when the chase started ???


1982 નું વર્ષ …કયો ઓપ્શનલ વિષય લેવો દ્વિધા હતી …ખબર નહોતી વધારે પણ તોય કૈક નવું ભણવાની ઈચ્છા સાથે પર્સોનેલ મેનેજમેન્ટ વિષયને લઈને સ્નાતક બનવાનું નક્કી કર્યું હતું એ વાતને ત્રણ દાયકા વીતી ગયા ..એ વખતે 5000 વિદ્યાર્થીઓમાં ફક્ત 18 ની સંખ્યા હતી મારા વર્ગમાં ..
હવે ડોક્ટરની ડીગ્રી સિવાય કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતકો એમ બી એ નું છોગું સોરી મોરપીંછ લગાવી જ લે છે કેમ ???
આ દોડ ની શરૂઆત થયાનું વર્ષ નથી યાદ પણ છાપામાં આવેલું આઈ આઈ એમ ના વિદ્યાર્થીને પરદેશ માં કઈ રૂપિયા 10 લાખ ઉપરનું પેકેજ મળ્યું અને પછી જે દોડ ચાલુ થઇ એ હવે લગભગ આંધળી દોટ બની ગયી છે ..એકવીસમી સદીની શરૂઆત મેનેજમેન્ટ નું શીખતા મિસમેનેજ થતી જિંદગીનું આ 14મુ વર્ષ ગણીએ તો ????
આવવાનો ટાઈમ તમારો અને જવાનો અમે નક્કી કરીશું .પેકેજ 25000થી શરુ થવા માંડ્યું અને જીવનના બધા સુખો ખરીદવાની ઘેલછા માં સહી કરી નોકરી શરુ થવા માંડી ..સારા કર્મચારીનું એપ્રાઈઝલ એ કંપની નહિ પણ બધી કંપની સુધી પહોંચતું અને થોડા વધારે હજાર રૂપિયા ની ઓફર સાથે એક કંપનીથી બીજી કંપનીની બંદર કૂદ પણ ચાલુ થઇ ગયી .જીવનમાં સ્થિરતા સાથે કટ્ટી થઇ . ફ્લેટ કાર ફાઈનાન્સ અને બાળકોનું “ઉજ્જવળ “ભવિષ્ય એ એક વધારે માંગ કે ભાવી પત્ની પણ નોકરી કરતી હોય અથવા કરી શકે એવી હોવી જ જોઈએ .પત્ની વાન્છુના ડેટા માં એક વધારે કોલમ ઉમેરાઈ ગયી .હવે કન્યા શિક્ષણનો વ્યાપ વધ્યો છે ને !!!!!!
ખુબ ઊંચા હોદ્દા પર રહેતા પતિ પત્ની જુદા જુદા શહેર માં રહેવા લાગ્યા ..ઘર નામની જગ્યા હવે રાતવાસા માટે ધર્મશાળા માં તબદીલ થવા માંડી .ઘરડા માં બાપ નિવૃત્તિની ઉમરે ફરી એક વાર સંતાન ઉછેરમાં જોતરાવા માંડ્યા .હવે સંતાનોને પોતાની રીતે નહિ પણ વહુ દીકરાની કલમ અને શરતો પર ઉછેરવાના હતા .અને શરુ શરૂમાં માં બાપના હૃદય દીકરા કે દીકરીના કલ્યાણ માટે હોંશે હોંશે કરવા પણ માંડ્યા .અને એક મૂળભૂત નિયમ છે કે સંબંધ ની નિકટતા માં સાથ જરૂરી છે .એટલે જેની સાથે હોય એની સાથે હૃદય મળતા અને જેની સાથે દિવસના જાગતા રહેતા દસ થી બાર કલાક સાથે કામ કરતા હોઈએ એ ઓફીસ સ્પાઉસ શબ્દનું પણ અસ્તિત્વ થયું ..જ્યાં મન સાથે ના હોય ત્યાં દ્વેષ કે અહં આરામથી જગ્યા બનાવી લે છે .એટલે આર્થીક લાયકાત પતિ પત્ની વચ્ચે જગ્યા બનાવામાં સફળ થવા લાગી . માં બાપના સહવાસ વગર મોટું થતું બાળપણ એમની સાથે તાદાત્મ્ય સાધી ના શકે એટલે ક્યારેક આયા સાથે ઉછરેલું બાળક મોટું થઈને વૃદ્ધાશ્રમ શોધે છે એ હકીકત પચાવવા માટે સમાજ તૈયાર નથી ….
ચાલો કેટલાક સવાલ પોતાની જાતને પૂછો :
=દાયકો વીતી ગયો છે આ રેટ રેસમાં ..હવે અઢળક પૈસાના ઢગલા અને તમામ સવલતો વચ્ચે સંતોષ અને શાંતિની લાગણી તમને છેલ્લે ક્યારે થઇ ???
= બાળકોને ઉચ્ચ ટકા લાવવા માટે મોંઘા ટ્યુશન ની જગ્યાએ તમે જાતે એના અભ્યાસમાં ક્યારે રસ લીધો ???
= તમારું બાળક તમને કશું કહેવા માંગે છે ત્યારે એ જુએ છે કે તમારો મૂડ કેવો છે ..તમારા કામના સ્ટ્રેસને તમે ઓફિસબેગ માં સાથે લાવો છો એટલે એના નાના સવાલોને ટાળી દો છો .અને પછી એ પોતાની બાલિશ લગતી ગુંચવણ પણ તમારી સાથે વહેંચી શકતું નથી અને અહીં થી શરુ થાય છે ડીપ્રેશન ની શરૂઆત ..તમે આ ભૂલ કેટલી વાર કરો છો ???
= બાળકોને અને પત્ની કે પતિ ને ઘેર મુકીને બીઝનેસ લંચ ડીનર અઠવાડિયામાં કેટલી વાર ??અને હા બાળકોને ઘેર સુવાડીને નાઈટ પાર્ટી કેટલી વાર થઇ ???
= બાળકોને ઇન્ટર નેશનલ સ્કૂલો માં મુકો ત્યારે મર્સિડીઝમાં ડ્રાઈવર મુકવા આવતો હોય એવા બાળક સામે તમારું બાળક લઘુતા ગ્રંથી થી પીડાવા લાગે અને અહીં થી જ શરુ થાય છે એક એવો તબક્કો જ્યાં એક ટીન એજ ગમે તે કરતા અચકાતો નથી …શરૂઆત ક્યાં થઇ ???પેલું એને સાંભળ્યો નહિ ત્યાં …
=તમે શાળાકીય શિક્ષણ સિવાય સામાજિક શિક્ષણ આપવાનો પ્રયત્ન છેલ્લે ક્યારે કર્યો ?? ટકાવારી ની ઉપર પણ જીવનનું સૌન્દર્ય છે એ વસ્તુ તમે જ નથી જાણતા તો પછી બાળકને કેવી રીતે શીખવી શકો ???
= તમે આનંદથી સમય પસાર કરવાની દુનિયા થી અલગ કોઈ રીત જાણો છો ??લીસ્ટ બનાવો તો 100 માણસે 98ની રીત એક સરખી હશે અને એનું લીસ્ટ 10/12 વસ્તુથી વધારે નહિ હોય …
= છેલ્લે આખરી સવાલ પોતાની જાતને પૂછો ..બધું મળ્યા છતાય જે કરવું જોઈએ એ નથી કરી શક્યા પાસે રહેવા છતાંય પોતાના કુટુંબથી અળગા થઇ ગયા છે ..મોબાઈલના નંબર જીવનની સમસ્યા સુલઝાવી નથી શકતા એવો એક વાર પણ એહસાસ થયો છે ????
===========================================================
આ જ શ્રેણી નો બીજો લેખ ટૂંકમાં જ ..

6 thoughts on “when the chase started ???

  1. Aadarniya Jagdishbhai …
   mare koi savalno javab nathi joito ..nathi hun arany rudan karti …pan aa saval to aaje je loko aa dotma samel chhe emne j potani jaatne puchhva padshe ..karanke darek shramno ek thak hoy chhe ..ek safalta ke nishfalta hoy chhe ..ane ek shanti ke becheni hoy chhe ,ek hanf hoy che ..ane ek viram par darek vyakti mehsus kare chhe ke aapane gantari kyan chuki gaya .. ..e vakhte aa savalo chhe jena javab e vyaktie potani jaatne aapva padshe ..ane potanu svmulyankan karvu padshe …..mari pase to aa badha saval na javab chhe je me aapi didha chhe mari jaatne …ane jyare vyakti koine kahi na shake ane sahi na shake tyare kadach emne mari aa post upyogi thay e hetuthi lakheli chhe …
   haji aano bijo bhag aavshe …

   Like

   1. પ્રીતિબેન,
    કદાચ મારે જે કહેવાનું હતું તે યોગ્ય રીતે ન કહી શક્યો.
    આજની દોડમાં લોકોને સ્વતરફ જોવાનો સમય જ નથી. જે લોકોએ પોતાની જાતને માટે સ્પષ્ટ થઈ ગયા છે તેમના માટે રુદનનો સવાલ નથી. મારે જે કહેવું છે તે, આપણી આસપાસ અન્ય લોકો કરી રહ્યા છે તેનાથી દિલમાં દુઃખનો ચિત્કાર ઉઠે છે, મને તો આવી ઘણી તકલીફ થાય છે, પણ એ મારું અરણ્યરુદન છે. ઘણી વખત લોકો આ ગાંડી દોડ માટે કહીએ તો પણ તેમને ગમતું નથી. વિસ્તૃત રીતે રીપ્લાય માટે આભાર.

    Like

 1. Shri Jagdish bhai ..
  jivannu unmulan kare eva aapna lekho thi hun suparichit chhu ..jivan partveno aapano abhigam no khyal chhe etle j tamara ke mara jeva bija asankhy loko aava samaymathi jat bahar aavi shake chhe pan aa lekhmala eva loko mate chhe je aavi paristhiti ma saav hatash thay ane tyare emne je ready reckoner jovani tev padeli hoy chhe jya “samay nathi :nu patiyu chhe emna mate chhe ..aapni vaat hun samji gayeli ..
  jivanma anubhavnu ek evu muly chhe je anubhave j samjay … 🙂

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s