આ બ્લોગ કોમામાં જતો રહેલો !!!


બોલો મારો આ બ્લોગ કોમામાં જતો રહેલો !!!
હંસો છો ને !! હા હંસવું આવે એવી જ વસ્તુ છે .પણ વાત સાવ સાચી છે .મારી છેલ્લી પોસ્ટ વાંચશો તો pause in the chase .બરાબર ને !! તે આ મોટો વિરામ આવી ગયો .એ પોસ્ટ પછી 500મી ટેસ્ટ ના વધામણા ખાતી વખતે કોને ખબર હતી કે નશીબમાં શું લખેલું છે હેં !!! તે બીજે દા’ડે થી બ્લોગ બંધ .રોગના લખ્ખણ માં તો એવું હતું કે લોગ આઉટ થાય જ નહિ .કશું ખુલે જ નહિ .તકલીફ થઈ ગયી .અને ભલે ને પેટીમાં ડીગ્રીઓ મુકેલી પણ હાવ અભણ મનેખની જેમ શું કરું એ સમજાય નહિ .થોડાક ઓળખીતાવ ને પુસ્યું તો કહે વાય નામનો રસ આવીને તમારે ઘેર આરામ માં હશે .આપણે રીયા બાઈ માણહ તો ઘરના કામમાંથી ઉકેલ આવે નહિ તો પુસીયે કોઈને .રોજ આ કોમ્યુટર ખોલીને બેહુ .કાચના પડદા ની પેલી પા મારો બ્લોગ હુતેલો ના હાલે ના ચાલે .હું એને જોઉં ને એ મને જુએ .તે ઠેઠ દસમી એપ્રિલથી આજ દિન લગણ અમે એક મેક ને જોયા કરીએ .બે મહિના પેલા તો પેલું હું કહે તે વાય નામના રોગની રસી મુકાવી પણ કોઈ ફરક જ ની પડયો . આશા છોડી દીધી .પણ જીવતો હતો લોકો જોતા હતા એટલે એટલો સંતોષ હતો કે ક્યારેક તો હવાર પડશે અને એ હવાર ઠેઠ આજે પડી .આજે જોયું તો જાણે નખમાં ય રોગ ના હોય એમ આ બ્લોગ પાછો હરતો ફરતો થઇ ગયો બોલો !!! મારી છોડી કૈક કરતી હુતી તે ભૂલથી કોઈ ચાંપ એવી દબાઈ ગઈ હશે કે બ્લોગ ભાઈ ઠપ દેતાકને ઉભા ..તો ચાલો મને તો જાણે દિવાળી ની મોટી ભેટ મળી એમ ખુશ ખુશ છું …
પણ આ સમય મારા માટે ખુબ કઠીન અને અનુભવ થી પરિપૂર્ણ થયો .દુનિયા ના સંબંધોના એવા તથ્યો સાથે મુલાકાત થઇ જે પહેલા ક્યારેય નહોતું અનુભવ્યું અને પહેલા ક્યારેય ના જાણ્યા હોય એવા અનુભવો પણ ભરમાર થયા .લાગે છે જીવનને શબ્દો માં આલેખીએ તેનાથી તે ખુબ ખુબ વધારે છે .સત્ય કેવી રીતે એકલું પડી જાય છે અને દુનિયાનો સામનો કરતા કરતા તેને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે તે પણ સમજાયું .પણ સત્ય એકલું હોય તોય માત્ર પોતાને અજવાળે પોતાના માર્ગે હિંમત થી આગળ વધી શકે છે એ સાર મળ્યો .દુનિયામાં બહારના લોકો સાથે જંગ સરવાળે સહેલી છે પણ એ જંગ જયારે સિધ્ધાંત માટે પોતાના લોકો સાથે હોય ત્યારે જીતની ખુશી નથી થતી .અને આપણો વિચાર કોઈને ઘાયલ કરે એ પણ મંજુર નથી હોતું .ગૌતમ બુદ્ધ ઐશ્વર્ય છોડી કેમ ગૃહત્યાગ કરે છે કે મહાવીર શા માટે સંસાર ત્યાગ કરી ગયા એનો સાવ આછો પાતળો ખ્યાલ આવી ગયો .પણ સૌથી મોટી વાત એ છે કે માંહ્યલા નું ચૈતન્ય જાગૃત અને સચેત હોવું ખુબ જરૂરી છે .
કદાચ બ્લોગ લખવા કરતા પણ જિંદગી નો ખરેખરો અનુભવ એ ખરેખર જુદી વાત છે જ .
ચાલો તો હવે ફરી મળતા રહીશું …….

Advertisements

4 thoughts on “આ બ્લોગ કોમામાં જતો રહેલો !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s