નાદ ભેદ ….


નાદ ભેદ ….
આ વિષે વાત કરવી છે આજે .એ દૂરદર્શન પર તાજેતરમાં રવિવારે પૂર્ણ થયેલો એક શાસ્ત્રીય સંગીતની હરીફાઈના શો ની વાત છે .દરેક દૂરદર્શન કેન્દ્ર પરથી નાના મોટા ગામ અને શહેરો માંથી ઓડીશન થઈને છેલ્લે કેટલાક મહિનાઓ થી રાષ્ટ્રીય કક્ષાએ એના રાઉન્ડ ચાલતા હતા .આપણા બધા માટે મોટા મોટા સંગીતના મહારથી ના નામ એટલે શાસ્ત્રીય સંગીત પણ અહીં ઉગીને ઉભી થતી પેઢીના નવલોહિયા યુવાનો તેમની પ્રતિભા શાસ્ત્રીય સંગીતના મહા દિગ્ગજો સામે દર્શાવતા હતા . પંડિત હરિપ્રસાદ ચોરસિયા ,શિવકુમાર શર્મા ,પરવીન સુલતાના એટલા મારી માટે જાણીતા નામ હતા પણ દક્ષીણ ભારતના વાયોલીન વાદક અને બીજા તજજ્ઞો આમાં જજ હતા .આવું સુંદર આયોજન કરનાર સ્પીક મેકે નામની સંસ્થા અને એના સંસ્થાપક પણ જજ તરીકે .શરૂઆત માં તો વિકલ્પ ના અભાવે ( મારે ત્યાં વર્ષોથી ચેનલ નથી ) અમે જોવાનું શરુ કર્યું .
એમાં મુખ્ય આકર્ષણ શબાના આઝ્મીજીની પ્રસ્તુતિ .પણ ધીરે ધીરે એ કાર્યક્રમનું અમને વ્યસન થઇ ગયું .નાની નાની ઉંમરે ગાયન અને વાદન માં પોતાની પ્રતિભા ને રજુ કરતા કલાકારોનું તેમની કળા પર પ્રભુત્વ જોઇને ગર્વ થયો કે આજના જમાના માં પણ અણીશુધ્ધ સંગીત એની નવી પેઢી લઈને આવી રહ્યું છે .
સાચું કહું તો મને ના ગાયન માં સમજ પડે ના વાદન માં પણ એના સુર લય તાલ સાથે આપણા હાથ તાલ આપે અને ડોકું ડોલવા માંડે એ એની અસરનું ઊંડાણ .આપણે એમાં ગુલતાન થઇ જઈએ .એમાં એ જોયા પછી જે સમજ પડી તે પ્રમાણે કર્ણાટકી અને હિન્દુસ્તાની ક્લાસિકલ એમ બે વિભાગ હતા અને એમાં પણ ગાયન અને વાદન બે પેટા વિભાગ .
આ વસ્તુમાં જે અનુભવ્યું એ વાત કરવી છે કે એ કાર્યક્રમ એક કલાક ચાલતો ત્યારે મન એકદમ શાંત થઇ જતું .મન અને ઘર વાતાવરણ બધું જ શાંત .જાણે થાક શમી જતો .એક સમાધિ જેવી અવસ્થા .એમાં જે સર્વશ્રેષ્ઠ હતા તેમને માટે ત્રણ થી પાંચ લાખ સુધી ઇનામ વિતરણ પણ થયું . આપણે જયારે અશાંત હોઈએ ત્યારે આપણા મોબાઈલ કે આઈપોડ માં એક ફાઈલ આવી પણ રાખી હોય અને એ સાંભળીયે તો એની અસર તરત જોવા મળે એ વિશ્વાસ છે .આપણે આપણી જાતની અંદર તરફ નજર કરતા હોઈએ એમ આંખો બંધ થઇ જાય અને એ સંગીત આપણા મનને શાંત કરતુ જાય .

એમાં ઉત્તર ભારતમાંથી એક કલાકાર આવેલો .એનું નામ સુલેમાન .એ બાંસુરી વગાડે ત્યારે સામે તમામ જજ અને શબાના આઝામીજી પણ અભિભૂત થઇ જાય .દરેક ના ચેહરા પર એક સાચુકલું સ્મિત આવી જાય .અને મને તો કલ્પના પણ થઇ જાય કે શ્રી કૃષ્ણ ની વાંસળી માં કદાચ આવી જ મોહિની હશે …એ પોતાના વિભાગમાં તો સર્વશ્રેષ્ઠ બન્યો પણ મહા મુકાબલા માં પણ પ્રથમ વિજેતા બન્યો .એના માટે પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી એ કહ્યું કે તારો જન્મ જ બાંસુરી વાદન માટે થયો છે અને તું જે બારીકી થી દરેક ચરણને વગાડે છે એ મહારત હાસલ કરતા મને પણ વર્ષો વીતી ગયેલા .એ કલાકાર ની ઉંમર હતી માત્ર 11 વર્ષ .હા માત્ર 11 વર્ષ જ .એવો જ એક છોકરો તેર વર્ષનો હતો અને એ તબલા વાદન નિપુણતા થી કરીને વિભાગમાં ઇનામ મેળવી ગયો .
આ વાત કરવાનું કારણ એક એ છે કે સંગીત હવે માત્ર મનોરંજન નું સાધન નથી પણ એનો હવે એક થેરાપી તરીકે પણ મેડીકલ ક્ષેત્રે સ્વીકાર થવા માંડ્યો છે .આજના હાઈટેક અને તીવ્ર ગતિએ દોડતા યુગ માં જયારે મનોરોગો વધી રહ્યા છે ત્યારે આપણી આવનાર પેઢી ને ઘેંટા ના ટોળામાં દોડતી પ્રવૃત્તિ કરાવવાને બદલે આવા ક્ષેત્રે જવાની પ્રેરણા મળે તો ભલે નામના થાય કે નાં થાય પણ મનની આંતરિક શાંતિ એનું જીવન ખુબ સરળ બનાવી શકે અને એ સ્ટ્રેસ નો શિકાર ના બને .ટી વી ચેનલો જો આની હરીફાઈ શરુ કરે તો ઘેટાના ટોળા જેવી બની ગયેલી આપણી વિચારસરણીમાં આપણે આ આવનાર પેઢીને શીખવીએ તો ભારતીય કળા અને સંસ્કૃતિના જતન સાથે એમના માનસિક આરોગ્ય નું પણ જતન જરૂર થશે .સાઈડ ઈફેક્ટ સંગીતની .

Advertisements

2 thoughts on “નાદ ભેદ ….

  1. હું શાસ્ત્રીય સંગીતનો જ્ઞાતા નથી પણ નાનપણથી જ માણતો આવ્યો છું. કમનસીબે મારી પાસે એવી ચેનલો નથી કે હું લાઈવ શો માણી શકું. (હું ઈન્ડિયામાં નથી) યુ ટ્યુબ પર સંગીત માણું છું. અને ગમતું સંગીત મારા બ્લોગમાં પણ મુકું છું. સરસ લેખ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s