When the chase started ….(2)


પત્નીને પ્રમોશન મળ્યું છે .હવે એ ઓફિસર છે પણ એને નજીકના શહેર માં અપ ડાઉન કરવું પડશે .સવારે 7.45 ની મેમુમાં જશે અને સાંજે 6.15ની મેમુમાં પાછી . રસોઈ વાળા બહેન રાખી લઈશું .અને છોકરાઓ બંનેને રીક્ષામાં દાદાને ઘેર ઉતારી દેવાના .એમના ઘર પાસે જ ક્લાસમાં ટયુશનનું ગોઠવી દીધું છે .સાંજે હું તેમને પીક અપ કરી લઈશ .દાદા એમને હોમવર્ક પણ કરાવી દેશે .એમનો પણ સમય જાય (?)… એમ પણ મૂડી કરતા વ્યાજ વધારે વહાલું કેમ ?? (?) ..મારે તો હવે એટલી કોમ્પીટીશન છે કે ચૌદ કલાક ઓફીસ ચાલુ રાખવી પડે છે …ચાલો ઉત્તરાયણ વખતે રવિવાર પછી એક રજા લઈએ તો બીજી બે રજા .ચાર દિવસ કશે ફરી આવીએ …
આ વિચાર ઘણા બધાને એક સાથે આવી જાય એટલે એ જગ્યા પર પણ ભીડના ઉભરા આવે ..ચલ હેમંતના ફ્લેટની અગાસી પર મજા આવશે આપણે એને ફોન કરીને જણાવી દઈએ .રાત્રે સુવા આવીશું ઘેર પણ અને બે દિવસ ત્યાં જ .અને હેમંત ની મીસીસ તો હાઉસ વાઈફ છે એટલે એ તો પાછુ બધું મેનેજ કરી લે એવી હોશિયાર પણ છે .થોડા ફીરકી પતંગ ને ચીકીના એક નાના ડબ્બા સાથે પધારતી આવી ફેમીલી હેમંત અને ખાસ તો એની પત્ની માટે મજા લાવે છે કે સજા એ તમારે નક્કી કરવાનું ..અને યાદ રાખો પારકે પૈસે અને જોખમે ઉજવણી ને સોશિઅલાઇજેશન નું રૂપાળું નામ આપી દેવાય છે એ પણ આ “નવા “જમાના નું કલ્ચર છે .હેમંતની પત્ની રેડીમેડ એટલે નથી લાવતી કેમકે હેમંતના પગારમાંથી કરકસરથી ઘર ચલાવવાનું હોય છે .અથવાતો બહારથી ઓર્ડર કરે બધા સોલ્જરી કરી લે .પણ ખાવા સિવાય બીજું બધું મેનેજ કરવું પડે ને !!!! મિત્રમંડળ સહકુટુંબ અગાસી પર પેચ લે ત્યારે આ હેમંત પત્ની (?) …..ઉફ્ફ્ફફ્ફ। ..!!!
ત્રણ રજાનું તિકડમ મળે એટલે ઘરને તાળું ..સામાંજીકીકરણ હવે લોંગ વિકેન્ડ પર નિર્ભર થવા માંડ્યું છે ….પેલા મમ્મીને ભજન મંડળ માંથી હરિદ્વાર દસ દિવસનો પ્રવાસ જાય છે …તો … .મમ્મી, જોને સુલું ( મારી પત્ની ) ને માર્ચ એન્ડીંગ ને લીધે વધારે રોકાવું પડે એમ છે .અને હવે છોકરાઓને પણ એ જ ગાળામાં પરીક્ષાની તૈયારી કરાવવી પડશે પપ્પાએ .તમે ફરી ક્યારેક રાખી લેજો .”પૈસા ” “હું ” ભરી દઈશ …
મે વેકેશનમાં હું અને સુલુ આ વખતે હોંગકોંગ ફરવા જઈએ છે .પપ્પા તમે ત્યારે તમારા સગાઓને મળવા જવું હોય તો જઈ આવોને !!! પેલા મામાની છોકરીના લગ્ન છે એ પણ તમે પતાવી દેજો ને !!!
સસરાને (એટલે કે સુલુંના પપ્પા હો )માઈલ્ડ એટેક આવે છે ત્યારે સુલું પાંચ દિવસ રજા લઈને હોસ્પિટલ માં રહે છે !!! ભાભીને એના પપ્પાની કઈ પડી જ નથી . ફૂવડ જેવી છે ..ઘેર જ રહે છે પણ તો ય સુલું ને રજા લેવી પડે છે !!! આવું તો સુલુનું માનવું છે ..પણ એને કશું કહેવાય ખરું ???
અમારી દિવાળી તો કાયમ બહાર જ હોય એટલે મઠીયા ફાફડા એટલે અમારા માટે આઉટ ડેટેડ વાતો કહેવાય …
આ તો તસવીરની તાસીર ની એક ઝલક છે પણ પેલી વાત આવતા પહેલા આ ભૂમિકા સમજવી જરૂરી છે …મૂળ વાત તો હજી શરુ થશે …
તો મળીએ હવે પછી ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s