કમ્ફર્ટ ઝોન …


કમ્ફર્ટ ઝોન … નવી પેઢીની નવી જગ્યા છે ..એક આગવો ખૂણો જ્યાં વ્યક્તિ પોતાની જાતને એકદમ નિરાંતવી અનુભવી શકે છે .ગઈકાલે જ નવનીત સમર્પણ મેગેઝીનમાં શ્રી પ્રવીણસિંહ ચાવડા ની એક નવલિકા વાંચી “હવામાં લટકતી સ્ત્રી “.
નાનો ભાઈ બાપીકું ઘર વેચી નાખે છે બહેનની જાણ બહાર થોડા પૈસા માટે .એક જીર્ણ થઇ રહેલું ઘર એની કીમત ઘટી જાય એ પહેલા વેચી દેવું છે .ઈંટ સિમેન્ટનું ચણતર અને ઘર વચ્ચેનો સરસ તફાવત .બેન ખુબ દુઃખી થાય છે એ જાણ્યા પછી અને નવા માલિક ને ત્યાં જાય છે .એમની પત્ની સરળ અને સમજુ છે .બેન જઈને કહે છે કે આ મારું પિયર છે .અહીં મારી બધી યાદો છે .બસ મારે ફરીને આ ઘર જોવું છે .થોડું બદલાયું છે પણ એ બેન ફરે છે ઘરમાં .બે માળ સુધી ફેરફાર થયો છે .ત્રીજા માળે અંધારું છે .આ માળ વપરાશમાં નથી .અગાસી તરફનું બારણું ખોલે છે અને ઓરડા માં પ્રકાશ પથરાય છે .બેનના જીવનનો ઘણો સમય અહીં જ વ્યતીત થયેલો છે .એને અહીં પોતાનું બે ચોટલા અને ફ્રોક વાળું રૂપ ,ભણતી હોય અને બધા ક્રિયાકલાપો યાદ આવે છે .મનોમન એ નવા માલિકનો આભાર માને છે કે અહીં એનું પિયર અકબંધ છે .પછી તો ઘણીવાર એ અહીં આવે અને ત્રીજા માળે જઈને પોતાની જાત સાથે સમય ગાળે .પણ એક દિવસ એ ઘર નથી રહેતું .વિકાસના પગલે એ સડક ની બેઉ બાજુ ના ઘરો તોડી પડાય છે .એ દર્દ ક્યાં પહોંચ્યું હશે ??એનું છેલ્લું વાક્ય કહે છે કે બધું હોવું જોઈએ ત્યાં માત્ર હવા હતી ..
આ વાર્તા જયારે પૂરી થઇ ત્યારે મારી આંખમાંથી સડસડાટ આંસુ વહેતા હતા .
ખબર નહિ કે લેખક ની આ કલ્પના હશે કે કોઈ નાનકડી હકીકત પરથી કથાનક વણ્યું હશે ??પણ આ બધી ક્ષણો હું જીવી છું . લગ્ન બાદ ઘણા વર્ષે હું મારા પિયરમાં જ્યાં હું નાને થી મોટી થઇ ત્યાં ગયી .વડોદરા ની ઓ એન જી સી કોલોની .પપ્પા મમ્મી બીજે રહેવા જતા રહેલા એટલે જવાનું બંધ થઇ ગયેલું એ જગ્યા એ .મારા પતિ દેવ સાથે ગઈ .મારા જુના ઘર પાસે જઈને ઉભી રહેલી ત્યારે મને બધા પડોસીઓ ,બાલસખા બધું જ દેખાતું હતું .હું દીવાલ કુદી ઘરમાં જતી એ પણ .અને એ ઘર તો બંધ હતું પણ જાળી ખુલ્લી હતી બારીની .હું ત્યાં જઈને ડોકિયું કરી જોવા માંડી ત્યારે પલંગ પર હું વાંચતી હતી .એ દરેક વસ્તુ રાચરચીલું .મારી સંતાકુકડી ની જગ્યાઓ .છેલ્લે ઘરમાં રોપેલો આંબો હવે તો બે માળ થી ઉપર હતો .એ ટાંકી જેના પાણી થી અમે કામ કરતા .એક યુગ જીવી ગયેલો થોડી મીનીટો માં …અમે આગળ ગયા ત્યારે એક બગીચો જ્યાં પ્રોજેક્ટર પર ફિલ્મ જોતા .એ હિંચકા વાળો બાગ જ્યાં લસર પટ્ટી પર પકડદાવ રમતા .અમારો સ્ટ્રીટ ડોગ રાજા . શોપિંગ સેન્ટર કશો સમાન લેવા જવો હોય ત્યારે મેંદીની વાડ પર મારેલા ઠેકડા .સાયકલ પર સડસડાટ મારેલા ચક્કરો . સાથે શેરી ગરબા અને ગોરમા ના વ્રત માં જાગરણ કરતા એ ગલી .બસ પકડવાનું સ્ટેન્ડ બધું જીવતું હતું .
એ વાર્તા ની જેમ જ લોકો લોન પર પોતાના ઘર લેવા માંડ્યા એટલે કોલોની ઉજ્જડ અને વેરાન થઇ ગયી .પછી એક દિવસ પપ્પાએ કહેલું કે કોલોની તોડી પાડી છે ..ત્યારે મોં માંથી નીકળી ગયું :આપણું ઘર ?? પપ્પા કહે ના ત્યાં હજી કોઈક કોઈક ઘરમાં લોકો રહે છે એટલે સલામત છે .આ પછી ફરી ત્યાં ગઈ .પતિ દેવ સાથે …ત્યારે બાઈક પરથી રીઅર વ્યુ ગ્લાસ થી પતિ મને જોતા હતા .અને એ ખંડેરો ના ઢગલા જોઈ હું સરેઆમ રડી રહી હતી .એ કશું ના બોલ્યા ..બસ છેલ્લે ઘેર આવીને હું બોલી :આજે મારું આખે આખા બાળપણ ની કબર જોઈ મેં ..દટાઈ ગઈ મારી પગલીઓ ત્યાં .મારી તમામ નિશાનીઓ જે મેં મન ભરીને માણેલી ..
મને એ વાર્તામાં હવામાં લટકતી સ્ત્રી માં મારી પોતાની છબી દેખાઈ .
હા હવે આવતી પોસ્ટમાં આ કમ્ફર્ટ ઝોન વિષે કહીશ કશું …બાળપણ ની યાદ એ ખુશ રહેવાનો કમ્ફર્ટ ઝોન તો છે !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s