વિદ્રોહ ..


વિદ્રોહ ..માણસ ના મનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેતો એક ભાવ છે ક્યારેક એ દાનવ જેવો લાગે છે ક્યારેક દેવ જેવો .
પણ આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક વિદ્રોહ તો કરીએ જ છીએ .ક્યારેક સમાજ સાથે ક્યારેક કુટુંબ સાથે ક્યારેક પોતાની સાથે જ .પણ પોતાની સાથે વિદ્રોહ કરવા પોતાને સમજવું જરૂરી છે .
આજે સવારે દૂરદર્શન પર સરદાર પટેલ જયંતી નિમિત્તે ભારતના એ પનોતા પુત્રને આટલા મોટા પ્રમાણમાં મહત્વ મળ્યું જોયું ..દિલ્હી ખાતે રન ફોર યુનિટી જોયું .ત્યારે હમેશા બુલેટપ્રૂફ કાર માંથી ચડતા અને ઉતરતા આપણા અત્યાર સુધીના શાસકો થી વિપરીત પગે ચાલીને લોકો સાથે જોડાયેલા આપણા આદરણીય પ્રધાનમંત્રીને જોયા .કદાચ ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે હતી પણ તોય બધા સાથે બધા વચ્ચે કામ કરવું જાતે એ જ મોટો સંદેશ . મારું કર્મ એ જ મારો સંદેશ .પહેલા સડક પર ઝાડું લગાવ્યું અને દેશના ઘણા બધા સેલીબ્રીટી એમનું અનુસરણ કરવા લાગ્યા .એક નાનકડા પણ અહમ કાર્યને કેવી રીતે લોકો સુધી પહોંચાડવું એની સૌપ્રથમ વાર એક શાસક પાસે થી શીખવા મળ્યું .પોતાનો રૂમ સાફ રાખો અને પછી ઘર ,સોસાઈટી ,વિસ્તાર ,શહેર ,જીલ્લો ,રાજ્ય અને દેશ .કામ એટલું ક્યાં અઘરું છે ???બસ દરેક વ્યક્તિ પોત પોતાની રીતે કરી નાખે અને એ પણ સમજી ને કરે તો ય ઘણું .આ વ્યક્તિએ મોટી મોટી વાતો કરવા કરતા નાની નાની વાતો તરફ ધ્યાન ખેંચ્યું છે .
સરદાર પટેલના વ્યક્તિત્વને સમજાવવા માટે હવે શરૂઆત થઇ છે . નરેન્દ્રભાઈ મોદીએ એક ચીલો જે ચાલતો આવ્યો છે એની સાથે વિદ્રોહ કર્યો છે .ચુંટણી સભામાં પ્રવચન કરતા ત્યારે જે બોલેલા એ એમને યાદ છે .એ માત્ર ગુજરાતના નથી રહ્યા પણ સમગ્ર દેશના થઇ ગયા છે એ લાગવા માંડ્યું છે .તમે કોઈ પણ ચેનલ ના ચાહક હો પણ દૂરદર્શન એક દિવસ જોજો ,એમાં આવતી બધી નવી સરકારી જાહેરાતો પણ જોજો .આ બધું જોઉં છું ત્યારે મને શરમ આવે છે અને એ પણ એટલે કે આપણે જરૂરી નાની નાની બાબતો સમજ્યા વગર જીવનમાં ઉતાર્યા વગર મોટી મોટી વાતોની ફક્ત શાબ્દિક દુનિયા માં વધામણા ખાતા ફરીએ છીએ .
મળ ,જળ અને સ્થળ .એની સફાઈ ની પરવાહ કરીએ તો રોગચાળો દુર ભાગે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે .હજી ગયા અઠવાડિયે શ્રી મુકેશ અંબાણી ના ફાઉંડેશન માં એમનું પ્રવચન મનનીય હતું .એમણે જણાવેલું કે માત્ર સ્વચ્છ પાણી અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક થી જ દવાખાના ની જરૂરિયાત ઓછી થઇ જાય છે .સ્વસ્થ સમાજ બને છે .યુરોપના દેશમાં કોઈ પણ નિદાનના સાધનો નહોતા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પણ નહોતી ત્યારે માત્ર પાણી અને ખોરાક થી આ શક્ય બનેલું .પ્રિવેન્ટીવ હેલ્થ નો નવો કન્સેપ્ટ આપ્યો જે આપણા માટે ઉદાહરણીય છે .આ બધું બોલવા કેટલું જાણવું અને સમજવું જરૂરી છે !!! આ માત્ર વાતો નથી પણ હકીકતોનું નિર્દેશન છે .એક હોસ્પિટલ ના ઉદઘાટન વખતે એની જરૂર ના રહે એવો સંદેશ ખરેખર મનને સ્પર્શી ગયો …
ચાલો આપણે બધા આપણી જાત સાથે વિદ્રોહ કરીને પરંપરા તોડીને આપણે પોતાની જાતની માવજત કરતા શીખીએ તો …!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s