઈ પણ આર્થિક મુશ્કેલી માં નિશા પતિના હાથમાં સહી કરેલો ચેક મૂકી દે .નિશા જમાનાને સુંઘી શકતી .. આજુબાજુ પી સી ઓ પરથી ઘેર એક્સ્ટ્રા ક્લાસનો ફોન કરી પોતાની નજર સામે છોકરા સાથે મોઢા પર બુકાની બાંધી બાઈક પર બેસીને નીકળી પડતી કેટલીય છોકરીઓ રોજ જોતી …પોતાની દીકરીની આંખોમાં પોતાના સહવાસની ઝંખના જોતી ..
એક દિવસ નાનકડી રીમા સ્કુલેથી જલ્દી આવી ગઈ …એને એકલી તાળું ખોલતા જોઈ એક સેલ્સમેન એના ઘરે આવીને ડોરબેલ વગાડતો હતો …તેના પાડોસીએ કસમયની અવરજવર જોઈ ડોકાબારી ખોલી ત્યારે એ કહી રહ્યો હતો તારી મમ્મીની ઓફિસે થી આવું છું ..તારી મમ્મી આજે ડબ્બો ઘેર ભૂલી ગઈ છે તે મંગાવ્યો છે ..નિશાએ રીમાને બધી રીતે તૈયાર કરેલી એટલે રીમા પહેલા નિશાને ફોન કરવા ગઈ અને સામે વાળા દાદાએ પણ દરવાજો ખોલ્યો એટલે સેલ્સમેન ભાગી ગયો ..આ ઘટના પછી રીમા માટે નિશા સતત ચિંતિત રહેતી ..અને છ મહિના પછી એણે રાજીનામું આપી દીધું .હવે એણે ઘરને જીવન સમર્પિત કરી દીધું ..પોતાના બધા આર્થિક વ્યવહારો પતિને સોંપી દીધા …
એણે ધીરે ધીરે અનુભવ્યું કે હજી પોતાના વ્યાજની આવકમાંથી કોઈ જરૂરિયાત માટે પૈસા માંગે તો પણ ગૌરવ ખુબ કચકચ કરતો .દીકરીને ભણવા માટે નાના નાના ખર્ચા માં પણ સતત ઝગડા કરતો …રીમા નિશાને કહી ખર્ચ માંગવા કહેતી …એના ખર્ચા પણ કેવા પેન ડ્રાઈવ માં લીધેલા પ્રોફેસર્સ ના સ્ટડી મટીરીયલ ની પ્રિન્ટ કઢાવવી …શટલ રીક્ષાનું ભાડું ….એવા જરૂરી ખર્ચા ..કોલેજની કેન્ટીન કે ફિલ્મમાં કે રેસ્તોરાંત માં ખાવું તો નહીં જ ..ના તેને ઘરખર્ચ પણ આપે। .ઘરની ચીજવસ્તુઓ જાતે લાવે અને જો નિશા માંગે તો ફક્ત 100 રૂપિયા જ આપે ..રીમાના આઇબ્રો કે વેક્સિંગ માટે પણ જેટલા કહે એટલા જ …ધીરે ધીરે ઘર ચલાવવું મુશ્કેલ બનવા માંડ્યું ….નિશાએ પોતાના સાસુ જેઠ દિયરને પણ વાત કરી ..પણ કોઈએ નિશા માટે કશું કર્યું નહિ ..નિશાની જાણ બહાર હવે ગૌરવે તેના ભૂતપૂર્વ ઓફીસના સહકર્મીઓ સાથે ગેરવર્તન કરવા માંડ્યું ..નિશાનું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બનવા માંડ્યું …રીમાને જોવા કોઈ અચાનક આવે ત્યારે નિશાની પરિસ્થિતિ કફોડી થતી ..
એવું નહોતું કે નિશા આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો નહોતી જાણતી ..તે જાણતી હતી કે મહિલા પર શારીરિક અને માનસિક અત્યાચાર કાનુન 2005 અંતર્ગત તે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે ..અદાલતનો આશરો લઈને લડત આપી શકે છે પણ ઉંમરલાયક દીકરીને કારણે એ ખામોશ છે .બસ રીમાને એની જિંદગી માં સેટ થવાની રાહ છે …
રીમાને બેંકમાં નોકરી મળી ગયી ..એણે એની સાથે કામ કરતા નીખીલ સાથે કોર્ટ મેરેજ કરી લીધા …નીખીલ વિષે નિશાએ એકલાહાથે પૂરી જાણકારી ભેગી કરેલી અને લગ્નમાં મદદ પણ …
અને બીજા જ દિવસે નિશાએ ઘર છોડી દીધું ..ખલાસ થયેલા દૂધ લેવા એક થેલી અને પૈસા લઈને …અને ક્યારેય પાછી નહિ ફરવાના નિશ્ચય સાથે ..એણે રીના અને નીખીલ ને પણ કશું ના કહ્યું …
દસ વર્ષે પણ આજે કોઈને નિશાના કોઈ ખબર નથી પણ નિશા જ્યાં હશે ત્યાં એની પોતાની દુનિયા અને ઓળખ જરૂર હશે કદાચ નામ બદલાઈ ગયું હોય ..નિશાની નિશા પૂરી થઇ ગઈ હોય …???????

Leave a comment