કમ્ફર્ટ ઝોન (2)


કમ્ફર્ટ ઝોન (2)
આપણને સગવડ ભર્યું લાગતું હોય હળવાશ લાગે અને મનમાં આનંદની અનુભૂતિનો આવિર્ભાવ જાગે એ આપણો કમ્ફર્ટ ઝોન ….ચાલો આપણે ઘરથી શરૂઆત કરીએ .એક ખૂણો ઘરનો જ્યાં જવું તમને ગમે .તમે નવરા થાઓ એટલે એ જગ્યાએ જઈને બેસો .ટી વી જોવાની એક જગ્યા . રેડીઓ પર કે મોબાઈલ પર ગીતો સાંભળવા ની એક જગ્યા .તમારું મનપસંદ રેડીઓ સ્ટેશન કે પ્લે લીસ્ટમાંથી પેલું એક ગીત ..તમારી મનપસંદ ચેનલ …..
આ બધું એક લીસ્ટ છે જે તમને ગમે છે પણ છેલ્લે તમે ક્યારે આ બધું કે આમાંનું કશું પણ કર્યું હોય અને હા આ બધા માટે એક ખાસ સમય પણ હોય !!! ઉદાહરણ તરીકે વિવિધ ભરતી પર સાંજે દસ વાગ્યે શરુ થતા જુના ગીતો લાઈટો બંધ કરીને હીંચકા પર બેસીને હળવે પગ ના ઠેકે ધીમો હિંચકો ખાતા ખાતા સાંભળવા ..
પહેલા તો આજના જમાનામાં પોતાના વિષે આટલું વિચારવાનો સમય કાઢવો જ મુશ્કેલ છે ..આની જરૂર વયસ્કો માટે કરતા ભાગતી રહેતી રેસ્ટલેસ જુવાનીને વધારે છે .એમણે પોતાના ગણ્યા ગાંઠ્યા ઉપાયો શોધી લીધા છે . એ પણ વાતો કરતા કરતા કોઈએ અજમાવેલા વધારે હોઈ શકે .વિક એન્ડ માં કશે લોંગ ડ્રાઈવ પર જવું કોઈ સ્થળે ફરી આવવું એ જ એમનો કમ્ફર્ટ ઝોન .કુંવારા હોય તો દોસ્તો સાથે અને પરણેલા હોય તો કુટુંબ સાથે નીકળી જવું .અહીં સર્વસંમતિ હોવી બહુ જરૂરી છે .પોતાની મરજી પ્રમાણે ના હોય બહુમતી નું રાજ હોય !!!! અહીં પોતાના વ્યક્તિગત કમ્ફર્ટ ઝોનની વાત છે અને એ એક કુટુંબ ના દરેક સભ્યોનો જુદો જુદો હોઈ શકે અને આ સ્વતંત્રતા આપવી એ પણ એક બહુ મોટું કામ છે ..કુટુંબના ચાર સભ્યો હોય પણ બે ને એક ફિલ્મ જોવી હોય ત્રીજાને બગીચામાં ચાલવા જવું હોય અને ચોથાને પલંગ પર ચાદર ઓઢીને સુઈ જવું હોય એ પણ એક ચોક્કસ ટાઈમ ઝોનમાં …થશે નહિ થાય ..પણ એક વાર કરી જુઓ ..જેને જેમ કરવું હોય તેમ એક વાર કરી લેવા દો …એક તનાવગ્રસ્ત જીવન માં જો આટલી નાનકડી આઝાદી પણ મળશે તો એ તમારો ઉત્સાહ તમારો ભીતરી આનંદ વધારી દેશે અને એ તમને અંદર થી શક્તિ આપશે .અને આ વસ્તુ પુરા મનથી કરો અને કરવા દો .આવું બે ત્રણ વાર થશે પછી બધી વ્યક્તિ પોતાનું છોડી તમારી સાથે પણ આવવા પ્રેરાશે .અને આ નવો ” રિવાજ “કુટુંબીના મોભી એ શરુ કરવો જોઈએ .આપણે બીજાની ઈચ્છાને માન આપીશું તો આપણી ઈચ્છાને પણ માન મળશે અને એ માટે ધીરજ જોઈએ ઈમોશનલ બ્લેક મૈલિંગ નહિ કે પેલા વખતે મેં તારું કહેલું ના કર્યું તો હવે તારો વારો એમ નહિ કરવાનું …
આપણી ભીતરની ઉર્જાને જગાડવા આવી પોતીકી ક્ષણો ખુબ જરૂરી છે .એ આપણા ભીતરને હળવું ફૂલ બનાવે છે .આ વસ્તુ વ્યક્તિ વ્યક્તિએ જુદું હોઈ શકે છે .અને એને પરાણે લાદી નથી શકાતું .કોઈના હાથમાં ખીલખીલાટ હસતા બાળક ને જોઈ તમને પણ સ્મિત આવી જાય તો એ ક્ષણ પણ આવી જ કહેવાય .એમના આવવાની રાહ ના જોવાય .બસ તમને શોધતા અને મળે તો પારખતા આવવું જોઈએ બસ એટલું કાફી છે .
મારો એક અનુભવ જણાવીશ : હમણાં હમણાં મારી દીકરીના ફોનમાં કેન્ડી ક્રશ નો જે બહુ ક્રેઝ છે તે રમવાનો પ્રયોગ કર્યો .શરૂઆતમાં ગમ્યું .લેવલ અઘરા થવા માંડ્યા ,પછી તો જેવો થોડો સમય મળે તો કામ છોડીને રમવાનું શરુ કર્યું .આ વખતે સભાન હતી અને અનુભવ્યું કે આ નશો છે અને વ્યસન છે .માત્ર દારુ સિગરેટ જ નહિ પણ આપણા કામના કિંમતી સમયને વેડફી નાખતી આવી ગેમ હવે તો મોબાઈલમાં હાથવગી થઇ છે તેનું વ્યસન પણ લોકોને લાગી ગયું છે .આ મોબાઈલ અને તેની નેટ વર્કિંગ સાઈટ્સ તમને ક્યાં લઇ જાય છે એની સભાનતા જરૂરી છે તેનો વિવેક બુદ્ધિ થી ઉપયોગ પણ જરૂરી છે . એનો ઉપયોગ કરી જુના મિત્રો ભલે વર્ષે પણ એક વાર ભેગા મળીને સમય પસાર કરવાનો કાર્યક્રમ કરે એ પણ જરૂરી છે .
ચાલો મનની બારી ઉઘાડીએ .
પેલા સુતેલા સપનાને જગાડીએ .
આ મશીની જિંદગીમાં જીવતા જીવતા
થોડી જીવંતતા ને નીખારીએ !!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s