The chase continue ….(5)


હા પ્રત્યક્ષ અનુભવની પ્રત્યંચા તાણ્યા પછી ફરી એક વાર આ દોડ તરફ દોડીએ …હા આપણે નાના છોકરાઓને આપણી દોડમાં રીતસરના ઘસડીએ છીએ એ ક્યારેય વિચાર્યું છે ??? આ નાનકડો ચિન્ટુ પોતાના વિચાર રાખે છે પણ દાદાજી એ એનું મોં બંધ કરીને પોતાની ગાથા પહેલા સુણાવી દીધી ..આ ચિન્ટુ તરફ આપણે કોઈ પણ એ રીતે જોતા જ નથી કે આપણો પડછાયો નહિ પણ એક અલગ વ્યક્તિ છે જેને પોતાનો નાનકડો પણ અલગ પડછાયો છે .નાનપણથી આપણા અધૂરા સ્વપ્નોને પુરા કરવાનું સાધન બનાવી દીધો છે .. ચાલો આપણે એની વાત સંભાળીએ …
ઉફ્ફ !!! આ સવાર પડે એટલે મમ્મીની ઘાંટા ચાલુ …ચિન્ટુ જલ્દી તૈયાર થઇ જા દાદા તને સ્કુલે મુકવા આવે છે …અને પછી ચાદરમાં સંતાડેલું મોઢું ખોલીને પરાણે બાથરૂમમાં ઘસડીને બ્રશ પર પેસ્ટ લગાડીને બંધ આંખે પણ ઘસવા માંડે …સ્કુલમાં ટીચર કહે માતૃદેવો ભવ …શું આ દેવ આવા હોય ???પછીનો ત્રાસ શું કહું ??? પેલા મારા રૂમની બારી પાછળના ઝાડ પર ચકલીએ માળો બનાવીને ઈંડા મુકેલા .એમાં હવે ત્રણ બચ્ચા બી છે ..ચકલી તેમના માટે કશું વીણીને લાવે અને ચાંચમાં નાખે …એમને કેવું સારું સ્કુલે જવાનું નહિ કેમ ???? મારે આ મીની (અમારી કામવાળી )ના માટે મુકેલા કાલ રાતના દાળ ભાતમાંથી થોડા ભાત બારી પર મુકવાના છે ..એટલે ચકલીને બહાર વીણવા ના જવું પડે। ..મમ્મી મારો કમ્પાસ ટેબલ પર રહી ગયો !!! ( હવે આ ભાત બારી પર મૂકી આવું ..મમ્મીને થોડું કહેવાય આ બધું ??? 🙂 🙂 )
આ પાણીની ડોલ માં નહાવાનું નથી ગમતું ..શાવરમાં કેવી મજા આવે નહીં ???પણ મમ્મીને મોડું થાય ને !!! એટલે એ બાથરૂમની બહાર ચોકીદાર બનીને ઉભી રહે અને મારો રૂમ સરખો કરે …
આ દાદા સ્કુટર ધીરે ધીરે ચલાવે એની મજા આવે મને !!! પેલા ટોમી રીકુ જેની બધા મારા સ્ટ્રીટ ડોગ મારા સ્કુટર પાછળ પૂંછડી હલાવતા જોડે દોડે !!! દાદાને ખબર પણ દાદા મમ્મી- પપ્પા જેવા નથી …એતો મને મજા કરવા દે ..દર શનિવારે અમે એમના માટે બિસ્કીટ પણ લઇ આવીએ અને ખવડાવીએ બોલો …
સ્કુલનું તો શું કહું ???હિસ્ટરી કેમ ભણાવે એ આજ સુધી સમજાતું નથી ..અકબરે રાણા પ્રતાપ પર કઈ સાલમાં ચડાઈ કરી એ યાદ ના હોય તો રેડ માર્ક અને મમ્મીની દાંટી પાક્કી ..મને ખબર નથી કે અકબર અંકલ અને પ્રતાપ અંકલ કેમ એનીમી હતા અને કેમ ફાઈટ કરી પણ ના મારે લર્ન બાય હાર્ટ કરવાનું જ …હું તો બાજુ વાળી નિક્કી આજે બોર લાવેલી તે ખાઈને બારી બાર ઠળિયા નાખતો હતો …
આ બીજા ટીચર સાયંસ ભણાવે છે …મને થોડું ગમે થોડું ના ગમે …એમાં એક્સ્પરીમેન્ત કરે એમાં મજા આવે …એક પ્રીઝમ માંથી લાઈટ પાસ થાય અને સેવન કલર્સ …માય ગોડ !!!
ઈંગ્લીશ સ્પેલિંગ મહા બોર !!! પણ મને સ્ટોરીઝ અને પોએટ્રી બહુ ગમે !!! હું મોટો થઈશ ત્યારે પોએટ બનીશ ..એની ઈમેજીનેશન કેવી વન્ડર ફૂલ હોય નહિ ???
મને ડ્રોઈંગ પીરીયડ પણ બહુ ગમે ..મને કલર્સ સાથે રમવાનું ગંદુ થવાનું પણ ગમે ..મમ્મીને ના કહેતા ..આ મારું અને તમારું સિક્રેટ છે ઓ કે …!!!
અને મ્યુજિક …મને ટીચર જેવું હાર્મોનિયમ લાવવું છે ..દાદાને કહીશ ….અને મને પી ટી પીરીયડ તો બહુ જ ગમે …એમાં રમવાનું ને !!! એમાં હું ને તેજુ મારો ફ્રેન્ડ પેલા લીમડા નીચે દોડાદોડ કરતી સ્ક્વીરલ ને જોયા કરીએ એમની પાછળ દોડીએ …છેલ્લી ફાઈવ મિનીટ્સ માં !!!
પણ મને સૌથી વધારે શું ગમે ખબર છે ??? કોમ્પ્યુટર પીરીયડ …કેટલું બધું વન્ડર ફૂલ છે અને ગેમ્સ પણ રમવાની ગમે ઘેર !!!
મમ્મા પપ્પા તો આખો દિવસ બહાર હોય ..અને વેકેશનમાં પણ એકલા ઘેર દાદા દાદી સાથે રહેવું પડે એટલે કોમ્પ્યુટર અને વિડીઓ ગેમ્સ જ મારા રીઅલ ફ્રેન્ડ છે …આ વખતે વેકેશનમાં હું દાદા અને દાદીને કોમ્પ્યુટર શીખવાડીશ …એમને ટ્રબલ ના પડે એટલે .અને દાદી ને કિચનમાં હેલ્પ કરીશ અને દાદાને ગાર્ડનીંગ માં …અમે બહુ મજ્જા કરીશું …!!! એક ડોગી પણ પાળીશું ….ચીંકુ ને ત્યાં જઈશ મારા મામાનો સન …
અને વેકેશન પડ્યું …
ચિન્ટુ તારે સવારે કરાટે ક્લાસ છે …દસ વાગ્યે ક્રિકેટ કોચિંગ માં જવાનું છે .એક વાગ્યે રીક્ષા તને ઘેર મૂકી જશે ..સાંજે સ્કેટિંગ માં જવાનું પાંચ થી સાત અને બે અઠવાડિયા પછી ત્યારે એડવાન્સ કોમ્પ્યુટર ક્લાસ અને મેથ્સ અને સાયન્સના ટ્યુશન શરુ થઇ જશે …
આઈ હેટ વેકેશન ..આઈ ડોન્ટ લાઈક ઓલ ધીસ પ્રોગ્રામ્સ …મોમ આઈ એમ અ કીડ …લેટ મેં એન્જોય માય લાઈફ એટ લીસ્ટ ઇન વેકેશન …દાદા હેલ્પ મી હેલ્પ મી …
દાદા હું જયારે પણ મોટો થઈશને તો મારા સનને આવું બધું નહિ કહું જેવું મારા મોમ ડેડ મને કહે છે ..હું એમને ડ્રોઈંગ કરવા દઈશ .હું એમને તડકા માં રમવા દઈશ .હું એમને બહુ બધો ટાઈમ આપીશ ..હું એમને મ્યુજિક શીખવા દઈશ ..હું એમને ગમતું જ એમને કરવા દઈશ ….
દાદા કહે છે : બેટા આજકાલ ના હરીફાઈના જમાનામાં તમે પાછળ ના રહી જાવ એટલે જ મમ્મી પપ્પા આ બધું કરે છે ને !!!પણ દીકરા તું સાચો છે ….
સાંજે દાદા મારા નાનાને ત્યાં ગયેલા અને પછી પોતાના કપ બોર્ડ માંથી કોઈક ફાઈલ કાઢી …
સાંજે મમ્મી અને પપ્પાને પાસે બેસાડ્યા …એમના સમર વેકેશન માટે કશું કહેવાનું કહ્યું ..બેઉ એમના વેકેશન યાદ કરીને ખુબ ખુશ થયા અને ઈમોશનલ પણ થયા …એમની ગેમ્સ અને એમના તોફાનો પણ સાંભળીને અમને પણ થયું વાઊઊઊ કેટલું વન્ડર ફૂલ હતું એમનું વેકેશન !!! તે લોકો પોતાના અંકલને ત્યાં જતા અને બધા ખુબ રમતા … મને બહુ મજા આવી …હવે ધીરે રહીને દાદાએ એમને એમના રીપોર્ટ કાર્ડ્સ આપ્યા એ લોકો જયારે સ્કુલે હતા ત્યારના …તેમના માર્ક્સ તો બહુ ઓછા હતા ..પણ તેમની લાઈફ કેટલી મજેદાર હતી ને !!!! દાદા એ એમને કહ્યું એ મને સમજ તો ના પડી પણ એમના વર્ડ્સ યાદ છે …આ રીપોર્ટસ સાથે પણ તમે બંને પોતાના જીવનમાં સક્સેસફૂલ છો ને !!! તમારી યાદો હજી પણ તમને ખુશ કરી શકે છે !!! તો પછી આ બચોળીયા ને કેમ તમે આવી યાદ નથી આપતા ….એમને એમનું આકાશ કેમ નથી આપતા ??/માન્યું કે બાળપણમાં ભણવાનું હોય પણ રમવાનું પણ હોય એ કેમ ભૂલી ગયા ??? આ વર્ષો પછી પાછા આવશે ???
ખબર નથી પણ કેમ પપ્પા બીજે દિવસે કુલુમનાલી ટ્રેકિંગ નો પ્રોગ્રામ ઘેર લઇ આવ્યા ..હું ,નાનો ભાઈ ,મમ્મી પપ્પા ,દાદા દાદી , અને અંકલ અને આંટી અને કઝીન પણ અમારી સાથે આવશે !!! યિપ્પીઈઈઈઇ !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s