જે સરળ છે એ સત્ય છે


“જે સરળ છે તે સત્ય છે …”

આ વાત જેટલી દેખાય છે એટલી સરળ નથી .એક સામાન્ય વ્યક્તિ માટે આનો સાર પામવો કદાચ અત્યંત મુશ્કેલ છે … કારણ કે આને સમજવા માટે
એક વ્યક્તિએ પોતાની જાત ને એક ઉંચાઈ સુધી લઇ જવાની હોય છે અને એ ઉંચાઈ સુધી પહોંચવા માટે એણે નિજનો ગર્વ ,અહમ ,વ્યક્તિત્વનો બાહ્ય આડંબર ,જ્ઞાન માટે નું અભિમાન આ બધાને છોડીને આ લિબાસ માંથી બહાર આવવું પડે છે .આ સત્ય એ એક છાયા જેવું છે જે બહુજન સમાજ માટે એક ભ્રમ અથવા એક પાગલ જેવો ખ્યાલ માત્ર હોઈ શકે છે, પણ જેને આ વસ્તુનો સાક્ષાત્કાર થઇ જાય છે એ વ્યક્તિ દરેક પીડા ,દરેક દર્દ ,દરેક દુઃખ ,દરેક ખુશી થી મુક્ત થઈને એક આનંદ ની અનુભૂતિ કરે છે અને આ અનુભૂતિ તે સ્વયંની અંદર અભિભૂત કરે છે .આ વ્યક્તિ એટલો ઉચ્ચતર કક્ષાએ પહોંચી જાય છે કે એને જે વ્યક્તિએ પણ ક્યારેક પીડા આપી હોય એ દરેક વ્યક્તિ પશ્ચાતાપ ની આગમાં સળગે છે અને એ વાતનો એકરાર પણ મોકળા મને કરે છે કારણ પરમતત્વ ને પામ્યાની આભા એ વ્યક્તિની આસપાસ ઉદ્ભવે છે અને એ વ્યક્તિ સામે એકરાર કરવામાં કદાચ ભય પણ નથી લાગતો પણ પોતાના અંતરમન નો ભાર હળવો થવાનો ભાસ થાય છે .અને ઉચ્ચતર કક્ષાએ પહોંચેલી વ્યક્તિ અત્યંત સરળતાથી સૌને માફ કરે દે છે .આપણે ભલે કહી દઈએ કે જા તને માફ કર્યો પણ ખરેખર આપણને એ વસ્તુ ક્યારેય ભૂલાતી નથી ,હૃદયમાં ડંખ તો રહે છે જ અને એ બાબત પછી અજાણ પણે પણ એ વ્યક્તિ સાથે આપણે સતર્ક રહીને વ્યવહાર કરીએ છીએ અત્યંત સભાનતા પૂર્વક …
એટલે જ કોઈને માફ કરી દેવું એ સામાન્ય માણસ માટે સરળ નથી હોતું .હૃદય પૂર્વક માફ કરનાર વ્યક્તિ બીજાની દરેક પીડા ને દર્દને વગર કહ્યે સમજી જાય છે …

એટલે જ કહેવાય છે જે સરળ છે એ સત્ય છે અને સત્ય કોઈને ન સમજાવાનું કારણ પણ એ જ છે કે એ સરળ છે ..
નવા વર્ષની નવી લાગણીઓ માં સરળતા શોધવાનો પ્રયત્ન કર્યો .મારા મોબાઈલ પર ફક્ત બે ફોન આવ્યા .બંધ પડેલા મોબાઈલ કરતા સ્વજનો વચ્ચે રહેવાનું સુખ અનેરું છે .એ સરળ છે પણ જો અહં વગર નું હોય તો .મોબાઈલમાં થતી વાતચીત હંમેશા મને ચેહરાને નકાબપોશ કરીને થતી વાત લાગે છે ..આની વાત ફરી ક્યારેક …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s