કેન્ડી ક્રશ ..


ચાલો કેન્ડી ક્રશ રમીએ …. આપને નામ તો સુના હી હોગા ?? આપકે પાસ એન્ડ્રોઇડ ફૂનવા હૈ ?? આપકે થોબડે કી કિતાબ કે મેમ્બરવા હૈ ?? તો પતા હી હોગા ક્યોંકી આપ આજ નેટ કા ઇસ્તેમાલવા કરતે હૈ તો પતા હી હોગા એ સમજકર હમ આગે બઢત હૈ …
ત્રણ એક રંગની કેન્ડી ભેગી કરીને એક પછી એક લેવલ આગળ વધવું અને એ પણ જાણવું કે હું મારા કયા ફ્રેન્ડ થી કેટલો આગળ છું ??એક નશો છે … રમ્યા કરવું બસ .પહેલા મને લાગતું કે છોકરાઓ ચેટીંગ કરે છે .પણ પછી ખબર પડ્યું કે એ લોકો મોટા ભાગે લેવલ રૂપી હિમાલય પર આરોહણ કરતા હોય છે .
હું બી રમું છું છેલ્લા બે મહિના થી .મજા પડે છે પણ મારું દર્શન શાસ્ત્ર મને બીજુ કશુક પણ દર્શાવી ગયું બકા !!!હમણાં માનસિક ગ્રહો થોડા વાંકા ચાલે છે હું બી માણસ છું .કહી ના શકાતું હોય ત્યારે હૈયું ભારે થાય અને એનો ગુબાર નીકળવો જરૂરી પણ .આ ગુબાર થોડા સમય માટે કલાક કે દિવસનો હોય એ સંભાળી લેવો જરૂરી .એ સમય નીકળી જાય પછી તમે હળવા થઇ જાઓ જાતે જ .હું ફેસબુક પર ઓન લાઈન દેખાઉં નહિ પણ બે ત્રણ કલાક આ રમત રમતી .અને એના લેવલ રમતા મારા વિચારો ગુસ્સો બધું ઓગળતું રહેતું અને હું પછી નોર્મલ થઇ જતી .અને જયારે હું ગુસ્સા માં હોઉં ત્યારે લેવલ બહુ એકયુરસી થી રમતી અને ત્રણ સ્ટાર જ મળતા .
= તમારા અંદરના ગુસ્સાને સારી રીતે ચેનલાઈઝ કરો તો સકારાત્મક પરિણામ મળી જાય .તમે કોઈ સામે તમારી જાત વિરુદ્ધ વર્તીને સંબંધને નુકસાન પણ ના પહોંચાડી શકો .અને કોઈ ઊંડા ડીપ્રેશન તરફ ખેંચાતા અટકી જશો . આ ગેમ રમો એ માટે નહિ પણ બીજી પ્રવૃત્તિમાં ખૂંપી જવાની વાત છે .
આમાં ટ્રાય અગેન નું ઓપ્શન ઘણી વાર આવે છે .પછી એક લેવલ પછી તમારી રમત રોકી દેવાય છે થોડા સમય માટે .
=ટ્રાય અગેન નું ઓપ્શન કહે છે પ્રયત્ન જારી રાખો સફળતા મળશે જ .વહેલી કે મોડી પણ અવિરત પ્રયત્નો જરૂરી .માત્ર કેન્ડી ક્રશ નહિ જીવનમાં એ બધી વાત માં જ્યાં તમે પ્રયત્નો કરી રહ્યા છો .
=રમત રોકાય જાય એટલે તમે થોડા તમારી જાતને હકીકત માં પાછા વાળો બીજા પણ ઘણા કામ છે જેને તમારી જરૂર છે .
ત્યાં અમુક ચેપ્ટર પછી બીજાની મદદ લેવી પડે છે .
= જીવનમાં એકલા એકલા ના ચલાય તમારી સાથે ના સંબંધો સાથે પણ એમની મદદ જરૂરી છે આગળ વધવા બરાબર ને !! સુખ કે દુઃખ બેઉ માં .સુખ વહેંચતા વધે અને દુઃખ ઓછું થાય .
સેન્ડ લાઈફ ..
=પોતે તો ચાલવું જરૂરી પણ જો કોઈને તમારી મદદ ની જરૂર હોય તો કરવાની ભૂલો નહિ . જીવનનો આ કન્સેપ્ટ બહુ જરૂરી છે કોઈ પણ કામમાં .જીવન આપણને કશું સારું કર્યાનો સંતોષ આપે છે અને બીજાને માર્ગદર્શન .
એ પાછું કેન્ડી ક્રશ સગા સાથે સોડા પણ નીકળ્યું .
=એ કહે છે જીવનમાં બદલાવ પણ જરૂરી છે .એકના એક રસ્તે તમે બોર થઇ જશો .જરા બીજે પણ નજર નાખોને !! કશુક મજાનું મળી આવશે .
50 લેવલ પછી તમને એક ખૂણામાં જાંબલી રંગનું પક્ષી હિંચકા ખાતું દેખાશે .એને ક્લિક કરશો તો એક આખી નવી ગેમ છે . એ પક્ષીનું નામ ઓડસ .
રમતનો સૌથી અગત્યનો મેસેજ તો મને આ ખૂણામાં મળ્યો .
એક ચાંદા પર બેસીને એ પક્ષી બેલેન્સ કરે છે બે રંગની કેન્ડી વચ્ચે ,જો એક રંગની કેન્ડી જ ચલાવ્યા કરો તો એ ભપ્પા થઇ જાય અને ગેમ બંધ .એટલે જે બે રંગ આપ્યા હોય એને બેલેન્સ કરો તો સફળતા રૂપે મૂન સ્ટ્રક તમારું ઘણું બધું કામ કરી આપે અને પોઈન્ટ્સ વધારી આપે .
=સૌથી અગત્યનો આ સંદેશ કે દરેક વ્યક્તિની એક પ્રોફેશનલ લાઈફ હોય અને એક અંગત .બેઉ વચ્ચે સમતોલન જાળવવું બહુ જ જરૂરી .જો એક જ તરફ ઝૂક્યા કરો તો ઓડસ પડી જાય અને ગેમ બંધ .આ ફક્ત ઘરના મુખ્ય માણસ અને નહિ કુટુંબના બધા સભ્યો ને લાગુ પડે .પતિ વ્યવસાય અને પત્ની અને બાળકો વચ્ચે બેલેન્સ કરે ,પત્ની ઘરકામ સાથે પતિ અને બાળકો વચ્ચે સમય ફાળવવાનો એમાં બેલેન્સ કરે .બાળકો અભ્યાસ અને ખેલકૂદ સાથે શોખની પ્રવૃત્તિમાં બેલેન્સ કરે .માતા પિતા અને દોસ્ત વચ્ચે સમયનું બેલેન્સ જાળવે .
એના ક્લાયમેક્સ માં એક જ વાત કહીશ કે મને નોર્મલ થતા જરાય વાર ના લાગી . .મનની નકારાત્મકતા કચરા ટોપલી માં ફેંકી દીધી અને આ ગેમનું વળગણ પણ છૂટી ગયું .
કેમ કે હું જાણું છું કે વર્ચ્યુઅલ દુનિયા માં જીવવા કરતા જીવંત દુનિયામાં મને વધારે ગમે છે .
રમત કેવી રીતે રમવી ક્યાં સુધી રમવી એ આપણા હાથમાં જ છે .કોઈનું સાંભળી ને નહિ પણ પોતાનો અનુભવ પણ અગત્યનો છે નહિ !!!

Advertisements

2 thoughts on “કેન્ડી ક્રશ ..

  1. બિલકુલ મારા મનની વાત 🙂 બધાને આ ગેમ પાછળ પડતાં જોઈને મે પણ ખાલી ટ્રાય કરવા વિચાર્યું …….ને મે પણ આ ગેમને જીવનની હકારની ગેમ તરીકે સ્વીકારી છે ….પ્રયત્નો તમને ઊંચાઈ જ દેખાડે છે ..બસ પ્રયત્નો છોડવા નહીં …….ખૂબ સરસ વાત કહી છે આપે .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s