સ્મિતનું સરનામું


કોઈ સ્મિતનું સરનામું શોધી લાવો ને !!!
સ્મિત ભર બઝારે ભૂલું પડ્યું છે …
નાનું શું બાળ ના બોલતા આવડે ,
આમ તેમ આમ તેમ જોતું ફર્યું છે …
બાળકના ચેહરા પર હસતું હતું એ ,
પ્રિયાના હોઠે પણ મલપતુ હતું ,
માંની આંખો માં અંજાયેલું સદાય ,
મરદ ની મૂછોમાં મલકતું હતું એ …
આંસુ નું નામ હોય તો સરનામું આંખનું ,
નયનને ઝરુખે હિંચકતું હતું એ ,
શરમની લાલીના શેરડા મહીં
પાંપણ પછીતે સંતાતું હતું એ ….
હૈયામાં હેત હોય
આનંદનો ઉભરો વર્તાય દિલ ભરીને ,
હૈયામાંથી હોઠની કેડી સુધી દોડતું આવે ,
કોણે કહ્યું કે સ્મિતનું સરનામું હોઠ હતું ,
એ તો આનંદ છલકાવતું હૈયું જ હોય ને !!!!

Advertisements

One thought on “સ્મિતનું સરનામું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s