The chase continue…… (3)


હું વિશાલ … આ ઘરનું સંતાન …મમ્મી અને પપ્પાની મીઠી મીઠી મૂંઝવણ સંભાળીને ..ચાલો હવે હું ચિન્ટુ (ઘરનું નામ ) કશું કહું …
ચિન્ટુ ચલ તારો ટયુશનમાં જવાનો સમય થયો ,તને મુકીને આવું ..પછી તું કહેજે ..
હું મિતેશ …અને આ મારી પત્ની નેહા …અમે ચિન્ટુ ના દાદા અને દાદી છીએ ..સુલુંને મદદ કરવી એ અમારી ફરજ તો ખરીને !!!અને કરણ તો અમારું પોતાનું સંતાન છે .એમની કેરિઅરમાં અમારે મદદ રૂપ થવું એ માં બાપ તરીકે અમારું કર્તવ્ય છે .છોરું કછોરું થાય પણ માવતર ???!!!
સુલું સવારે ઉઠે એ પહેલા તો અમે બેઉ નાહી ધોઈને ચા પણ મૂકી દઈએ .અને નેહા રોટલી નો લોટ બાંધી દે અને હું શાક કાપી દઉં .કુકર મુકીએ ત્યારે સુલું ઉઠે અને ચા મુકેલી હોય એની સાથે બ્રેડના ટોસ્ટ અને બટર તૈયાર ..હું પછી ચિન્ટુને મુકવા સ્કુલે જાઉં અને વળતા મંદિર દર્શન કરીને શાક લેતો આવું .પોસ્ટ અને બેન્કનું કામ મારે માથે રાખ્યું છે .વહુ દીકરાને કષ્ટ ઓછું . સુલું નહાવા જાય ત્યાં સુધીમાં તો નેહા શાક વઘારી દે .અને પછી સુલું દાળ બનાવે ત્યાં સુધીમાં કામ વાળી બાઈ આવી જાય અને તેની પાછળ દેખરેખ રાખે એટલે નેહા રોટલી બનાવી દે અને બેઉનો ડબ્બો ભરી દે .હું મંદિર થી આવી ગયો હોઉં એટલે સલાદ કાપી નાખું ..વહુ અને દીકરો જમીને ડબ્બો લઈને આઈ 20 માં ઓફીસ જતા રહે .અને ત્યાં સુધીમાં નાનો પીન્ટુ પ્રિ નર્સરી સ્કુલ માં જવા તૈયાર હોય જ ..બાર વાગ્યે અમે જમવા બેસીએ અને એક વાગ્યે કામવાળીના ગયા પછી નેહા ઘડીક આડે પડખે થાય અને હું ચિન્ટુ ને લઇ આવું .તેને જમાડી ને હોમવર્ક કરાવી દઉં . પીન્ટુને  ત્રણ વાગ્યે લઈને આવું એટલે એને નાસ્તો કરાવીને સુવાડી દેવાની જવાબદારી નેહાની .બેઉ જણ ને સાંજે પાંચ વાગ્યે ઉઠાડી તૈયાર કરી રમવા લઇ જઈએ .ત્યાં સુધીમાં તો સાંજની રસોઈની તૈયારી નેહા કરી લે .સાત વાગ્યે સુલું રીક્ષામાં આવે અને આઠ વાગ્યે કરણ .બધી સગા વહાલા ની અવરજવર પણ અમારે માથે જ .
વહુ બેટા બહુ સારા મળ્યા ..અમારું ખુબ ધ્યાન રાખે .જરા પણ માથું દુખે તો તરત દવા આપે .અમે કોઈ બીમાર હોઈએ તો બધું કામ પોતે કરીને ઓફીસ જાય અને અમને આરામ આપે .અમારી કોઈ વાતે ફરિયાદ ક્યારેય નથી કરતી .(ક્યાંથી કરે ??!!!)
જોયું ??? આ નિવૃત્તિની ઉંમરે પોતાની જુવાની કરતાંય વધારે પ્રવૃત્તિ ..પોતાની જુવાનીમાં પોતાના બાળકો ઉછેર્યા કદાચ એટલી ચીવટથી દીકરાના બાળકો એ પણ વહુ દીકરાને એડજસ્ટ થઈને ઉછેરવા એ અત્યારે વંચાય છે એટલું સહેલું નથી .દરેક દંપતિ જુવાનીના શમણાં ની જેમ પોતાના નિવૃત્ત જીવનના સપના પણ પાળે છે ને !!! કરણ ને હાઉસિંગ લોનના હપ્તા નથી ભરવા પડતા કેમ કે મિતેશ ભાઈનો આ બે માળનો બંગલો તેને જ મળશે ને !! વર્ષમાં બે વાર માં બાપને તીર્થ સ્થાને ફરવા મોકલી દે છે જયારે એમનું કુટુંબ કોઈ હિલસ્ટેશન કે પરદેશ જતું હોય ત્યારે ..મમ્મી પપ્પાને આવી યાત્રા જ  ફાવે ને (??) ….
આ બધું કરતા સમય તો પસાર થઇ જાય છે પણ હવે શરીર સાથ નથી આપતું …થાક વહેલો લાગે છે . ચિન્ટુ નું ભણતર પણ અઘરું થઇ ગયું છે એટલે ફાવતું નથી .ટ્રાફિક અને ગરમી બેઉ વધતા જાય છે .આંખે ઝાંખપ આવી છે એટલે બહુ દૂર સ્કુટર પર જઈ શકાતું નથી .નેહા ને કમરમાં દુખાવો રહેવા માંડ્યો છે .નવી બાઈ સારી નથી એટલે મહિનામાં સાતેક ખાડા તો સાચા જ .એટલે ત્યારે નેહાએ ઘરનું બધું કામ કરવું પડે છે .મહિનામાં દસેક દિવસ તો રાત્રે વહુ દીકરા કોઈને કોઈ ફંક્શન માં જાય ત્યારે બાળકોની સુવાડવાની જવાબદારી પણ નેહા માથે .અમે પણ નવો જમાનો જાણીએ છીએ ને !! હજી કશું પણ દીકરાને નામે નથી કર્યું ..બેઉ માંથી કોઈ વહેલું જાય તો બીજાને તો પરવશતા જ ભાગે આવે .આ બધું હજી અમારી પાસે છે અને અમે બધું કરીએ છીએ એટલે વાંધો નથી આવ્યો …
પણ હવે કરણ અને સુલું આવતા મહીને ભાડાના ઘરમાં જશે .હા ,મેં જ એમને કહી દીધું છે ..હવે નહિ ફાવે …
લગ્ન પછી કુલુ મનાલી ગયેલા અમે .મારા નિવૃત્ત મિત્રો તેમની પત્ની સાથે એક બસમાં જવાના હતા એટલે મેં પણ નામ નોંધાવી દીધું અને પૈસા ભરી દીધા .બહુ જ સલુકાઇ થી સુલુએ વિરોધ કર્યો .અને એમના નિયમિત બહાના કાઢવા માંડ્યા . નેહા તો ચુપ રહેવા ઈશારો કરતી રહી પણ મારાથી ના રહેવાયું .એટલે મેં કહી દીધું .બેટા અમે વૃદ્ધ છીએ સન્યાસી નહિ કે દર વખતે અમારે ધાર્મિક સ્થાન પર જ જવું એ પણ તમારી અનુકુળતા હોય ત્યારે જ .છેલ્લા સાત વર્ષથી તો અમે અમારું જીવન જ ભૂલું ગયા છે .અમારા પણ સપના હતા નિવૃત્ત જીવનમાં પોતાની રીતે જીવવાના .સવારે સજોડે મંદિર જવાનું .પછી ઘેર આવીને વહુના હાથની રસોઈ જમવાની .એને શાક પાંદડું લાવી આપવાની .બપોરે આરામ કરી સાંજે બાગ બગીચામાં પૌત્ર  જોડે રમવાનું . અમારા મિત્રો અને સગા જેની સાથે સંપર્ક નથી રહ્યો તેમને મળવાનું .દર બે વર્ષે કોઈ જગ્યા એ દસેક દિવસ આરામથી રહેવા જવાનું …સુલું બેટા તમારા સપના પુરા કરવામાં તો અમે જીવવાનું ભૂલવા માંડ્યા છે .
સુલું બેટાને ખોટું લાગ્યું .રાત્રે તેમના બેડરૂમ માં ફટાકડા ફૂટતા હતા .તે જાગતી આંખે મીતેશભાઇ અને નેહાએ સાંભળ્યા .
છેલ્લો ધડાકો સવારે થયો .આજે સુલું બેટા પાંચ વાગ્યે ઉઠીને કામે વળગ્યા .અને કહ્યું :પપ્પા અમે હવે જુદા ભાડાના મકાનમાં રહેવા જઈએ છીએ .તમારે શાંતિ લાગે .
મીતેશભાઇ એ કહ્યું :ભલે જેવું તમને ઠીક લાગે તેમ ..નેહાની ભીની આંખ કરતા અત્યારે તેની કથળતી તબિયત માટે વધારે ચિંતા હતી મીતેશભાઇ ને .જવાબદારી તો વધતી જ હતી એટલે અત્યારે ભલે નૈતિક રીતે એમનો આત્મા દુખે પણ નેહા માટે આ જરૂરી હતું .
સુલુંને એમ કે ઈમોશનલ બ્લેકમેલીંગ થી પપ્પા મમ્મી નારાઝ થશે અને હવે થોડું વધારે કામ કરાવીને પણ સાચવી લઈશું પણ ના તેની ગણતરી ઉંધી પડી ગયી .
મીતેશભાઇ એ કરણ સુલુંના ગયા પછી નેહાને કહ્યું :નેહા હવે જમાનો પહેલા જેવો નથી .કશું પણ સંતાનના ઉછેર માં બહારથી ઉણપ આવી હશે તો પણ દોષનો ટોપલો આપણા માથે નાખતા આ પેઢી નહિ અચકાય .આપણે પણ જેવા કષ્ટ વેઠીને એમને મોટા કર્યા છે એ એમને પણ વેઠવા દો .માં બાપથી નજીક રહેશે તો જ એમના સંતાનોને એમની માયા રહેશે એટલે આ જરૂરી છે ….
હજી ચિન્ટુ પીન્ટુ નો રોલ આવતી પોસ્ટ માં ..

Advertisements

2 thoughts on “The chase continue…… (3)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s