મમ્મી ,હું જાઉં છું સ્કુલે ..


મમ્મી ,હું જાઉં છું સ્કુલે ..પોણા દસ ની આસપાસ મમ્મીને ટાટા કહીને સ્કુલ તરફ શરુ થતી યાત્રા સાંજે છ વાગ્યે પૂરી થતી .ચાર પાંચ ધોરણ સુધી તો સાયકલ રીક્ષા બંધાવતા મમ્મી પપ્પા પછી તો સીટી બસ માં ત્રિમાસિક કન્સેશનલ બસ પાસ કઢાવી આપે .અત્યારે દસમાં ધોરણમાં સ્કુટી કે બાઈક અપાવે એ ચલણ છે ને એમ જ .અમારી ફેશન હતી .બસમાં દોસ્તની જગ્યા રોકવી અને બસ ભરેલી હોય તો ઉભા ઉભા જવું .કોઈ વાર બે બસ બદલીને પણ જવું પડે અને કોઈ વાર અર્ધું ચાલીને પણ .ચોમાસા માં તો બહુ મજા આવે વરસાદ ચાલુ હોય ત્યારે આ યાત્રા માં .બસ ઉભી ના રહે તો પલળતા જવાની કેવી મજા પડતી .છપાક છઈ કરેલી છે .પેટ્રોલ ના ટીપા ભીના રસ્તા પર પડે ત્યારે તો મેઘધનુષ કાળા ડામરના રસ્તા પર રચાઈ જાય .રસ્તાને છેડે ઉગેલા ઘાસમાં દેડકા રાગ ચોમાસુ છેડે અને એની સરગમ હહાહાહાહા …મોં ફુલાવીને ગાયા જ કરે ..કોઈ વાર સીટી બસમાં કોઈ ફરજપરસ્ત કંડકટર પાસ પંચ કરી દે અને અર્ધી યાત્રા તો બાકી હોય .ત્યારે રોજના ઓળખીતા કંડકટર ,ભલા અને પાસ પંચ કે ચેક ના કરતા કંડકટર ની બસ સુધી રાહ જોવી પડે …
અને સૌથી રસપ્રદ ભાગ તો હવે શરૂ થાય બાકી .સોસાયટી પાસે બસ ના મળી -ચાર માંથી એક પણ નહિ બધી ભરેલી અને એક આવી નહિ .તો અર્ધો કિલોમીટર ચાલીને બરોડા ડેરી બસ પકડવા પદયાત્રા શરુ થાય .ત્યાં પણ બસ સ્ટેન્ડ પહેલા કે પછી ઉભી રહે તો દોડવું અને ચડીએ એ પહેલા બસનું ઉપડી જવું .ઘડિયાળ પહેરવાનો રીવાજ ક્યાં હતો ?? મોબાઈલ અરે સપનું પણ નહોતું આવ્યું હજી એને શોધનારને પણ ..અને પછી કોઈ ઘડિયાળ પહેરેલા કાકાને સમય પૂછવાનો ..કહે સાડા અગિયાર થયા એટલે આપણી દસેક છોકરા છોકરીઓનું ટોળું ચાલવાનું શરુ કરે બીજા ત્રણ કિલોમીટરની પદયાત્રા ….. રસ્તામાં ત્રણ સોરી ચાર થીયેટર આવે એટલે બદલાયેલા પોસ્ટરો અને આવનારી ફિલ્મનું એક પોસ્ટર .લાગેલી ફિલ્મ જો કોઈએ જોઈ લીધી હોય તો તેની આખી સ્ટોરી સાંભળવાની .અલકમલકની વાતો અને વસ્તુઓ જોવાની અને સ્કુલે પહોંચવાનું !!! આમતો સમયની ગણતરી કરેલી હોય કે એ સમયે પ્રાર્થનાસભા પૂરી વર્ગખંડમાં પહોંચી ગયા હશે .અને એ ગણતરી મુજબ મેદાનમાં મોડા પડ્યે દોડવાની સજા માંથી મુક્તિની આગોતરી જામીન લઇ લઈએ .પણ ગણતરી ખોટી પડે અને સભા લંબાઈ જાય તો બહાર ઉભા રહીને દોડી પણ લઈએ .પણ મજા પડે ક્યારેક ક્યારેક એ એડવેન્ચર કરી લેવાની મજા આજે હસાવી જાય છે ..હા એ સુવર્ણ શાળા દરમ્યાન નું બાળપણ નો ફ્લેશબેક અને સુધારીને કહું તો મારા બાળપણનો .અહીં ક્યાંય થાક નહોતો ,અહીં ઘેરથી નીકળ્યા પછી માં બાપને ખબર પણ ના હોય કે અમે કેવી રીતે પહોંચ્યા .ઘેર જઈને કોઈફરિયાદ નહિ .ઘેર સાયકલ પણ નહિ એટલે કોઈ મુકવા આવે પણ નહિ .સાચુકલું બાળપણ આજે બાળ દિને યાદ આવી ગયું ..પાસે રહેતા વિદ્યાર્થીઓ ચાલતા આવે અને પૈસાદાર હા પૈસાદાર હોય એ સાયકલ પર …
આજે જોઉં તો વાન રીક્ષા કે માં બાપ જાતે મુકવા આવે .નજીક રહીએ તો સાયકલ એ પણ કદાચ છઠ્ઠા ધોરણ સુધી જ હશે (પછી તો સ્કુટી ) .અને બાળકો બિલકુલ સુંવાળા .આ યાત્રામાં દુનિયાને સ્પર્શ્યા અને પોતાના દ્રષ્ટિકોણ થી જોઈ .એ અનુભવોથી ઘડાયેલું બાળપણ આ ઉમરે હતાશા ને નિરાશામાંથી જલ્દી પસાર થઈને સ્વસ્થ જીવન જીવે છે .કેમકે પોતાની સમસ્યાના ઉકેલ પોતાની રીતે શોધતા નાનપણ થી આવડે .અને એમાં બાળપણની જીજ્ઞાસા થી જીવતા માર્ગ નો થાક પણ નહિ .જીવન માટે કોઈ ફરિયાદ નહિ .
ચાવીને વાળેલા કોળિયા ચમચીમાં ભરીને મોં માં આપવાની ટેવ બાળપણ ને ના પાડો .બીજાના નકશા પર પોતાનું જીવન ઘડવાની લલક હતાશને આમંત્રણ છે . સાથે ચાલવાની ટેવ પાડો એને .પણ રીક્ષામાં પોતાની સીટ રીઝર્વ રાખવાની જિદ્દ મોટા થઈને લોકસમુદાય માં અસ્તિત્વને વિખેરી નાખે છે .લોકો ને સમજવા માટે લોકોમાં રહી ચાલવું પડે બકા ..એમાં પોતાનો રસ્તો કરવો પડે .પોતાની સ્કુટી પર ફરતા હોઈએ અને એક દિવસ કદાચ સ્કુટી ના હોય તો વિકલ્પ નો અભાવ પોતાના શહેરમાં અજનબી બનાવી દે છે ..સ્કુલ સાથે જીવનની પણ કેળવણી આપવાના જીવન સંગીતના ડ્યુએટ ને સંગીતબદ્ધ કરવાનો સમય નજીક આવતો જાય છે .અને એ જમાનો આવશે ત્યારે ડોકટરો આ બધું પ્રીસ્ક્રાઈબ કરી આપશે સાજા થવાની દવા તરીકે …
હેપ્પી બાળપણ .હજી તો તું મારા માં જીવે છે .કેમ કે હજી હું રિસાઉં છું ,જિદ્દ કરું છું ,રમું છું ,પાણીમાં છબછબીયા કપડા ધોતી વખતે .અને ચોકડીમાં આવતી પેલી ચકલીઓ ને પણ ઓળખું છું …

Advertisements

2 thoughts on “મમ્મી ,હું જાઉં છું સ્કુલે ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s