The chase continue…..(4)Experimenting with life …


7 માર્ચ પછી છેક 1 એપ્રિલ …..આજના દોડતા હાંફતા જમાનાનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે પ્રયોગ સમા રહ્યા .આ પોસ્ટ માં નિરીક્ષણ સાથે સ્વાનુભવની સંવેદના ભળેલી છે …
8 માર્ચ થી એક પ્રાઇવેટ વીમા કંપનીમાં એજન્ટ બનવા માટેની ટ્રેનીંગ માં જોડાયેલી .આખો મહિનો ઘરમાં એકલા જ ગુજારવાનો હતો .સમય પણ હતો .કશે બહાર જવાનું પણ નહોતું .એટલે ટ્રેનીંગ માં જવાનું શરુ કર્યું .નોકરીના સમય નો મહાવરો હતો એટલે ફરી જીવન ઘડિયાળના કાંટાને સમર્પિત કર્યું .અને જીવનની કમાન એને સોંપી દીધી .સવારે સાડા નવ ને ટકોરે શરુ થાય અને બપોરે ટ્રેઈનર ની મુનસફી પર એક થી બે વાગ્યા સુધીમાં સરેરાશ પોણા કલાકનો લંચ બ્રેક મળે .ઘર પાસે હતું એટલે ઘેર જવાનું પસંદ કર્યું .પાંચ મીનીટમાં સ્કુટર પર .અને સાંજે ઓછા માં ઓછા છ વાગ્યા સુધી સતત ટ્રેનીંગ . વિવિધ કામસર ઉડાઉડ કરતા મારા ચકલી જેવા જીવને એક ખુરશી પર કડક બેસી રહેવાનું જાણે જેલ !!! પણ ઘણી વસ્તુઓ બીજાને મોઢે બીજી ઢબથી સાંભળવાની મોજ પડતી હતી .કોચ ખરેખર સરસ કક્ષાના હતા એટલે આટલો સમય જરા પણ ઝોકું મારવાનું મન ના થાય કે એ મારવાનો મોકો પણ નાં આપે એવા કોચ . ઘેર અર્ધું કામ કરી રસોઈ કરીને દોડવાનું અને સાંજે આવીને બાકી કામ પતાવવું એમ કરતા ઘર ગોડાઉન જેવું દેખાવા મળ્યું …પોતાની જાતને ફૂવડ ઉપનામ મનોમન આપી દીધું પોતે જ !!!
પણ તમને બધાને ખ્યાલ છે કે હુ સ્ટેજ કરતા પણ વધારે બેક સ્ટેજનો અભ્યાસ કરું છું .પોતાના અંગત જીવનને ભૂલીને સતત 17 દિવસ સુધી એક સરખી લય થી રસથી ભણાવવું એ ખરેખર અઘરું હોય .કોઈ પણ બહાના વગર સમયસર હાજર રહેવાનો સ્ટ્રેસ . મારી બેચમાં ક્યારેય બહાર પગ ના મૂકનારી ગૃહિણી ,મંદીની મારથી નોકરીમાંથી રૂખસત અપાયેલા યુવાન ,નાનો મોટો ગૃહઉદ્યોગ કરતી યુવતી ,અભ્યાસમાંથી નોકરીની તલાશમાં નીકળેલા યંગિસ્તાન ના સભ્યો અને એક 61 વર્ષના કાકા પણ.બધા જ એકસાથે બેસીને ભણે .મોડા પડે એને માટે રસપ્રદ ભાષામાં ટોન્ટ પણ મધમાં બોળીને કોચશ્રી આપે .અમે સ્ત્રીઓ નાણા બજારમાં ભાગ્યે જ રસ ધરાવીએ ( હા સેલમાં નાણા ખર્ચવામાં અને બચત કરવાના નુસખા માં ઉસ્તાદ ખરી ) .એ વિષે જાણ્યું કેમ કે પતિદેવ જાણકાર પણ કહી દે આમાં તને શું સમજ પડે ???
પણ ચેઝ વાળી વાત હવે આવી .લોકોને મળીને કેવી રીતે સમજ આપવી અને 31 માર્ચ પહેલા સૌથી વધારે પ્રીમિઅમ ઉઘરાવી એવોર્ડ જીતવા એના માટે રીતસર દબાણ શરુ થયું .મારી દશા તો આકાશમાં ઉડતી ચકલી અચાનક પિંજારા માં પુરાવા જેવી દશા ….બધા સંબંધો ખરા પણ ખુબ જુજ કહી શકાય .કંપની ની માંગ પ્રમાણે ફીટ બેસે એવા તો જરા પણ નહીં .છતાય ચાર થી પાંચ મીટીંગ સોરી નિષ્ફળ મીટીંગ કરી અને નિષ્ફળતા પણ માણી .પણ ટ્રેનીંગ ના પાંચમાં દિવસે જ મેહસૂસ થઇ ગયું કે લાઈન મારા માટે બિલકુલ યોગ્ય નથી ..કોઈની પણ પાસે આજની મોંઘવારીમાં પૈસા કઢાવવા અને એ પણ સતત કેટલાક વર્ષો સુધી ..પોલીસીની શરતો પ્રમાણે ફક્ત કમીશન માટે હું કોઈ ને આજીજી ના જ કરી શકું .મારા જીવનમાં મેં આર્થીક નાણાકીય ભીડ પણ ભોગવી છે અને જીવનના દરેક ઉતાર ચડાવ જોયા છે .જીવનના એક તબક્કે જીવનનું મુલ્ય નાણાકીય બેંક બેલેન્સ કરતા કઈ કેટલુંય મૂલ્યવાન છે એ સમજને માણી છે .પોતાના કરતા એ જ સ્થિતિ માં બીજાની વિચારસરણી કેવી હોઈ શકે ,મુશ્કેલીઓ શું હોઈ શકે એની સમજ છે એટલે નિષ્ફળતાનું ટેગ સહેલાઇ થી પચાવી શકી કેમ કે સોદો તો જીવન સાથે હતો .એ પણ બીજાઓના જીવન સાથે .
હું ખુબ જુજ સંબંધો ધરાવું એટલે એ દીકરીના મોબાઈલ પર ટકાવી શકી અને એનો મોબાઈલ અને મારા ઘરના ફોન પર ટાર્ગેટ માટે ઓફિસથી આવતા ફોન જે મારા અંગત જીવન ને ખુબ ડીસ્ટર્બ કરવા માંડ્યા ત્યારે મેં કહી દીધું કે સોરી હું આ રીતે નથી જીવવા માંગતી .હું તમારા માટે મારી અનુકુળતાએ કામ કરી શકું તમારી અનુકુળતાએ નહિ .અને ફોન મૂંગો થઇ ગયો .
વાંક એમનો પણ નથી અને મારો પણ નહિ .એ લોકો એમની ફરજ બજાવતા હતા .અને હું મારા લક્ષ્ય ને વરેલી છું જ્યાં આર્થીક ઉપાર્જન કરતા બીજી ઘણી બાબતો મારે માટે પ્રાથમિક અગ્રતા ધરાવતી હતી .લાઈસન્સની પરીક્ષા આપતી વખતે મારો વિદ્યાર્થી કાળ સજીવ થયો। હજી પણ એજ એકાગ્રતા જોવા મળી અને જ્ઞાન પિપાસા પણ અકબંધ હતી .મને ભણતી જોવી અને પરીક્ષા માટે વાંચતી જોવી એ મારા પતિ અને દીકરી માટે એક અલગ અનુભવ !!!મારી મજાક કરે .અને હું હંસી પડું . અને પરીક્ષા માં પણ 50 માંથી 40 માર્ક્સ આવ્યા …
બસ પુસ્તક અને અસલી જિંદગી વચ્ચેનો અનુભવ અને જીવનની દોડ ભાગે મને શીખવ્યું કે હું જ્યાં છું ત્યાં ખરેખર સારી છું .હું ખુશ છું …અને એ સમજવામાં મને આ અનુભવે મદદ કરી .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s