મુબારક કહેવાનો રીવાજ છે આ તો …!!!!


આ નવું વર્ષ અને જુનું વર્ષ એ તો આપણા દિમાગનું ફીતુર છે …. બાકી ક્યાં આ બ્રહ્માંડ માં કોઈ સેલીબ્રેટ કરે છે હેં !!!મારે તો રોજ દિવાળી અને રોજ હોળી અરે હૈયા હોળી નું પેકેજ પણ સામેલ છે … એક્ચ્યુઅલી તો હમણાં તો ફ્રીઝમાંથી નીકળી સગડી પર બેઠી ( બંધ હતી ) એટલે માનસિક રીતે સગડી પર બેઠા પછી ગરમી લાગે એ ભાવ સાથે ઠંડી ઉડી એટલે દસ રાઉન્ડ ઘરમાં જ જોગીંગ કરીને લખવા બેઠી .
સોચના ક્યાં જો ભી હોગા દેખા જાયેગા .આ મારો જીવનનો મંત્ર હતો ..હતો એટલે કે દિવાળીની સફાઈ કરી ત્યારે એ ડબ્બી આડે હાથે કશે મૂકી ગઈ કે ભંગારના સામાનમાં સંતાઈને જતી રહી ખબર નથી પણ બહુ મિસ કરું છું યાર !!! એ ડબ્બી …
હમણાં જ એક મિત્ર ને ફોન કર્યો .પૂછે નવું વર્ષ કેવું ગયું ???
તમને જણાવું કે જે મારી સાથે થયું એના પછી આ વર્ષ માટે મારી અપેક્ષાઓ ( નથી રાખતી યાર ..) પણ તોય મને કેવું દેખાયું હશે તે વિચારું છું …
31 ડીસેમ્બરે દીકરીને કામસર રજા લેવી પડી એટલે સાંજે વેજીટેબલ બિરિયાની નો પ્રોગ્રામ કર્યો .રાત્રે જમવા ની તૈયારી કરતા હતા .પતિદેવ ખમણ લઈને આવ્યા .ચાલો થોડા મોડા જમીશું કરીને ખમણ ખાધા .ત્યાં જ એક ઓળખીતા નો ફોન આવ્યો કે દસ મીનીટમાં આવીએ છીએ .કઈ નહિ જમવાનું એડજસ્ટ થઇ જશે પણ એ દંપતી મારી દીકરીને પફ ભાવે એમ કરીને પીઝા પફ અને સાદા પફ એમ બધું લઈને આવ્યા .મારું નાનકડું પેટ તો એકદમ ફૂલ .બિરિયાની નો મૂડ હવે ક્યાં રહે ???થોડી ઘણી ખાઈને બાકીની ફ્રીઝ માં …કુલ બિરિયાની સવારે ગરમ કરી નાસ્તામાં ખાધી (નવા વર્ષની સવારે હોંકે। .!!!)સવારે ફ્રીઝ ખોલ્યું દીકરીનું ટીફીન બનાવવા ત્યારે ખ્યાલ આવ્યો કે શાક ખલાસ છે .ખૂણે ખૂણો શોધીને થોડા વટાણા ,એક રીંગણ ,કટકો ફુલાવર ,એક ટમેટું ,ચાર ગણેલા બટાકા ,બે કાંદા નીકળ્યા .હાશ આદુ મરચા હતા …મિક્સ સબ્જી પાંવ ભાજી નો આભાસ આપે એવી બનાવી નાખી .ચાલો સાંજે આટલી ઠંડીમાં થોડું ગરમા ગરમ કાઠીયાવાડી બનાવીએ એમ વિચારીને મગ -તળેલા મરચા -બાજરીના ગરમાગરમ રોટલા બનાવ્યા … ભાત મુકવા જતી હતી અને પતિદેવ ઘેર આવ્યા .સાથે દરેક જણ બે નંગ ખાઈ શકે એમ ડબલ એક્સેલ સાઈઝ ના બ્રેડ પકોડા અને ચટણી લાવેલા .એટલે ગરમાગરમ ખાવા પડે એ ન્યાયે પેલા બાજરીના રોટલા અને મગ ફરી ફ્રીઝમાં જઈને ટાઢ ઉડાડે છે .એતો એવુંને આપણે તો એમને સગડી પર બેસાડીએ એટલે એમને ઠંડા કરવા ક્યાં મુકવા બોલો ???!!! હવે આજે સવારે બાજરાના રોટલા રોટલા વઘારીને સરસ ટીફીન દીકરીને આપ્યું .
હવે આ વર્ષની શરૂઆત કેવી કહેવી ..સારી જ કહેવાય .પોતાનું ધાર્યું કર્યું યોગ્ય પુરુષાર્થ પણ કર્યો અને ફળ થોડું મોડું પણ મળ્યું ખરું અને એની સાથ માં સરપ્રાઈઝ પણ મળ્યા ને !!!
આતો એવું છે કે પોતાની વર્ક પ્લેસ પર આપણી શરૂઆત પર આવનાર વર્ષના અનુમાન બંધાતા હોય અને મારી વર્ક પ્લેસ તો રસોડું એટલે મારી શરૂઆત કહી ..અને એ નિષ્કર્ષ પર આવી જે થાય છે એમાં રસ્તો કરી લેવાનો બહુ મોટા અપેક્ષાઓના પોટલા ના ભાર માથે લઈને ફર્યા નહિ કરવાનું .મન ને શાંતિ ને ખભા અને ડોક પણ ઓછા દુખે …મગજ તો માથામાં હોય એટલે પહેલા તો ડોક અને ખભા જ આવે (ભાઈ જોઈ શરીર ચેક કરી લેજો એમ જ નીકળશે …) ..
તો નવું વર્ષ જેવું હોય એવું મુબારક કહેવાનો રીવાજ છે આ તો …!!!! તમને બધાને દિલ થી 2015 મુબારક …

Advertisements

One thought on “મુબારક કહેવાનો રીવાજ છે આ તો …!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s