ગરિમાપૂર્ણ નિવૃત્તિ


ગરિમાપૂર્ણ નિવૃત્તિ ..
મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બહુ વર્ષો પહેલા ક્યાંક કહેલું કે : માણસે એ વયે નિવૃત્ત થવું જોઈએ જયારે લોકો એમ પૂછે : કેમ અત્યારે ?? એ વયે નહિ કે લોકો પૂછે : હવે ક્યારે નિવૃત્ત થાઓ છો ???
આપણે સૌ બહુ ફાસ્ટ થઇ ગયા છીએ .બધું જ બહુ વહેલી વયે મળવા માંડ્યું છે .પોતાનું ઘર તો આજના યુવાનો કારકિર્દીની શરૂઆતમાં જ લઇ લે છે જયારે પહેલા તો પી .એફ .ની રકમ માંથી પોતાનું ઘર લેવાતું અને માં બાપનું ઘડપણ દીકરાઓ સાચવતા .ખેર વાત એ નથી કરવી .
સમય સાથે બદલાવ નિશ્ચિત છે .
દીકરી જુવાન થાય ત્યારે એ માં ની સાડી ,મેક અપ બધું ટ્રાય કરે છે .ત્યારે માં એ વિચારવું જોઈએ કે આ દીકરી જો મારામાંથી બધું શીખે છે તો તેને સાદગી પણ શીખવાડે .ધીરે ધીરે એણે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે દિલ ગમે તેટલું યુવાન હોય પણ શરીરની વય તો વધી જ છે .અને વયને અનુરૂપ પરિધાન ,વાણી અને વર્તન માં ક્રમશ: ઠહેરાવ આવવો ઘટે .તમને લોકો તમારા કપડા થી પહેલું અનુમાન બાંધીને ઓળખે છે .જો તમારી દેખાતી વય અને પરિધાન અનુરૂપ હશે તો સામે વાળા ચોક્કસ એની અદબ જાળવે છે .
હું બિલકુલ જુનવાણી નથી પણ મારો અનુભવ છે કે અમુક વય પછી તમારા પોતાની મેળે જ એ નક્કી કરવું ઘટે કે હવે જુવાનીને ગરિમાપૂર્ણ વિદાય આપવાની વેળા થઇ છે . ક્યારેક જીન્સ અને ટી શર્ટ શોખ કરવા પહેરવા એ અલગ વસ્તુ છે પણ કાયમ એવું પહેરો ત્યારે વાળ ને કાળા કરવા છતાંય તમે જુવાન નહિ લાગો ,ફેશિયલ થી જતી કરચલી પણ કામચલાઉ હોય છે . એક ચાળીસ + મહિલા અનારકલી ડ્રેસ પહેરે અને સાદી પણ સરસ બંગાળી કોટનની સાડી પહેરે .બેઉ માં ફર્ક રહે .એક માં અનાયાસે જ માન પૂર્ણ વ્યક્તિત્વ લાગે .એ અનારકલી કોઈ નાની વય ની યુવતી પહેરે તો એ ખીલી ઉઠે .આજે યુવતી કે સ્ત્રીએ શું પરિધાન કરવું એમાં સ્વતંત્રતા જોઈએ છે પણ યોગ્ય વય સાથે યોગ્ય પરિધાન કરાય ,જાહેર અને ખાનગી જીવનમાં ફર્ક કરતા આવડે તો સામાજિક વાતાવરણ એટલું ના બગડે જેટલું બગડયું છે .અને જો એક માં કે બાપ વય સાથે સાયુજ્ય ના સાધે તો એ પોતાના સંતાનોને ટોકવા માટે અસમર્થ રહે છે .દીકરી કે દીકરાને મિત્ર ગણો પણ એ લોકો તમે એમના માં બાપ છો એ ભૂલી જાય એ રીતે તો નહિ જ .
દીકરી મોટી થાય ત્યારે એને રસોડું સોંપવું એ જુના જમાના માં જરૂરી હતું એટલું આજે પણ જરૂરી છે અને આજે તો દીકરા માટે પણ જરૂરી છે .ભણવા થી લઈને કમાવા સુધી સ્કુલ પછી એકલા રહેતા બાળકોને તમારી એ ટ્રેઈનીંગ કામ આવશે પણ તમે જ જો ફોન પર પીઝા બર્ગર ઓર્ડર કરીને કાયમ મંગાવતા હો તો એક રોગીષ્ઠ રહેણીકરણી નો વારસો આપશો .થોડા રીટાયર થાવ રસોડામાંથી .જમાના પ્રમાણે ની વાનગીઓ તમારા સંતાનો બનાવે એટલે ચૂલો થોડી વાર ખાલી કરો .એને તો મારા હાથ વગર કોઈનું ભાવે જ નહિ એમ નાનપણથી બોલશો તો નવા વાતાવરણમાં આગળ જઈને તમારું બાળક મુશ્કેલી અનુભવશે . પોતાના દીકરા ને એક પિતા સ્વાવલંબી સાથે સ્વાશ્રયી થતા શીખવે એ જરૂરી છે . સ્કુલ પછી શું કરવું એમાં સલાહ જરૂર આપો પણ એને મન સાચવવા પોતાનું ધાર્યું કરવું પડે એ લાગણી માંથી નિવૃત્ત થાઓ .પોતાના સંતાનોને હવે ઠોકરો ખાવાની પણ જરૂર છે તો જ તેઓ મજબુત થશે . પોતાની ઓળખાણ થી કામ કઢાવવા ને બદલે સંતાન પોતાની ઓળખ બનાવી કામ મેળવે એ કેળવણી આપવી હોય તો સલાહબાજી માંથી નિવૃત્ત થાઓ .
અમુક વયે તો વ્યવસાય માં દીકરાને લાગે કે ડોસો કચકચ કરે છે એ પહેલા તમે એને બધું સોંપી દો સિવાય કે પોતાનું અને પત્ની નું ઘડપણ સારી રીતે જાય એટલી મિલકત અને પૈસો .વહુ આવે એટલે એને રસોડું સોંપો પણ વ્યવહાર પોતાની પાસે રાખો જેથી બહાર કોઈ સામે તમારું ખરાબ ના દેખાય .રસોડા માં વ્યક્તિઓ વધતા જાય તો રસોઈ બગડે એટલે વેળા સર જગ્યા કરી આપવી રહી . .વ્યવહારમાં સલાહ જરુર આપો પણ માનવાની શરત સાથે નહિ .દીકરી જયારે સાસરે જાય ત્યારે તેનું ધ્યાન રાખો પણ એના સંસારમાં દખલગીરી કરીને તો નહિ જ .તમારી સારી સલાહ કદાચ એને અનુકુળ ના હોય તો તમને ખોટું લાગે અને દીકરી બેઉ બાજુ થી દુભાય .એમના સંતાનોની જવાબદારી તમે ના લો એમને પણ તકલીફ પડવા દો .
થોડીક સ્વતંત્રતા પત્ની ને પણ આપો ( હજી ભારત પુરુષ પ્રધાન દેશ છે .બહાર જરૂર સીન બદલાયો છે પણ ઘરમાં હજી પણ વાર છે ) .એને એકલા રહેવાની પોતાની થોડી ક્ષણો જીવવાની .
આ વાત એટલે યાદ આવી કે મારી દીકરી દ્વિચક્રી વાહન શીખતી જ નહોતી .મને આવડે .એટલે હું અને એ બધે સાથે જઈએ .મારે બહાર ફરવા મળે અને એને મારી કંપની ગમે .છેલ્લા એક મહિના થી એને શીખવાડ્યું ( વચ્ચે ગેપ બહુ પડી ) .એનું લાયસન્સ પણ લીધું .હવે એ સ્કુટર લઈને જવા લાગી બે દિવસ થી .ત્યારે મને થયું કે હા હવે એનો સમય શરુ થઇ ગયો છે .મારે જગ્યા કરી દેવાની .
આ કામ સમજીને કરશો તો અપમાનિત વૃદ્ધત્વના ચાન્સ ઓછા રહેશે કેમ કે આજની પેઢી ગમે તેટલી આધુનિક બની ગયી પણ તે લાગણી સંબંધે થોડી ઉણી ઉતરે છે .તડ અને ફડ કરે છે જેની આપણને આદત નથી . ગરિમાપૂર્ણ નિવૃત્તિ આપણને કોઈનું કામ કઢાવવાનું સાધન બનતા અટકાવશે .

Advertisements

3 thoughts on “ગરિમાપૂર્ણ નિવૃત્તિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s