એક સ્ત્રી સ્વરૂપ દિવાળી..


હાઈ બધા ભારતીયો  ..મને ઓળખી ??? હું દિવાળી  ..દીપાવલી  ….હા એજ જે તમે સમજ્યા છો ..હું પણ શક્તિ પ્રકૃતિ પ્રમાણે સ્ત્રી શક્તિ છું  ….
હું અત્યારે મંગળ ગ્રહ પરથી તમને બધાને જોઈ રહી છું  .યુ નો હું પણ જમાના સાથે એકદમ હાઈ ટેક થઇ ગયી છું  .હા જેમ ગ્રહણનો વેધ ઘણા કલાક પહેલા લાગે એમ મારો વેધ શ્રાવણ માસ બેસતા જ શરુ થઇ જાય  .લોકોની ગણતરી ખરીદી થી માંડીને છેક બધી રીતે મંડાઈ જાય  .પછી ગણપતિ આવે  .પહેલા સમરું ગણપતિ દેવા  .
પછી તો દૂધપાક પૂરી બટાટા વડા વાળા શ્રાદ્ધની મૌસમ  .યુ નો એમાં મેરી સારી સખી સ્ત્રીયા રસોડે મેં બહુત બીઝી  .એટલે આગ સાથે ની દોસ્તી વધતી જ જાય  .જે બિચારા પરલોક ગયેલા વડીલો છે તેમને યાદ કરી કરીને  પોતાની રસના ના રસ વૈભવને માણે એ બધી પ્રજા  …!!!
પછી આવે નોરતા  .મારી સખી નવદુર્ગાની આરાધના ગરબા  ..યાર હવે તો દિવાળી કરતા નવરાત્રીનું બજેટ બહુ વધી જાય છે ગુજરાત માં  .દિવાળી ની ઝાકઝમાળ અને નવરાત્રી હરીફાઈમાં સીધે સીધા  ..આમતો પૃથ્વી પર હતી ત્યારે કુવા મન દેડકા જેવું હતું : ખાલી આજુ બાજુનું ખબર પડે પણ હવે યુ સી આ શબ્દોના ફોટોગ્રાફ સીધા મંગળ પરથી મોકલી રહી છું  .
પછી જ મને મજા આવે એવા દ્રશ્યો છેલ્લા દશેરા પછી જોવા મળ્યા છે  .પેલી ડોલી ,નીતા ,પ્રીત ,શ્વેતા ,મંગલા ,બધા વચ્ચે રસ્સાખેંચ : કામવાળી પહેલા કોના ઘેર સફાઈમાં મદદ કરે એના માટે  .પાછું આમાં પણ રેસ હો !! કોનું ઘર પહેલા સાફ થાય અને કોણ રહી જાય  .કામ વાળા મંજુ બેન તો એમની તાકાતની ચરમસીમા એ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે  .સવારે મોના તો બપોરે નીતા અને સાંજે શ્વેતા ના એક એક રૂમ  ,પછી મંગળાના રસોડા માટે કાલે બે વાગ્યા પછીની એપોઇન્ટમેન્ટ  … જો અગાસીઓ કેવી ગાદલા ,ચોરસા ,ઓશિકા થી છલકાઈ રહી છે !!! બોલો આ છતની ફર્શને શિયાળા પહેલા એક દિવસ જ ઓઢવા પાથરવા મળે  .પછી તો ખુલ્લીને ખુલ્લી જ !!!એમને ભાદરવાના તાપથી રાહત મળે ખરી  .
તો હા આપણે ક્યાં હતા ??? હવે આ સફાઈ સાથે સાથે જુનું અંદર નવું બહાર  .વળી લેટેસ્ટ ફેશનના કપડા માત્ર પોતાના માટે નહિ ઘરના સોફા માટે નવી સોફા મેટ ,પલંગ ની ચાદરો અને બારીબારણાં માટે પડદા ,શો કેસ માં મુકવા નવા ઘરેણા ,દીવડા ,તોરણો આ બધું ખરીદી કરવામાં શહેર માં ખરીદનાર ને વેચનારની સંખ્યા લગભગ સરખી જ હોય . બજારમાં પગ મુકવાની જગ્યા ની મલે તો હિન્દી ફિલ્મો ની જેમ સ્લો મોશનમાં ઉડવાનું મન થઇ જાય બોલો … ..બધાની ખરીદી થયા  .નવા નાકે દિવાળી  .થોડું હોંશથી અને ઘણું બધું દેખાદેખી થી થઇ જાય છે  .યુ નો મને સૌથી વધારે મજા તો ઘરના માળીયે આવી  .એ વખતે નવરાત્રી વખતે ફૂલ ઓઈલીંગ કરાવેલું અને મઘમઘતા મેક અપના તો અહીં બાર વાગી ગયેલા  …અહીં તો મને મોના શીલા રસીલા ને ઓળખાતા પણ કેટલી વાર થઈ !!! આમતો લોકો ઘરમાં બેઠા બેઠા પણ સેલ્ફી પાડી પાડીને ફેસબુક ભરી દે છે પણ સાલું અહીં તો કોઈ એ ફોટો ના લીધો  .કેમ કે અહીં તો જેવા છીએ એવા જ દેખાઈએ છીએ રાઈટ !!!
જુઓ ગયા વર્ષનું જુનું તો પેટી પલંગ કે માળીયે  જાય પણ એમાં પેલા વર્ષનું હોય તેનું વર્ગીકરણ કરીને ક્યાં જશે  ??? હા પેલા પોપસિંગર નવા નવા અવાજમાં રાગ કાઢતા નીકળે છે એ ભંગારવાળા પાસે  .સાલું એમની બુમો પાડવામાં શબ્દોમાં પણ કેવી વિવિધતા હોય છે  .કોઈ સંગીત રસિયો એના પર આલ્બમ બનાવી કાઢે એવી !!! 🙂
અને જો એક કોમ્પ્લેક્ષ ના માળીયે  પડેલા એલીમેન્ટ્સ ને ભેગા કરીને એક જગ્યા એ ગોઠવીએ તો એક આખું પ્રદર્શન ભરાઈ જાય અને એને નામ પણ અપાય એવું એન્ટીક પ્રદર્શન .ઘણી વાર કોઈને નકામી લગતી વસ્તુ કોઈને ખુબ કીમતી લાગે ( હીરા ની પરખ ઝવેરીને હોય તેમ )!!! સસ્તે ભાવે ઘણી અનમોલ વસ્તુ મળે અને કમાણી થાય  .કોઈને આવું સુઝ્યું જ નથી આજ સુધી !!! જુઓ આ મંગળ ગ્રહ સસ્તું ભાડું અને એક જ પ્રયત્નમાં સિદ્ધપુરની જાત્ર જેવો છે અને એ પણ ભારતીયોએ બનાવેલો અને અમદાવાદનું પણ એમાં મહત્વનું યોગદાન છે એટલે એના પરથી મને આવેલો આ પહેલો નવો વિચાર છે એવું મને લાગે છે  …કદાચ કોઈને આવ્યો હોય અને એમણે વ્યક્ત ના કર્યો હોય એમ પણ બની શકે હો !!!! 🙂
હા તો પછી સ્કુટર નીચે ટીપાયેલા ,તેલમાં તળાયેલા  ,અને રગરગ માં મોટા ફોલ્લો ઉપસાવેલા મઠીયા ફાફડા સુંવાળી ની સુગંધ ઘેર ઘેરથી આવવી શરુ …….!!! મગસ શેકાય અને કાજુકતરી લવાય ,ચેવડા તળાય કે શેકાય એને દિવાળી કહેવાય  .બધું રેડીમેડ આવે કે ઘેર બને એની પંચાત મુકો હવે  …હવે સમય નથી આધુનિક વર્કિંગ વુમન પાસે .ઓહ તેલ મોંઘુ છે તો પેલી ચાઇનીઝ સીરીઝથી ઘર છત દુકાન બધું ઝગમગ ઝગમગ રાઈટ !!!!
હા રંગોળી  ..તૈયાર છાપા પર મીંડા વાળી કળા રસિકો પોતાની કળા ઉજાગર કરે છે  .અને છેલ્લે ધૂમ ધડાકા અને આકાશમાં ચમકતા અસંખ્ય તારાઓ વાળા ફટાકડા  ..અહીં થી એ જોવાની મજા પડશે  .
હા ધનતેરસે લોકરનું ધન બહાર પગફેરો કરી જશે અને દિવાળી પછી ફરી એક વર્ષની કેદ ..ધનપૂજા પછી દિવાળીએ લક્ષ્મી પૂજા  .મારી બધી સખીની કિટ્ટી પાર્ટી થઇ જાય એનું નામ દિવાળી !!!!!
ધનતેરસ પછી સ્મશાનમાં થતી કાળી ચૌદસ ની ભયાવહ આરાધના પણ અહીં જ મારો એક મહત્વનો  . જોજો ચોરે અને ચૌટે વડા પુરીના કુંડાળા દેખાય છે  .અને હનુમાનજીની આરાધના  ..ઓહ માય ડીયર મહાકાળી માતા પણ ખુશ  .રાત્રે કાંસના વાટકા પાછળ તેલના દીવા ની વાટે પાડેલી મેશ આંજી સુવાનું ભૂલતા નહિ ઓકે !!!!
પછી મારી સ્ત્રી સખીઓ દિવાળીના મોડી સાંજ સુધી બ્યુટી પાર્લરમાં જઈ પછી તાજી માજી થશે  .ફેસીઅલ સાથે હેર ડાઈ કરી ફરી દેખાવમાંથી ઉમરના દસ વર્ષ ઘટાડી નાખવાની નાકામ કોશિશ કરશે  . …
અને નવા વર્ષના સાલ મુબારક દેવદર્શન પછી ઉભરાતાં ફરવાના સ્થળો ,હોટલો ,બંધ બઝારો અને લાભ પાંચમથી શરુ થઇ આવતી દિવાળી સુધીની નોનસ્ટોપ રેસ  …..!!!!
અમે તો દેવ કહેવાયીએ એટલે આવનાર દિવસોનો પણ જ્યોતિષની જેમ વર્તારો આપી દીધો  .હવે જોશ ખોટા કે સાચા એ તમે જુઓ રાઈટ  …
પણ બધે સ્ત્રીઓ ઓ કેન્દ્ર સ્થાને  .આ બધા કામ સ્ત્રીઓ કરે છે (સિવાય કે રજાના દિવસે કોઈ પુરુષને માળીયે ચડાવે !!!) ..અને બધા કામો પછી એવું પૂછો કે સ્ત્રીએ મઠીયા બનાવ્યા  ..પુરુષે શું કર્યું ??? ધંધો વ્યવસાય  ..પુરુષનો જવાબ તો સરખો જ આવશે અને સ્ત્રીના બદલાતા જ રહેશે  .એક જ કામ કરતા પુરુષો ને પ્રતાપે સ્ત્રીઓની બધી એક્ટીવીટી નિર્ભર છે એટલે બેઉનું મહત્વ મારે મન તો સરખું જ છે  !!! એટલે આ વિચાર અમને ઉપર થી જોતા આવ્યો  …
તો હવે જાઉં  .આ દિવાળી નામના સ્ત્રી સ્વરૂપને રોજ નવા નવા  રૂપે સજવાનો  સમય થઇ ગયો છે  ..આ ગ્રહણ નો વેધ તો છેક દેવ દિવાળીએ ભગવાન તુલસી સાથે પરણશે પછી ઉતરશે  ..આ દિવાળીનું સ્ત્રી સ્વરૂપ આપ સૌને રંગે ચંગે ઉજવણી કરવાની શુભકામના આપે છે  ..
વિશિંગ યુ ઓલ બ્રાઈટ ડેઝ અહેડ  ..બાય  ..સી યુ ઓન ફેસ બુક !!!!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s