The chase continue …(6) ,, બે ફિલ્મો ..


અનોખો યોગાનુયોગ !!! શનિવાર અને રવિવારે દુરદર્શન પર 2 ફિલ્મો જોઈ ..બેઉ માં માં અને દીકરી ની વાર્તા .બેઉ પોતા પોતાના જમાના ની વાત કહે છે ..એક માં મોડર્ન ફેમિલીના માં દીકરી અને એક ફિલ્મ દેવદાસીની જિંદગી પર આધારિત હતી .
80 ના દાયકા માં સુપર કરુણ કક્ષાની હતી તે શ્રી ઈસ્માઈલ શ્રોફ દિગ્દર્શિત ફિલ્મ “આહિસ્તા આહિસ્તા ” . પદ્મિની કોલ્હાપુરે ,નંદા ,એક સ્વસ્થ વિચાર સરણી ધરાવતા પિતાના રૂપમાં શમ્મી કપુરજી . એક સ્ત્રીને તેનો પતિ છોડી જાય અને એને એક વેશ્યા આશરો આપે .પછી એક સ્ત્રીની મજબૂરી નું પાત્ર પણ કીચડમાં કમળ સમી તેની પુત્રી પદ્મિની ખુબ હોશિયાર . નંદાનો એક ગ્રાહક તેનો ભણવાનો ખર્ચ ઉપાડે છે અને તે ભણે છે ..તે ગ્રાહક મૃત્યુ પામે છે પ્રિન્સીપાલ તેને આગળ ભણવાની જવાબદારી ઉઠાવે છે અને ત્યારે જ પદ્મિનીના પિતા એના પડોસી શમ્મીકપૂર જેના દીકરા સાથે પદ્મિની ને પ્રેમ હોય છે ,એને ઘેર આવે છે અને નંદાનું સિતાર વાદન સાંભળી થોડા સમય પછી ચાલતો લુપાતોછુપાતો ત્યાં આવે છે .તેમની દશા પર અફસોસ કરે છે પણ કોઈને પણ કશું કહેવાની નાં પાડે છે કેમ કે હવે એ ખુબ ઈજજતદાર વ્યક્તિ છે .પદ્મિનીને તે ભેટે છે અને એક હીરાની વીંટી ભેટ આપે છે .પતિના આદેશને માથે ચડાવી નંદા કોઈને પણ કશું પણ કહેવાની ના પાડી દે છે પદ્મિનીને અને કસમ પણ આપે છે .પદ્મીનીનો પ્રેમી આ દ્રશ્ય જોઇને ગેરસમજનો શિકાર થઈને એના પિતાની બીજી દીકરી સાથે લગ્ન કરે છે .આ બાજુ તૂટેલી છોકરી દેવદાસી બનવાનું સ્વીકારે છે અને છેલ્લે એ શમ્મી કપૂરને પગે લાગવા જાય છે ત્યારે શમ્મી દુખી થઈને એને આશીર્વાદ આપવાની ના પાડી દે છે ..અને એના આંગણા માં એનું મૃત્યુ થાય છે એના પિતાએ આપેલી વીંટીનો હીરો એણે ચૂસી લીધેલો એટલે …ત્યારે એનો પિતા સ્વીકારે છે કે મારી એક દીકરીનું ઘર વસાવવાના સ્વાર્થમાં બીજી દીકરીનો જીવ લીધો …
આ ફિલ્મ એવી હતી એ દાયકા માં કે ઇન્ટરવલ પછી બધા ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળતા .લગભગ બધા દર્શકો રડી પડતા .રૂમાલ ભીંજાતા …
માં દીકરીની અસહાયતાનું કરુણ ચિત્રાંકન થયેલું જે હૃદયને સ્પર્શતું …
હવે બીજી આ જમાના ની ફિલ્મ .નામ સાંભળ્યું છે ??? કદાચ નહિ સાંભળ્યું હોય એ શક્ય છે : લિસન અમાયા …દીપ્તિ નવલ અને શ્રી ફારુખ શેખ ની મુખ્ય ભૂમિકા હતી .દીપ્તિ નવલની દીકરીઅમાયાને લેખક બનવાનું સ્વપ્ન ..શ્રી ફારુખ શેખ નવ વર્ષની દીકરી અને પત્નીને નજર સામે જ અકસ્માત માં મૃત્યુ પામેલા જોયેલા એ આઘાતને દિલમાં છુપાવી ખુબ સરસ ફોટોગ્રાફી કર્યા કરે છે .એ લોકોને મળે છે અને ખુબ સમય થી મળે છે દિલ થી મળે છે .એવા લોકોને જેના જીવનમાં કદાચ અન્યોને રસ પણ ના પડે .
દીપ્તિ નવલની એક મોકા કોફી શોપ છે જ્યાં તમે કોફી સાથે પુસ્તક પણ વાંચી શકો . દીપ્તિ નવલ એક વિધવા છે ..મોડર્ન આઉટ લૂક છે .તેની જુવાન દીકરી સાથે શોપ ચલાવે છે .તેના ગ્રાહકો વિદેશીઓ પણ છે .તે માત્ર કોફી નહીં પણ વિચારોની પણ આપલે કરે છે ..એનું જ્ઞાન અસીમિત બનતું રહે છે ..તેની કોફી શોપમાં એક ટેબલ પર ફારુખજી પણ નિયમિત આવે છે .એની ફોટોગ્રાફી અને દીકરીનું લેખન બેઉ એક સરસ પુસ્તકના સર્જન નું નિમિત બને છે .ત્રણેવ દોસ્ત તરીકે છે .પણ એક દિવસ ફારુખ જી પોતાનું હૃદય દીપ્તિ પાસે ઠાલવે છે અને એમને હગ કરીને સાંત્વના આપતી દીપ્તિને એની દીકરી જુવે છે .હવે તે ફારુખ જી ને પોતાના સ્વર્ગીય પિતાના પ્રતિસ્પર્ધી તરીકે જુવે છે અને પોતાની માં ના ભાવી જીવનસાથી તરીકે કલ્પી નથી શક્તિ .મૂંગી રહીને પોતાનો વિરોધ દર્શાવે છે .એક દિવસ ઝગડો કરતા કહે છે તારે આ જતી ઉંમરે સેક્સ માટે બીજી વ્યક્તિ જોઈએ છેને !!!???ત્યારે દીપ્તિ આઘાત પામે છે અને નિરાશ થઈને ગુમસુમ થઇ જાય છે ..ફારુખજી તેને સમજાવે છે કે દીકરીને સમય જોઇશે ..એ દીકરીને પસંદ કરતો એક મિત્ર તેને કહે છે કે મારી બહેન અને મને મોટા કરવામાં મારી માં ના મૃત્યુ પછી મારા પિતાએ બીજા લગ્ન ના કર્યા પણ એક દિવસ એક સરસ પાત્ર એમના જીવનમાં આવ્યું ત્યારે પિતા ખચકાયા અને અમે જ એમને સમજાવ્યા કે પપ્પા તમે બીજા લગ્ન કરી લો ..તમારે એક સંવેદનાનો સાથી પાછલી જિંદગી માં તો હોવો જ જોઈએ ..પણ દીકરી સ્વીકાર નથી કરી શકતી એટલે ફારુખજી અને દીપ્તિ સંબંધ અટકાવી દેવાની સહમતી સાધે છે . ત્યાં જ પબ્લીશર એમને પહેલી બુક બહાર પાડતા અનુગ્રહ કરે છે કે બેઉ મળીને બીજી બુક પણ બહાર પાડે ..હવે દીકરી સલવાઈ જાય છે .દીકરી અમાયા પોતાની ફોઈ જે એને સમજાવવા માટે આવી હોય છે એની આગળ સ્વીકાર કરે છે કે પહેલા તો એણે માત્ર પિતાજી ને ગુમાવેલા પણ હવે પોતાના આ વર્તાવ ને કારણે પોતાની માં પણ કદાચ ગુમાવી દીધી છે ભલે તે તેની સાથે જ છે ..
ફારુખજી ના સ્વભાવની સંવેદના એને સ્પર્શે છે અને એ અપનાવવા રાજી થાય છે .અંતમાં ફારુખજી અલ્ઝાઇમર રોગનો ભોગ બની જાય છે ..

ફિલ્મમાં અભિનય તો સરસ હતો જ પણ મૌન દ્રશ્યો પણ ખુબ અસરકારક અને સંવાદ પણ સરસ !!!!!

અહીં ચેઝ એટલે કન્તીન્યું છે કેમકે બે પેઢીની ફિલ્મો ભલે હોય પણ એક માં સંવેદનશીલ લોકો છે જે સમર્પણ ની ભાવના થી છલોછલ છે .કોઈ પણ આધુનિક ઉપકરણો ના હોવા છતાં પણ તેઓ જીવનને ગમે તે સંજોગો માં જીવી લેવાની હિંમત રાખે છે .
અને આધુનિક જીવનમાં યુવાનો માંથી સ્વાર્થ સંવેદના પર હાવી થઇ રહ્યો છે અને તેઓ પોતાના સ્વાર્થથી આગળ કશું સ્વીકારવાની ના પાડે છે .સંવેદનો થી ખુબ ખુબ દૂર થઇ રહ્યા છે .મશીન સાથે મશીન બનતો માણસ !!!!
નોકરી શોધો ત્યારે આઈ ક્યુ સાથે ઈ કયું પણ જોવાય છે …કેમ તે સમજાવવાની એક નાનકડી કોશિશ બે ફિલ્મો દ્વારા !!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s