સિમ્પલ લાઈફ ના કેટલાક કોમ્પ્લીકેશન્સ : 2


બાળક જન્મ્યું છે અને કેટલા વર્ષ એ પોતાની રીતે જીવે છે ??? વધારે કહી દેવાયું .બાળકને એક વર્ષની અંદર કેટલીક તાલીમ મળવા લાગે છે .હવે તો વર્કિંગ વુમન નું બાળક તો કદાચ આ પહેલા માં ની ગોદ છોડી દાદા દાદી કે નાના નાની કે આયા ને હવાલે થઇ જાય છે .પહેલા બે માં ખુબ વહાલ સાથે કેટલીક ના સાંભળવાની ટ્રેનીંગ નો અભાવ દેખીતો છે .અને ઘેર હોય તો પણ બાળકને અઢી વર્ષે નિશાળને હવાલે ( પ્રી નર્સરી ) ને હવાલે .બોલ બેટા એ ફોર એપલ .ઘેર સફરજન કહેવાય અને અહીં એપલ !! કન્ફયુઝન ની સાચી શરૂઆત અહીં થી શરુ .એક હિન્દીભાષી મનુષ્યને રશિયન ભાષા ના પ્રદેશ માં ઉતારી દેવાયો હોય એવી થોડી થોડી શરૂઆત .
જયારે બાળકને પોતાની પસંદ વિષે પ્રથમ વાર ભાન પડે ત્યારે તો એની ગાડી ક્યાં ને ક્યાં પહોંચી ગઈ હોઈ કે જ્યાંથી પાછા વાળવાની કોઈ શક્યતા લગભગ નહીવત હોય . અંગ્રેજી ફાવશે એની તો માં બાપ ક્યાં વિચારે છે ??
અહીં એક વાત કહું કે ખલીલ જિબ્રાને કહેલું કે જે વ્યક્તિએ પોતાનું શાળાકીય ભણતર પોતાની માતૃભાષામાં પૂરું કર્યું હશે તે દુનિયાની કોઈ પણ ભાષામાં ઉચ્ચતર અભ્યાસ કરી શકશે .એટલે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોય તો પછી આગળ માધ્યમ બદલાય તો ચાલે પણ અહીં તો ટકાની મારામારી હોય છે ભલે ને બાળક પછી હતાશાથી પીડાઈને આત્મહત્યા કરી દે .એના માટે કોઈને સજા થતી નથી આ તો ઠંડા કલેજે વર્ષોના પ્લાનિંગ થી અપાયેલું સ્લો પોઈઝન છે .બાળક જાગૃત અવસ્થામાં કેટલા કલાક ઘરના સભ્યો ના સાન્નિધ્ય માં હોય છે ??? ગણતરી કરો બાળક દીઠ .છ વર્ષે સ્કૂલિંગ શરુ થવું જોઈએ એને બદલે વહેલા ઉંચે પહોંચવાની લાહ્યમાં અઢી વર્ષે દુનિયામાં જુદા જુદા ક્લાસો માં ટીચાતું બાળપણ લાગણી વિહીન જુવાન કેમ બને છે તેનું કારણ આ જ છે .એ પછી સોશિઅલ સાઈટમાં લાગણીઓ ના સ્માઈલી ને સાચા ગણે તો વાંક કોનો ???
કેમ આજે પ્રેમ જ્યાં હોવો જોઈએ ત્યાને બદલે બીજી જગ્યાએ શોધાય છે ??? બાળક આજુબાજુ માંથી પણ ગ્રહણ કરે છે પણ બધે સરખું હોય તો માં બાપની આચાર અને વિચારમાં ફરક જોવાતો હોય એવી વાતો પર બાળક કેટલો વિશ્વાસ કરી શકે .જો કાલે ઉઠીને તમારા બાળક તમને કશું ના પૂછે તો એનો વાંક કાઢવાને બદલે એના જન્મના શરૂઆતના દસ વર્ષો ફ્લેશબેક માં જઈને જરુરુ જોજો .જવાબ બાળક પાસે નહિ તમારી પાસે જ હશે .
હજીય એક કહેવત સાચી છે : વાવે તેવું લણે ,,,
આ બધું વાંચેલું નથી પણ જાત અનુભવ છે .તમને મારા પરિચય માં વાંચવા મળ્યું હશે કે હું નોકરી કરતી હતી અને પછી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું .મારી દીકરી માટે મારી પાસે સમય નહોતો રહેતો .હું દિવાળીનું આખું વેકેશન રજા ગોઠવીને તેની સાથી ગાળતી .હું એનામાં માં અને પિતા ના સાન્નિધ્યની ઝંખના જોતી ,અનુભવતી .ટીન એજ માં જતી કોઈ પણ દીકરીની એ વખતે માં જ માર્ગદર્શક હોઈ શકે .અને હું નોકરી પર જતી રહેતી .મને મારા બાળપણ ના દરેક તબક્કા યાદ આવતા એના ઉછેર સાથે .મારા શાળાએથી આવવાના સમયે મમ્મી પડોસમાં હોય તો ય હું ગમગીન થઇ જતી તો આ દીકરી તો તાળું મારેલા ઘરને ઓટલે મારી આવવાની રાહ જોતી રહેતી .માં તરીકે કલેજું કપાતું .પછી વિચારતી કે મારી પાસે તો યાદ કરવા જેટલું કેટલું બધું છે .પિયરની કેટલી બધી યાદો અને મારી દીકરી ને તો ફક્ત એટલું જ યાદ રહેશે કે માં સવારે પર્સ લઈને નોકરી જતી અને સાંજે પછી આવીને રસોઈ કરતી .યાદ કેવી અને કેટલી ???
એક દિવસ મેં નોકરી છોડી અને મારી દીકરી મારી દોસ્ત બની .એને બહારની દુનિયાના દોસ્તની જરૂર જ ના પડી .સાચી સમજ અને સાચું સમાધાન આપવાની પ્રમાણિક કોશિશ કરી .તેને એક વસ્તુ શીખવાડી કે બે ટકા ઓછા આવશે તો ચાલશે પણ દીકરી શરીર તંદુરસ્ત રહે એ વધારે જરૂરી છે .માર્ક્સ ઓછા ચાલશે પણ વિષયમાં સમજ જરૂરી .સમજીને વિચારીને લખવું નહિ તો ના લખવું .નોકરી કરતી ત્યારે 49-50% લાવતી એ દીકરી બહુ તેજસ્વી ના રહી પણ તો પણ પોતાની મહેનત થી બી કોમ અને એમ કોમ માં પહેલો વર્ગ લાવી .સ્કુલમાં ગુજરાતી માધ્યમ અને કોલેજ માં અંગ્રેજી માધ્યમ માં ભણી .ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માં નિરાશ અને નાસીપાસ ના થવાનું એ શીખી .અત્યારે સી એ કરે છે એની ઈચ્છા છે એટલે .ખુબ તેજસ્વી વિદ્યાર્થીઓ આ કોર્સ કરે છે પણ જીવનના દરેક રંગ માણતા માત્ર પુસ્તકિયો કીડો નહિ પણ દુનિયાને જોતા જોતા ભણવાની ધગશ છે એને .હું એક માં તરીકે સમજુ છું કે આ કોર્સ એના માટે ખુબ અઘરો છે પણ તોય એ કોઈ પણ ક્લાસ કર્યા વગર પરિણામની ચિંતા કર્યા વગર ભણે છે . એને ઈચ્છા હશે ત્યારે લગ્ન કરીશું એવી ખાતરી આપી છે એને .ભણાવવાનું એટલે કે માં બાપ ને ઘેર નિશ્ચિંત મને ભણી લેવાય જે પછી ખુબ કામ આવે છે .પોતાનું સ્થાન પોતાની મહેનત થી બનાવ .એને ગૃહ્ક્ષેત્રે પણ પૂરે પૂરી તાલીમ આપી છે કે એને કોઈની પણ મોહતાજી ના રહે .
આજથી એક અભિયાન શરુ થયું છે : દીકરી બચાવો દીકરી ભણાવો .
આ કામ સમાજ કરતા પણ વધારે એક માં નું છે .બસ થોડી હિંમત કેળવવી પડે બસ।

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s