બહુ સ્માર્ટ થઇ ગયા છીએ આપણે કેમ ??!!


ઉત્તરાયણનું પર્વ પત્યું .આજે બધા વધેલી ઘટેલી ચીકી લઈને ઓફિસે પણ પહોંચી ગયા .લંચ પતી ગયું .કાલે શનિવારનો પ્રોગ્રામ બનાવાનો છે .અને જો શનીરવી રજા વાળી નોકરી હોય તો શુક્રવારની રજા મુકીને ચોક્કસ કશે બહારગામનો પ્લાન હજી મધ્યાંતરે પહોંચી ગયો હશે કેમ ???
આ વાત આ વખતની ઉત્તરાયણ પર એટલે યાદ આવી કેમ કે પહેલી વાર મેં ફક્ત મારા કુટુંબ સાથે બે દિવસ પૂરે પુરા ગાળ્યા .
મારું ઘર પેન્ટ હાઉસ છે અને ચારે બાજુ એરપોર્ટ પાસે હોવાથી ત્રણ માળ થી વધારે ઊંચા મકાન નથી .લગભગ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં .આ વખતે દર વખત ભરચક લગતી અગાસીઓ ખાલી લગતી હતી .
ઉત્તરાયણ પર ફ્લેટની કોમન અગાસી પર જવાનું ત્રણ વર્ષથી લગભગ બંધ જ કરી દીધું છે કેમ કે આખી અગાસી ફ્લેટના રહીશો ના સગા જેમને ક્યારેય જોયા ના હોય એવા લોકોથી ભરચક હોય .અને ગાંધીજીના ગુજરાતમાં નશાબંધી પણ નામમાત્રની હોય છે ખાસ તો આવા તહેવારો પર એ જગવીદિત વાત છે .આ વખતે પહેલી વાર અગાસી પણ ખાલી રહી અને ગણ્યા ગાંઠ્યા રહીશો જ હતા ..
વાત ને મારી હવે આવનાર વાત વાંચ્યા પછી ફરી વાર ઉપરના ફકરા બીજી વાર વાંચશો તો સંદર્ભ સાચી રીતે સમજાશે .
ખુશીઓ નું આયુષ્ય કેટલું હોવું જોઈએ ???? એક કે બે દિવસ !!! પુરેપુરા તન્મય થઈને એને ભૂલીને ફરી રોજિંદી ઘટમાળ માં જોતરાઈ જવું એ આધુનિક જીવનની લાક્ષણીકતા કહો કે મજબૂરી કહો ઉડીને આંખે વળગે એવી ઓળખ છે .
હવે રેડીમેડ નો જમાનો છે .બધું જ તૈયાર મળે છે .એટલે તૈયાર લઇ આવ્યા પછી ગૃહિણીનો સ્પર્શ વાનગીમાં રહેતો નથી .પહેલી નજરે સામાન્ય
લાગતી આ વાત એ નજરે વિચારો કે અન્ન તેવો ઓડકાર !!!! આ વસ્તુ ત્યારે સમજાશે જયારે જીવનમાં પાછલા જીવનમાં એકલતા આવે અને શરીર સાથ ના આપતું હોય .
એનો એક બીજો પર્યાય પણ શોધાયો છે .આપણે બહુ એકબીજાને મળતા નથી તો એવા મિત્રો કે સગાને ત્યાં આ તહેવારે જતા રહેવું .”એન્જોય ” કરવા માટે .મળી પણ લેવાય અને કોઈ પણ તકલીફ વગર સરસ વિસ્તારની અગાસી પર બારોબાર તહેવાર પતી જાય .કોઈ પણ તહેવાર જુઓ રસોડે રજા રાખવાનો રિવાજ પડી ગયો છે .થોડા પતંગ અને દોર લઈને ઓળખીતા ની અગાસી ગણનારા લોકોની સંખ્યા નાનીસુની નથી રહી .બધા પોતાનું ઘર બંધ કરી બીજાના ઘરનું લીસ્ટ નક્કી કરતા થઇ ગયા છે .
એક કામ ના કરી શકાય ??? બધા પોતપોતાના ઘેર થી ઊંધિયું પૂરી ,જલેબી અને ચીક્કી લઈને જાય ????કેટલી બધી વેરાઈટી ખાવા મળે !!! પણ ના પાસેની દુકાનેથી મંગાવી લેવાનું .બિચારી પોતાની ઘરવાળી પણ કેટકેટલા લોકોનું કામ કર્યા કરે !!!વળી ઘરકામ કરનાર બાઈઓ પણ આ બે દિવસ રજા પાડે એટલે બહાર કોઈના ઘેર જવું વધારે અનુકુળ આવે .પાછલા 12 વર્ષોથી મેં અમારે ત્યાં મોડી સાંજે થતી આતશબાજી જોઈ નહોતી .કેમકે એ વખતે આવેલા મેહમાનો માટે સાંજના ખાવાનું કરવાનો સમય થતો .બધા ” થાક્યા ” હોય અને “ભૂખ્યા” પણ થયા હોય ને !!! ધીરે ધીરે એ આતશબાજી માં થી રસ જ ઉડી ગયો .
ક્યારેક નશો કરેલી હાલતમાં જેના ઘેર ગયા હોઈએ ત્યાના રહીશો સાથે બેહુદુ વર્તન અને ઝગડા કરનાર , ત્યાંના રહીશો ની આસપાસની જગ્યાએ પડીકી ખાઈને ગમે ત્યાં થૂંકતા “સજ્જન” મહેમાનો .ત્યાં ગંદકી ફેલાવી પોતાના ઘેર રાત્રે પરત ફરતા પહેલા ત્યાની અગાસીમાં ફટાકડા ફોડવા ડાન્સ કરવો વગેરે શોખ પુરા કરે છે .અહીં સ્થાનિક રહીશોની યુવાન છોકરીઓની છેડતીઓ નો ઉલ્લેખ પણ નથી કરવો .અથવા આમાંનું કશું ના હોય તો બહારગામ જતા રહેવું .અહીં જો કોઈ રહીશ વિરોધ કરતો હોય તો બદલો લેવાની ઉત્તમ તક .
અમારી બાજુના એપાર્ટમેન્ટ માં એક કુટુંબ હંમેશા રાત્રે દસ વાગ્યે સુઈ જાય .અને આવા બધા ન્યુસન્સ પણ તેમને ના ગમે .એમનું ઘર ટોપ ફ્લોર પર છે .તેઓ હમેશા સાચી વાતનો સાચી રીતે વિરોધ પણ નોંધાવે .પણ ઉત્તરાયણ ને દિવસે એમના ફ્લેટની છત ઉપર જ મ્યુઝીક સિસ્ટમના મોટા સ્પીકરો ગોઠવી મોડી રાત સુધી વગાડવાનો પ્લાન બનતો રહે હેરાનગતિ કરવાની મજા પણ આ તહેવારમાં શામેલ છે ખરી ????
હવે વાત પહેલાની ઉતરાણ ની કરું . પહેલી પતંગ દિવાળી પહેલા અને શરદપૂનમ પછી ચગે .એક પતંગની ખુશી કેટલા મહિનાનું આયુષ્ય લઈને આવે !!!?? આ વાત બાળકના બચપણની છે જે આપણે ટૂંપાવી ને નાનું કરી દીધું છે .મમ્મી અઠવાડિયા પહેલા ચીક્કી બનાવીને રોજ નાસ્તામાં આપે ત્યારે વહેંચવાની મજા !!! હવે તો સ્કુલ નાસ્તો આપે !!! લાચ્છીઓ મળે અને દડા નાના નાના .ઉતરાણ પછી લંગીસ બનાવીને પેચ લડાવવાના .દરેક તહેવાર માં વ્યક્તિગત હિસ્સો બધા લે .બહેન ફીરકી પકડે ( હવે ગર્લ ફ્રેન્ડ ) .પપ્પા નીચે સુઈ જાય .મમ્મી બધા શાકનું ઊંધિયું બનાવે અને પાસ પડોસ માં એકબીજાને ત્યાં ઢાંકવાનો રીવાજ પણ ખરો .
હવે દિવાળી તો ઘરથી દૂર કરવાની નવી રીતી ચાલે છે .જેથી મહેમાનથી બચી શકાય …કોઈ ઉત્સવ ઉજવાતો ના હોય એ ઘરને મકાન કહેવાય અને મકાનમાં ફક્ત ઈંટ પથ્થર થયેલી લાગણી ખંડેરની જેમ આંટા માર્યા કરે જે પાછળથી એકલતા ઘરના અને બહારના લોકો થી આપી દે .ત્યારે દોષ કોનો ???!!! ધાર્મિક તહેવારો નું પ્રયોજન સમજ્યા વગર દેખાદેખી થી 1000 કેલરી ઉભા કરતા ઉપવાસો માં શું ભગવાન સાથેની સાચી તાદાત્મ્યતા ધબકતી જોવાય છે ???( મંદિરમાં દર્શન કરતા બે પરિચિતો ની વાતો સાંભળી જોજો !!)
મેહમાનને આવકારો આપવો એ આપણી સંસ્કૃતિ છે પણ મને એની પણ રાહ છે જયારે સામે વાળા પણ આવું જ આમંત્રણ અમને આપે કેમ કે એમના ઘેર તાળું જોવા મળે છે !!!

બહુ સ્માર્ટ થઇ ગયા છીએ આપણે કેમ ??!! લાગણીઓ ફેસબુકની નદીમાં નાવડી બની વહ્યા કરે છે અને મોબાઈલ પર વાત કરતી વખતે ચેહરા પરનું જૂઠ વંચાતું નથી .બનાવટ પરખાતી નથી .અને એમાંથી ઉદ્ભવે છે સ્ટ્રેસ .વિચારજો શાંતિથી !!!

Advertisements

One thought on “બહુ સ્માર્ટ થઇ ગયા છીએ આપણે કેમ ??!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s