ના હું નહિ કહું !!!


ના હું નહિ કહું !!!
સમજી જા ને !!!
બધું કહેવું શું જરૂરી છે ???
કાલે કેમ ના આવ્યો ??? મેં કેટલી રાહ જોઈ !!! ફોન પણ ના લીધો …મેસેજનો પણ જવાબ નહિ !!!!
ના હું આજે નહિ આવું બસ !!!!
” મારી મમ્મી પડી ગયા એટલે હોસ્પીટલમાં લઇ જવા પડ્યા .પગ મચકોડાઈ ગયો છે .”
ઓહ સોરી !!! વગર વિચાર્યે કેટલું બધું કહી દીધું !!! ચલ ઘેર જઈએ ,મમ્મીને હું સાંજની રસોઈ બનાવી આપું .આજે તમારે ફિકર નહિ . કાલ થી ટીફીન લેતી આવીશ …
જાનું હું તને ખુબ ખુબ પ્રેમ કરું છું એટલે સુખ જ નહિ દુઃખમાં પણ તારી સહભાગી છું .
સ્ત્રી આવી જ છે .દિલ ફાડીને પ્રેમ કરે છે .પણ પ્રેમ નો સામે પ્રતિભાવ ના મળે તો ??? ના ના આ કાચા કુંવારા પ્રેમની વાત નથી .આ એક અવિરત પ્રાણવાયું છે એક સ્ત્રી માટે .બસ કૈક કરી નાખવાનું અને કહેવાનું પણ નહિ .કહેતી નથી એમ સાંભળવાની જરૂર પણ નથી એને .એ તો બસ સમજી જાય છે .તોફાનોથી ટકરાતી એક સ્ત્રી સંતાન માટે તો બધું જ કરી છૂટે .એક લાચારમાં પોતાની જાત સુધ્ધા વેચી દેતા અચકાતી નથી .
પણ એ અબુધ નથી .એના મનની ડાયરીમાં તમામ સવાલના જવાબ હોય છે અને એક દિવસ બહાર પણ આવે છે .પણ કમનસીબ હોય છે જયારે એને જવાબ આપવો પડે .પોતાની નિર્દોષતા સાબિત કરવા .પોતાની લાચારી બતાવવી પડે .અને જયારે પોતાના ની સામે ઉભા થવું પડે !!! આખો સમાજ ઘેરી વળે અને એટલા સવાલો ના ઝુંડ ના ઝુંડ એની સામે આસ પાસ ઘેરી વળતા હોય .
તને ખબર છે મેં આની પાછળ કેટલો ખર્ચ કર્યો ????
શું તારા પપ્પાએ તને આવું કશું કહેલું ખરું ???
……
તારા જીવનમાં આવીને મેં આટલું તો કર્યું છે અને એક એક કામનો આજની ડેટ માં આટલો ભાવ છે .ગણતરી કરી જોજે .અને એમાં પ્રેમની કિંમત શામેલ નથી .
તું મને નથી જોઈતી મારી જિંદગીમાં …કાંતો તું નહિ ક્યાં તો હું નહિ .
સારું પણ હું જવાબદારી થી ભાગતી નથી એટલે હું નહિ જાઉં અને આ આપણી સહિયારી જવાબદારી છે જો તું કાયર ના હોય તો તું પણ ના જઈશ .
દીકરી પરણીને સાસરે ગઈ .પાછા આવતા જગ્યા નહોતી એટલે એ પાછલી ગાડીમાં બેસવા જતી રહી …
….
મૌન તૂટ્યું ત્યારે એ બોલી .
બસ આટલો સાથ આપવો હતો .હવે તમને તમારું આકાશ આપી દઉં છું .મારે એક પણ વસ્તુ નથી જોઈતી કે પૈસો પણ જે તારી યાદ આપે .

પણ મને તારી જરૂર છે હું સાવ એકલો પડી જઈશ .
બસ અત્યાર સુધી હું પણ એકલી જ હતી આ ઘરમાં પણ .
હું જાઉં છું .
અને એ જતી રહી ..ઘર અને જિંદગી માંથી .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s