માય વેલેન્ટાઈન …!!!!


આજે યાદ આવી ગયું ..એ જમાનો જયારે આજ નહોતી .ફક્ત એટલી જ ખબર કે દુનિયા વેલેન્ટાઈન નામના સંત જે પ્રેમીઓને મદદ કરતા તેમની યાદ માં ઉજવાય .લોકો પ્રેમનો એકરાર કરે .વાયદો કરે અને નિભાવે અથવા નિષ્ફળ જાય ..
મને જો પ્રેમ નો એકરાર આજના દિવસ માં કરવાનો હોય તો હું તો પત્ર જ લખું ..અને પોતાના ઘરના સરનામે પતિના નામે લખું ..એમના એક્સપ્રેશન જોવાની મજા પડી જાય ..હું એને ઘેર બનાવેલું ભોજન જમાડું અને એમાં મુખ્ય વાનગી હોય વેડમી અને પાતરા . સાંજે પંજાબી વાનગી હોય .અને આ કરવા માટે હું 14 ફેબ્રુઆરી ની રાહ ના જોઉં ..મને જયારે મન થાય ત્યારે હું આ કરી દઉં …
હા આજે એક મારા જીવનની વાત કહું .. બારમી ફેબ્રુઆરી ને દિવસે અમારી સગાઇ થયેલી ..એના પહેલા એકાદ વાર મળેલા .બપોરે 11 વાગ્યે યાદ આવ્યું .પતિદેવને ફોન લગાડ્યો ..અને કહ્યું ખુબ ખુબ અભિનંદન ..એમણે પૂછ્યું : કેમ ?? અરે આજે આપણી સગાઇ ને પચ્ચીસ વર્ષ થઇ ગયા ..સિલ્વર જ્યુબીલી વર્ષ …એ ચુપ રહ્યા ..મેં કહ્યું : કેમ આઘાત લાગ્યો ?? તો કહે હા …મેં કહ્યું જુઓ આજે લંચ કરવા આવો તો એના સેલિબ્રેશન માટે 10 ગ્રામ લીલા મરચા લઈને આવજો ..બપોરે આવ્યા ત્યારે 10 ગ્રામ લીલા મરચા તો લાવ્યા પણ સાથે મારા પસંદ ના સમોસા અને એમની પસંદના પાતરા પણ હતા …સાંજે પણ આવ્યા ત્યારે એક ફેમીલી પેક આઈસ ક્રીમ લાવ્યા …
હા આ એટલે લખ્યું છે કે પ્રેમને કેમ સીમામાં બાંધીને કરો છો ???આજે એક અજાણી છોકરી અને એક અજાણ્યા છોકરાએ સાથે ચાલવાનું નક્કી કર્યું ત્યાર પછી અગ્નિની સાક્ષીએ હમસફર બનીને ચાલ્યા અને પચીસ વર્ષ પુરા કરતા પણ એમનું દિલ પહેલી વાર મળેલા એમ ધડકી જાય છે ..જીવન લઇ શકે એટલી બધી કસોટીઓ એકમેકના સંગાથે આપતા રહ્યા ..એક બીજા સાથે હસતા રહ્યા અને જયારે દુખી થઈએ ત્યારે એક બીજાને ખબર ના પડે તેમ છાને ખૂણે રડતા રહ્યા ..તોય લાલ આંખો ચાડી ના કરી શકે તેમ ઊંઘી જવાનો ડોળ પણ કરતા રહ્યા ..
અમે ઉંમર ના આ તબક્કે પણ અમદાવાદમાં કાંકરિયા પર રેલગાડી છે એવી અમારે વડોદરામાં કમાટીબાગમાં થઇ છે ત્યાં મારું મન હતું એટલે સજોડે બેસવા ગયા અને એ જર્નીનો વિડીઓ રેકોર્ડ કરી લાવ્યા .
બસ એકબીજાને સમજીએ તોય કોઈ વાર અજાણ બનવાનો ડોળ કરવાની મજા આવે ..સાથે જમવું .રીસાવું માની જવું ..એકબીજા પર ગુસ્સો કરવો અને પછી સોરી પણ કહી દેવું ..
ક્યારેય કોઈ ગીફ્ટ આપી નથી પણ તોય એની બેઉને કોઈ કમી લગતી નથી કેમકે અમે બેઉ એકબીજાને માટે ખુબ સમય આપ્યો છે .સાથે ચાલ્યા છીએ ,ઠંડીમાં ધ્રુજવાની અને વરસાદમાં પલળવાની મજા લીધી છે ..પહેલા વરસાદે એમના ભાવતા કાંદાના ભજીયા તૈયાર હોય અને મને ગમે એટલે પોતાનું ના ગમતા વિષયની ફિલ્મ જોવા સાથે આવવું અને બાજુની ખુરસીમાં શાંતિથી ઊંઘી જવું …
પ્રેમ એક જિંદગીની ઉપરાંત ચાલતી લાગણી છે એને એક દિવસમાં બાંધવાનું ???ના પ્રેમ થવો ,કરવો અને નિભાવવો એ પણ એક વ્યક્તિ સાથે એટલું સહેલું નથી બોસ ….!!!! 🙂
આવું આપણે બધા કરીએ છીએ પણ એને માણવાની રીતે માણતા નથી એટલે ફિક્કા લાગે છે પ્રીતના રંગો ..
I am in relationship …
my relationship is broken up .
yaa I m linked up wid he /she …

આ બધાથી દૂર જ્યાં પ્રેમ આંખોમાં વંચાય છે હજી પણ …
પ્રેમ સ્પર્શમાં વર્તાય છે હજી પણ …
મારી આંખોના બદલાયેલા નંબર માટે નવી ફ્રેમ પસંદ કરવા આવે છે હજી પણ ..
મારી વાતો પેપર વાંચતા સાંભળી ના સાંભળી કરે છે એ હજી પણ …
એના માટે શિયાળામાં બાજરીના રોટલા સાથે રીંગણનો ઓળો બનાવતા પહેલો રોટલો શીખ્યાનો દિવસ યાદ કરતા ખડખડાટ હસી પડું હું હજી પણ ..
કઈ કેટલું ય ભર્યું છે આ જીવનમાં યાદ બની મમળાવવા માટે ત્યારે લાગે છે કોણ કહે છે પચ્ચીસ વર્ષ થયા ??લાગે છે આ તો બધી ગઈકાલની વાત છે હજી પણ …!!!

Advertisements

One thought on “માય વેલેન્ટાઈન …!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s