એક માં ..


DSCN0851 copyઆ વાત આ વર્ષના મે મહિના ની છે ( મારો બ્લોગ કોમા માં હતો ને !!! એટલે વાત ના કરી શકી ) . મારા રસોડાની બાલ્કનીમાં તુલસીના છોડનું કુંડુ મુકેલું છે .અને પાસે એક લોખંડની કડાઈ મુકેલી .તેમાં કબુતર માળો બનાવવાની કોશિશ કરતા હતા .હું સળીઓ ફેંકી દેતી .પણ એક દિવસ આખો દિવસ ઘર બહાર જવાનું થઇ ગયું .અને બીજી સવારે જોયું તો બે ઈંડા મૂકી દીધેલા .કબુતરી ઈંડા સેવવા માંડી .પછી મેં એને ના હઠાવી .
પણ મેં કુદરતનું એક મારે માટે તો નવું જ એવું રૂપ જોયું .કબુતરી ઈંડા પર આખો દિવસ બેસી રહેતી .બસ બપોરે જરાક વાર કશે જઈને ચણી આવતી હશે .એ સમયે એક કબુતર એના રિલીવર તરીકે બેસી જાય .આંખોમાં થોડો ફર્ક નોંધેલો એટલે ખબર પડી .એ દિવસો માં બે દિવસ કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું પણ એ કબુતરી અડીખમ .જરાય હાલે નહિ .હું આવા વખતે એની ભાળ કાઢી લઉં .મેં અનાજના દાણા અને વાટકીમાં પાણી મુકવું શરુ કર્યું .એ ખાય ના ખાય બીજું કબુતર આવીને ખાય ઢોળે .એ જ ચોકડીમાં હું વાસણ માંજવા અને કપડા ધોવા બેસું (બધું કામ જાતે જ કરું છું એટલે ) . ત્યારે કબુતરી કડાઈ ને નાકે બેસી સતત મને જોયા કરે .પણ હવે એ મારાથી ડરતી નહિ .મારા ઘરના લોકોને ઓળખી ગયી .પછી એક સવારે મેં જોયું એક ઈંડું તૂટી ગયેલું .ધીરે થી બહાર સેરવી ને ફેંકી દીધું મેં જ .પછી કબુતરી બીજા ઈંડાને સેવે .
એ દિવસો ભર ઉનાળાના હતા .અને અમારે ત્યાં 44 -45 ડીગ્રી જેટલી ગરમી રહે .લોખંડ ની કડાઈ કેવી તપતી હશે તે વિચાર કરો .તેમાં થોડા સલેખડા આમતેમ કરીને એ બેસી જ રહે .લગભગ 24 કલાક .ત્યારે મને ખુબ લાગી આવે .પણ જો કડાઈ હટાવું તો એ ફરી ઈંડું સેવે જ નહિ .
અને 15 દિવસ પછી એ ઈંડું પણ સડી ગયું .
એ સવારે એ થોડી વધારે ઉડતી હતી પણ મને લાગ્યું બચ્ચું બહાર આવી ગયું હશે .પણ જેવી ચોકડીમાં સવારે લગભગ સાડા સાતે બેઠી એવી તરત એ મારી સામે થોડી વાર જોઈ રહી એની આંખોનો એ ભાવ મારા દિલમાં કંડારાઈ ગયો છે .જાણે મને આવજો કહી રહી હતી .મેં કડાઈ તરફ નજર કરી તો બીજું ઈંડું પણ બગડી ગયેલું . હું એ દિવસે ખુબ રડી પડી .કેમ કે એક માને જોઈ હતી મેં છેલ્લા 3-4 અઠવાડિયા થી દરેક મૌસમ સાથે લડતી .અને પોતાના દુઃખને ચુપચાપ દબાવી આવજો કહી ને ઉડી જતી .
કુદરત ની જન્મ આપતી દરેક માદા એક માં જ છે અને એનું માતૃ હૃદય પણ સરખું જ ને ???

Advertisements

2 thoughts on “એક માં ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s