સંતોષનો ઓડકાર


તમને ક્યારેય સંતોષનો ઓડકાર આવ્યો છે ??? ના દાળ -ભાત -શાક -લાડુ -ભજીયા ખાધા પછી આવે છે એ નહીં … હાશ ના સિસકારા સાથે મોં પર આવી જતો ભાવ …
= હાશ બેબીને કોન્વેન્ટમાં એડમીશન મળી ગયું થી માંડીને હાશ એના લગ્ન પતી ગયા ચાલો .એક ફરજ પૂરી કર્યાનો સંતોષ …આવા બધા સંતોષોના ના ટોળે ટોળા ભટકે છે આપણી જીવનની ગલીઓમાં .અને કોઈક વાર ચાલો પટેલ ને પછાડીને આપણે પ્રમોશન લઇ લીધાનો પણ સંતોષ હોય અને મિસ્ટર ગર્ગ કરતા મોટું ડુપ્લેક્ષ લેવાનો સંતોષ !! ના ભાઈ ના …
આજે ચાલો સરસ આરામ કરી લીધો …આજે સારું થયું ફોન સ્વીચ ઓફ કરી દીધેલો તે !!!ઊંઘ સારી આવી પણ આ ઊંઘ કોઈ ગોળી લીધા વગર આવી હોય અને એનું કારણ કોઈ બીમારી ના હોય .
તમે જાત સાથે વાત કરીને પોતાની સમસ્યાનું સમાધાન શોધી લીધું હોય .થોડા વખતથી તમે તમારા અસલ સ્વભાવથી વિરુદ્ધ વર્તી રહ્યા હોય એનું સાચું કારણ પોતાની જાતે મન સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરીને શોધ્યું હોય .એને પાછું સ્ટેમ્પ પેપર પર લખીને સહી સિક્કા કરાવવાની જરૂરત નહિ .કારણ ખબર પડે એટલે ઈલાજ મળી જાય .
હું કેટલાય વર્ષો થી ગાયત્રી મંત્રલેખન કરું અને મનને મનાવી લઉં કે હું પૂજા પાઠ કરું છું .ભગવાન પ્રતિ મારી ફરજ નિષ્ઠા થી બજાવું છું .એક ભગવાનમાં આસ્થા નો નિયમ મારો .પણ એ ક્રમ તૂટી ગયો .એક વખત પ્રજાપિતા બ્રહ્માકુમારી માં નિષ્ઠા રાખતા મારા એક ફોઈ સાથે સત્સંગ કહી શકાય એવી ભાવના નું આદાનપ્રદાન થયું . તેઓ પહેલા સ્વાધ્યાય માં માનતા અને પછી એમણે આમાં માનવાનું શરુ કર્યું .એમની સાથે આબુ પણ જઈ આવી . એમણે મને અહી લોકલ સંસ્થામાં જવા ની પણ સલાહ આપી .પણ મારા પગ ના ઉપડ્યા .મારી સાધના ગાયત્રી .મને કોઈ ને કોઈ પ્રશ્ન થતા .તર્ક થતા અને હું ના જતી . સવારે મોર્નિંગ વોક માં જતા વચ્ચે એક સ્વામીનારાયણ મંદિર આવે અને રોડ પરથી પણ દર્શન થઇ જાય .મૂર્તિ સામે માથું આપોઆપ નમી જાય .
બસ હમણાં થોડા સમય પહેલા દીકરી ને સ્કુટર ચલાવવાની પ્રેક્ટીસ કરાવવા સવારે પાંચ વાગ્યે નીકળતા .હું ચાલતી અને એ પ્રેક્ટીસ કરતી .એક વખતે હું પેલા મંદિર સામે પહોંચી અને આરતી શરુ થઇ .ઉભી રહી .આરતી સડક પર ઉભા રહીને જ કરી .નાહ્યા વગર મંદિર માં ના જવાય ને !!પણ ત્યાંથી પાછા વળતા મને પ્રશ્ન થયો કે આજ સુધી મેં માત્ર અનુયાયી અને એમના ધર્માચરણ ને જોઇને એમના ભગવાન તરફનો એક તરફી અભિપ્રાય બાંધ્યો . મેં ભૂલ કરી છે .હું અચાનક ઉભા રહીને મસ્તક નમાવું એતો પરમ શક્તિ પરમાત્મા ને નમાવું છું પછી મારે શા માટે એમના બાહ્ય નિયમો તરફ ધ્યાન આપવું જોઈએ .હું કોઈ પણ રૂપે યાદ કરું એ ભગવાનનું સ્મરણ છે .ઘરમાં સાવ એકલા પડી ગયાની ફરિયાદ કરું છું પણ કદાચ કોઈ પણ વિઘ્ન વગર કામ કરતા કરતા ભગવાનને સ્મરવાનો સમય બનાવી દઉં તો કામનું કામ અને ઈશ્વરનું નામ થઇ જાય ને !!! ભગવાન જોડે હોવાની અનુભૂતિ રહે . બધું સમજતા હોવા છતાંય આખરે મન તો તુલના કરીને જે સારું નરસું કરતુ હતું એનો એક જવાબ મળી ગયો .બસ હવે ફક્ત પરમશક્તિ નું કોઈ પણ નામ ચાલશે .મારે ક્યાં કોઈ પાસે સર્ટીફીકેટ લેવાનું છે ???
સવારે હવે ચકલીઓ પણ દેખાવા માંડી છે એની ખુશી છે .બાકી વાર્તા માં જ દેખાતી .ઉગતા સૂર્ય ની ઉદય થી દર્શન સુધીની પ્રક્રિયા જોઉં ત્યારે બાળસહજ કુતુહલ આંખો માં ડોકાય છે .
http://preeeeti.blogspot.in/2014/11/sunrise.html

Advertisements

One thought on “સંતોષનો ઓડકાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s