1/4/14.


સવારે ઉઠી જોયું તો મોં બિલકુલ ભૂરું હતું ,હાથ લાલ અને પગ લીલા …અને તમામ વ્યક્તિઓ ફક્ત પીળી સાડી અને લુંગી ઝભ્ભા માં સજ્જ .નળ ખોલ્યો તો કોકાકોલા !!! અને બ્રશ હાથ માં લઇ મોમાં નાખ્યું તો દાંત ગાયબ અને એની જગ્યા એ બ્લેડ મિક્ષર માં લગાડીએ એવી .પેસ્ટ ની જગ્યા એ ધાણાની ચટણી જેવું શરબત .
ઓત્તારી !!! બાથરૂમમાં પ્રવેશ કર્યો તો નળ ગાયબ !!! અને ડોલ તપેલામાં રૂપાંતરિત .આઘાતના માર્યા આવ્યા રસોડા માં તો ગેસ ઉપરથી પાણીના ફુવારા છૂટે !!! એ પણ રંગબેરંગી !!! બધા તપેલી તપેલા તો બાલદીમાં તબદીલ !! હેમા!!! ના આ મારી દીકરીની મમ્મી નું નામ છે !!!
ગેસ પરથી તપેલી ભરી નાહવાની કોશિશ કરી તો પાણી નીચે પડવાની જગ્યા એ આકાશમાં જાય .. એ સી ચાલુ કરી જોયું તો એમાંથી શાકભાજી અને ફળ નીકળ્યા અને પડ્યા ભોંય પર !!! દોડતા જઈને ફ્રીઝ ખોલ્યું તો ટી વી ચેનલ ચાલુ ….હવે ટી વી જોયું તો ગેસ બર્નર ની જેમ જ્વાળા નીકળી ….પછી તો ગાંડા ની જેમ એક એક વસ્તુ ખોલી ને ખોલીને જોયું તો ખાંડ ની બરણી ખોલી અને ચાખ્યું તો તીખી તમતમતી અને મીઠું ભૂલથી જમીન પર પડ્યું તો ફરસ પીળી થઇ ગયી …ઘઉંનો લોટ બાંધવાની કોશિશ કરતી હેમાઆઆ ઊઊઊઊઊઊઊ કરતી હતી લોટના ચોસલા બની ગયેલા અને લોટ ઠંડો ગાર !!!ઉફફફફફફફફફફફફફફફફફફ !!! ત્રાસીને લાગ્યું કે કાલે યીઅર એન્ડીંગ ને લીધે ભ્રમ થયો હશે પણ લાલ મરચાની બરણી માંથી કીડીઓ નીકળતી દીઠી .બધીઓ પેન્સિલ હિલ ના સેન્ડલ પહેરીને ફરતી હતી ..કાબરો કાળા ગોગલ્સ પહેરી ને ફરતી હતી .અને બધા કાગડા ઓ ફેર એન્ડ લવલીના બ્રાંડ એમ્બેસડર બની ગયેલા ..ગાયોની પૂછડી પર ઓહૂઊઊઓ જુદી જુદી હેર સ્ટાઈલ !!! અને બિલાડીઓ તો બધી મીની સ્કર્ટ પહેરી મેચિંગ ટી શર્ટ ની ખરીદી કરવા એ ટી એમ પર ઉભેલી મળી ..હવે ચાની લારીએ ગયા તો જોયું તો ચા લીલા રંગની અને એમાં આમલીનું પાણી !!!
વાંદાઓ ગટર ના ઢાંકણા પર ફોર રેન્ટ અને ફોર સેલ ના પાટિયા લગાડી બીચ ચેર પર ઉંધા પાડીને મિલ્સ અને બૂનની નોવેલ્સ વાંચતા હતા …મારા લાલ લીલા ભૂરા બાબા ને લઈને સ્કુલે મુકવા સ્કુટર કાઢવા ગયો તો ત્યાં સ્લેજ ગાડી અને પેલો બાજુની ગલીનો ખતરનાક બ્રાઉની કુતરો તેને ખેંચવા તૈયાર …બાબો દફતર ગોઠવવા ગયો અને એણે યી પ્પીઈઈઈઈઇ કરીને બુમ પાડી ..બધી નોટ અને બુક્સ કોરા ધાકોર …ચાલતા સ્કુલે નીકળ્યા તો સ્કુલની જગ્યાએ સ્વીમીંગ પુલ ….અને પુલ માં પાણીની જગ્યાએ તેલ ભરેલું નાના ખાડા માં અને એમાં ભજીયા તળતા હતા ….એક એક ભજિયું તરબૂચ જેવું …
ત્યાં તો કોઈએ જાણે પાછળથી પેન્ટ સોરી લુંગી ખેંચી હોય એમ લાગ્યું તો ત્યાંતો એક મોટી પૂછડી હતી …અને આઘાતના માર્યા ચારે બાજુ ફાંફા માર્યા તો બધા પૂછડી વાળા .દરેક ટ્રાફિક પોઈન્ટ પર વાંદરા માણસોના પોલીસ યુનિફોર્મમાં તમામ ગાડા જે સિંહ ખેંચતા હતા એને કંટ્રોલ કરતા હતા .અને ગાડામા બકરીઓ બેસીને લગ્નગીતો ગાતી હતી …પેલા મોટા મોટા મોલ માં ગયો તો બધે સેલ્સ મેનમાં વાઘ અને દીપડા એ પણ જીન્સ અને શર્ટ પહેરેલા અને ગળા માં ટાઈ !!!!
મને ચક્કર આવી ગયા અને હું ઉઘાડી ગટરમાં પડી ગયો તો ત્યાં તો ઓહ્હો ડિસ્કોથેક હતો અને નાશ્તા સાથે પીઝા અને આઈસ્ક્રીમ પીરસવામાં આવતા હતા …પણ વેઈટર માં ભૂંડ હતા ….
હું જાતે જ સીધો મેન્ટલ હોસ્પિટલ માં ભરતી થવા પહોંચી ગયો …તો ત્યાં તો હાઉસફુલ હતું ..અને ત્યાં મને શહેરના બધા સુજ્ઞ અને ડાહ્યા માણસો જેને મેં છાપા માં ટી વી પર જોયેલા એ બધાને ગોષ્ઠી કરતા જોયા ….હવે હું રાહ જોઉં છું કે ક્યારે ચાંદો આથમે ,સવારે સૂર્ય ઉગ્યો જ ક્યાં હતો ???? અને રાત પડે !! અને મને ઊંઘ આવે !!! નાં આ સપનું નથી !!!!આજે એક ચૌદસીયા આત્માની રામકહાણી છે 1-4-14.

Advertisements

4 thoughts on “1/4/14.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s