આપણે આ વર્ષ માં


આપણે આ વર્ષ માં કેટલા મહિના જીવનને સાચા અર્થમાં જીવ્યા ???
આપણે આ વર્ષ માં કેટલા દિવસ ભૂતકાળમાં જીવ્યા ???
આપણે આ વર્ષ માં કેટલો સમય વર્તમાનમાં જીવ્યા ???
આપણે આ વર્ષ માં કેટલી વાર સંતોષ માન્યો ???
આપણે આ વર્ષ માં કેટલી વાર અસંતોષ /ઈર્ષ્યાની આગમાં બળ્યા ???
આપણે આ વર્ષ માં કેટલી વાર બહુ જ ખુશ થયા ???
આપણે આ વર્ષ માં કેટલી વાર બીજાને ખુશ જોઇને બહુ ખુશ થયા ???
આપણે આ વર્ષ માં કેટલી વાર રડ્યા ???
આપણને આ વર્ષમાં કેટલી વાર બીજાઓ એ રડાવ્યા ???
આપણે આ વર્ષમાં કેટલી વાર બીજાને રડાવ્યા ???
આપણે આ વર્ષમાં કેટલી વાર જ્યાં બોલવું જોઈએ ત્યાં મૌન રહ્યા ???
આપણે આ વર્ષમાં કેટલી વાર જ્યાં મૌન રહેવું જોઈએ ત્યાં બોલ્યા ???
આપણે આ વર્ષ માં કેટલી વાર બીજાઓની ખામીઓ કાઢી અને જરા વધારે સ્પષ્ટતા થી કહું તો સાચી ખામીઓ બતાવી ???
આપણી આ વર્ષમાં કેટલી વાર બીજા લોકોએ ખામી કાઢી અને સાચુકલી ખામીઓ કાઢી ???
આપણે આ વર્ષ કેટલી વાર આપણી સાચી ખામી કાઢનારને પોઝીટીવલી લીધા અને ખામી સુધારી ???
આપણે આ વર્ષમાં જેની ખામી બતાવી તેમાંથી કેટલા વ્યક્તિએ એને પોઝીટીવલી લીધી ??? ( અહીં સુધરવું એમના પર હોય છે …)
આપણે આ વર્ષમાં કેટલી વાર સાચી વ્યક્તિની સમયસર પ્રશંસા કરી ???
આપણને આ વર્ષમાં કેટલી વાર સાચી વ્યક્તિ દ્વારા સમયસર પ્રશંસા મળી ???
( છેલ્લા બે પ્રશ્નો મહત્વના એટલે છે કે જે વ્યક્તિ પ્રશંસાની સાચી હકદાર હોય છે ત્યાં આપણે અવસર ચુકી જઈએ છીએ અને સમયસર પ્રશંસાનું મહત્વ હજી આપણે સમજતા નથી પણ કોઈ વ્યક્તિના વિકાસ માં બહુ મોટો ફાળો ભજવે છે . બાકી તો હવે પ્રશંસા હવે ગીવ અને ટેક ના ક્રાઈટેરીયા માં આવી ગઈ છે . સાચી ટીકા કરનારને હવે સામાન્ય રીતે ઓફીસ હોય કે સામાજિક સંબંધ બ્લેક લીસ્ટ માં જતા રહેતા વાર નથી લગતી .)
આપણે આ વર્ષમાં કેટલી વાર આત્મમંથન કર્યું ??? મનના અરીસામાં પોતાની જાતને જોઈ ???
આપણે આ વર્ષમાં કેટલી વાર પોતાની ભૂલ માટે સાચા હૃદયથી માફી માગી ???
આપણે આ વર્ષમાં કેટલી વાર નિષ્ફળ નીવડ્યા અને નિષ્ફળતા માટે બીજા લોકો -સંજોગ -નસીબ -ભગવાન ના વાંક કાઢવાને બદલે પોતાના પ્રયત્નો ની કચાશ છે એ જાત સાથે કબુલ્યું ????
આપણે આ વર્ષમાં કેટલી વાર સફળ થયા અને સફળતા માં જેમણે પરદા પાછળ સક્રિય રોલ ભજવ્યો એમને પણ આ સફળતા ના ભાગીદાર હોવાનો શ્રેય આપ્યો ???? સફળતા માટે ભગવાનનો આભાર માન્યો ????
આ વર્ષના અંતિમ અઠવાડિયા માં તમને આ વર્ષ માટે સંતોષ છે ??? કે અસંતોષ છે ??? ભવિષ્ય માટે આશાવાદી છો ???કે પછી નિર્લેપ છો અને નિરાશા છે ?????
========================================
એક જ હકીકત છે કે ગયા વર્ષ કરતા તમે વધારે અનુભવી અને ઠરેલ થયા છો અને આ બધા પ્રશ્નો કે એમના કેટલાક પ્રશ્નો જો જાતને પૂછીએ તો આપણને સમયને વધારે સારો બનાવવાનો રસ્તો ચોક્કસ જડી જશે અને આવતું વર્ષ સરસ જશે એવો ભરોસો અને આશા બેઉ મળશે …
=======================================
આ બધા સવાલો મારા આ વર્ષના જીવનના નિષ્કર્ષ પરથી મળ્યા છે અને જવાબ પણ મળ્યા છે …છતાંય એક રીત છે મારી જીવન અને સમય નો હાથ પકડીને ચાલવાની કે હું વર્તમાનને સ્વીકારીને જીવું છું .અને એક વાતમાં વિશ્વાસ છે કે હાથમાં રાખેલી વસ્તુ કોઈ છીનવી શકે છે પણ હાથની લાકીરોમાં લખેલી નહિ ….!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s