અમથી અમથી જિંદગી


ભીતર લખાતું પુસ્તક એક …હા અનુભવે છે હિતાક્ષી રોજ .સવારે સ્વપ્ન નો પાલવ ઝાટકીને છોડાવી દેતું મોબાઈલનું એલાર્મ એક નવું પાનું ખોલીને બેસી જાય છે ચુપચાપ .જાદુઈ પુસ્તક છે આ .અહીં નથી કાગળ કે નથી કોઈ કલમ ..જાણે આકાશ પર આંગળીઓ બસ કંઈ ચીતરતી જાય છે .હિતાક્ષી તો બસ એના રોજીન્દી રોજનીશી જીવવામાં વ્યસ્ત છે પણ આ પુસ્તકની એક આંખ એનો અવિરત પીછો કરતી રહે છે જાણે એક વિડીઓ કેમેરા એની પળેપળ અદ્રશ્ય કેમેરા માં કેદ કરતો જાય છે .બસ વર્ષો વહી રહ્યા છે આમ જ દોડતા કે રોકાતા બસ છાનામાના કે સરેઆમ બુમો પાડતા .
ક્યારેક ભીડ ક્યારેક એકાંત .ક્યારેક અસહ્ય બનતી ભીડ ક્યારેક અસહ્ય બનતું એકાંત . બસ એક સવારથી એક સાંજનો વાયદો અને એમની વચ્ચે જીવાતી એક જિંદગીનું નામ જ તો હિતાક્ષી .
પહેલા સમય પાછળ ભાગતી હતી અને હવે સમય એની પાછળ ભાગે છે ,એનો રસ્તો રોકી ઉભો રહી જાય છે .બસ એની આસપાસ મંડરાયા કરે છે .ક્યારેક હિતાક્ષીને સમયની આંગળી ઝાલીને ચાલવું ગમે છે અને ક્યારેક તો નિતાંત એકાંત આપવા સમયને એ ગુજારીશ કરે છે . સમય ક્યારેક માની જાય છે અને ક્યારેક એના ખોળામાં સંતાઈને એને ગલી પચી કરે છે।
હિતાક્ષી એક આલ્બમ લઈને બેઠી છે .એની જિંદગી સતત બદલાઈ છે અને એનો દેખાવ પણ નથી બદલાયો એનો અભિગમ . એની આંખો હંમેશા કશુંક તલાશ કરે છે .એના સંબંધો માં એના આસપાસના જગત માં .
આલ્બમના પાના તો ખૂટી જાય છે .એમાં તો રેન્ડમલી લીધેલી ક્ષણો જ છે .એની આજુ બાજુ પણ કશુંક હતું .હા ..પેલું અગત્યનું તો બધું જ એના મનમાં કંડારેલું છે .પણ સાવ વાહિયાત હોય કશા કામનું ના હોય બસ એમ જ જીવાયેલું હોય એવું તો ખોબલે ખોબલે વીણેલું છે એ બધું ક્યાં ??
હિતાક્ષી એ બધાને શોધે છે કેમ કે એ બધું હતું ત્યારે એના જીવનમાં કશું પણ નહોતું પણ એ પૂર્ણપણે પોતાની દુનિયામાં એનું સાયુજ્ય હતું જેમાં કોઈનો હસ્તક્ષેપ જ નહોતો . હવે એનો ખરો ખપ છે એને .
જેટલા લોકોના જીવનનું એ કેન્દ્રબિંદુ હતી હવે એમની જિંદગીના કેન્દ્ર બિંદુ બદલાઈ ગયા છે .થોડા દિવસ અસહ્ય લાગ્યું એને .પણ પછી એને લાગ્યું કે આ બધા વગર પણ એની જિંદગી તો હતી જ ને !!!
એક દિવસ અચાનક મનના પુસ્તકાલય માં પડેલું એક માત્ર પુસ્તક એને મળ્યું જેમાં એની જિંદગી ની ફિલ્મની તમામ પળો હતી .
હિતાક્ષી એક સવારે એકલી એકલી કશે ચાલી નીકળી .કોઈ હેતુ વગર .એક કચરાપેટી પાસે કાગળમાં વીંટળાયેલું કશું ક મળ્યું .એક બાળક હતું .પહેલા તો વિચાર્યું લાવ આને ઘેર લઇ જાઉં .પણ પછી એના પગ પાસે ના બાલાશ્રય તરફ વળ્યા .ત્યાં એ કેટલાય અનાથ બાળકો ની માં બની શકે એમ હતી .હવે જલ્દી ઊંઘ આવી જાય છે અને વગર એલાર્મ વાગ્યે ઉઠી પણ જવાય છે .
બસ આવી જ એની પેલી અમથી અમથી જિંદગી એમ જ લખાતી અને હવે વંચાતી પણ ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s