સિમ્પલ લાઈફ ના કેટલાક કોમ્પ્લીકેશન્સ !!!


સિમ્પલ લાઈફ ના કેટલાક કોમ્પ્લીકેશન્સ !!!
હું કોણ છું ??? દરેક હું ને એક નામ મળ્યું છે પણ ક્યારેય હું પોતાના નામને પોતાને સંબોધવા ઉપયોગ નથી કરી શકતો .
આ હું તો પ્રત્યેક સજીવ વસ્તુ માટે સરખો જ છે પણ વાણી અને પ્રતિભાવ આપવાની ક્ષમતાને લીધે માત્ર માણસ જાત જ આ વિષે બોલે છે .
માનવ પોતાને શક્તિશાળી માને છે પણ શસ્ત્ર સૌથી વધારે વાપરે છે અને એ પણ બીજાથી ડરે છે એટલે .શું કોઈ પણ શક્તિશાળી હોય તો એને ડર હોય ???
કુદરતને જોઈએ ત્યારે માનવી થી પણ વધારે પ્રતિભાવંત અને માનવીની પહોંચ બહારની લાખો વસ્તુઓ છે પણ તે વિરોધ નથી નોંધાવતી એટલે માણસે પોતાને સર્વશ્રેષ્ઠ જાહેર કરી દીધો છે .
માણસ ની બુદ્ધિએ સર્જેલા વિશ્વને લીધે જ એ આજની દુનિયા માં સૌથી વધારે શાપિત બનતો જાય છે …
માનવી ઠોકરો કેમ વધારે ખાય છે ??? કારણકે તે હમેશા નજર ઉપર રાખે છે અને ચાલીએ ત્યારે નજર રસ્તા ઉપર નીચે અને આજુબાજુ હોવી જોઈએ .મીઠા ફળ આપતા વૃક્ષો ઝૂકેલા હોય છે .દરિયાને કિનારે રેતીમાં ઉગતી નાળીયેરી ખારા પાણીથી પોષાય છે અને મીઠું પાણી આપે છે .વેલ આવી ફિલ્ટર સીસ્ટમ સ્વયં સંચાલિત માનવ પાસે છે ??? એકદમ મફત ???!! કોઈ પણ જાતના સાધન વગર જો કુદરતી આફત આવે તો પશુઓ સતર્ક થઈને કોઈ સલામત સ્થાને જતા રહે છે અને આપણે ?????
કુદરત સાથે સમાધાન સાધવામાં પ્રાણીઓ અને પક્ષીઓ વધારે સ્માર્ટ સાબિત થયા છે ..તેમને ઠંડીમાં સ્વેટર પહેરેલા નથી જોયા અને વરસાદમાં રેનકોટ પણ નથી પહેરતા .કોઈ વાર આપણને એ સુખી લાગ્યા છે ??? પણ ખરેખર તો છે વિચારો તો !!!
ભણતર ના બોજથી ઝુકી જતા માનવબાળને નાની ઉંમરે ચશ્માં પહેરતા જોયા છે પણ બીજા માનવેતર જીવો ને મોતિયો ઉતરાવવો નથી પડ્યો .એમને ડાયાબીટીસ ,હાર્ટ એટેક નથી થયા .પ્રસુતિની પીડા તો દરેક માં ભોગવે છે પણ ડોક્ટર ,વકીલ વગેરે નામની પેટા પ્રજા માનવ જાતિમાં જ સંભવી શકે !!!
આજના પર્યાવરણ સાથે અનુકુલન સાધી લીધેલા માનવેતર જાતિના પ્રાણીઓ કોઈ વાર જીવન અકારું છે ,દેવું થઇ ગયું છે ,ભણતર માં ટકા ઓછા આવ્યા ,મોંઘી લોનના હપ્તા ના ભરાયા ,દીકરો કપાતર પાક્યો ,અનાથાશ્રમ ,વૃદ્ધાશ્રમ ,દવાખાના ,ન્યાયાલય વગેરે વ્યવસ્થાથી પીડાતો નથી નથી એમને આપઘાત કરવા પડતા .તેમના માં બ્યુટી ક્વીન ની સ્પર્ધા પણ નથી થતી અને બળાત્કાર પણ નથી થતા .
બુદ્ધિ જો આશીર્વાદ છે તે તેનો સમજ્યા વગરનો ઉપયોગ આજે શ્રાપ બનીને માનવજાત પર ઝળુંબી રહ્યો છે .
વધુ આગળની પોસ્ટમાં …મળીએ ત્યારે !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s