સિમ્પલ લાઈફ ના કેટલાક કોમ્પ્લીકેશન્સ :4 !!!!


સેમિનારો બહુ ચાલે છે અને એક નવો વ્યવસાય બહુ સારી રીતે ચાલે છે અને તે છે કાઉન્સેલર .તમે સલાહકાર બની જાવ તો વિના રોકાણનો 100% નફાનો ધંધો .એ પણ માનવ જીવનમાં શાંતિ આપે તેવા વ્યવસાય ની જરૂર છે .મને કોઈ તેજસ્વી વિદ્યાર્થી જો આગળ શું કરવું એમ પૂછે તો હું કહું છું .બી એ કરો મનોવિજ્ઞાનમાં અને કલીનીકલ સાયકોલોજી માં માસ્ટર કરી લો .બહુ જ સ્કોપ છે આગળ .મારી સામે હસી પડે .હું કહું છું એને કે આજે તો પ્રાથમિક શાળાનો બાળક પણ સ્ટ્રેસ થી પીડાય છે ભઈલા તો પછી આનું કાઉન્સેલિંગ તો આગળ જતા એવું થશે જેવી રીતે આજે બી પી અને ડાયાબીટીસ જેવા રોગ પણ સ્ટેટસ સિમ્બલ ગણાય છે .
આ સ્ટ્રેસ ક્યાંથી ઉદભવે છે એની શરૂઆત વિષે આપણે ક્યારેય વિચાર્યું નથી .અહીં પણ સિમ્પલ લાઈફનો સિમ્પલ ફંડા જ છે .જયારે આપણું મન જે કહે એનાથી વિરુદ્ધ કરીએ એટલે સ્ટ્રેસ ઉદભવે .આપણને દુનિયા લાચાર નથી કરતી પણ આપણે આપણી જાત થી વધારે કોઈની પાસે લાચાર હોતા નથી .
એક સાદું ઉદાહરણ બાળકનું .એનાથી એક કાચનો કપ ફૂટી જાય છે .મમ્મી બહુ ગુસ્સો કરશે એ વિચારે એ જુઠ્ઠું બહાનું કરે છે અને પછી ભલે એ નાનો હોય પણ એણે ખોટું કર્યું છે એનો એહસાસ અને 100% અણીશુધ્ધ રીતે હોય છે જ .પણ મમ્મીના ગુસ્સા થી બચવા એ ખોટું કરવા પ્રેરાય છે અને અહીં થી બધાની શરૂઆત થાય છે .એ જુએ છે કે પપ્પા ઘેર હોય અને અમિત અંકલનો ફોન આવે તો પપ્પા પોતાને ઉપાડવાનું કહી એવો જવાબ અપાવે છે કે પપ્પા હમણાં જ બહાર ગયા .એટલે એ પોતાના નાના જુઠ ને જસ્ટીફાય કરી લે છે .
અહીં ફક્ત એટલી જરૂર છે કે બિન જરૂરી ક્રોધ ના કરો અને સાચું બોલતા વાણી થી નહિ પણ પોતાના વર્તનથી શીખવાડો .ઘણી વાર મારા હાથે નુકસાન થઈ જાય છે પણ હું બિલકુલ શાંતિ થી મારા પતિને બધું સાચું કહી દઉં છું એટલે એ ગુસ્સો નથી કરતા .મારી દીકરી નાનપણ થી એ જુએ છે અને એણે પહેલી વાર બીજાને ત્યાં જોયેલું એટલે કહેલું કે તું પપ્પાને કોઈ બહાનું બતાવી દેજે .પણ અહીં મેં એને સમજાવી કે જો આપણે સાચી હકીકત કહીશું તો કોઈ ગુસ્સે નહી થાય અને ગુસ્સે થાય તો પણ આપણા થી નુકસાન થયું છે એટલે આપણે શાંતિથી સાંભળવું તો પડે અને બીજી વાર આવું ના થાય એવું ધ્યાન પણ રાખવું પડે .એક સત્ય હમેશા એ જ રહે છે પણ જુઠ્ઠું બહાનું કાઢ્યું હોય તો હમેશા યાદ રાખવું પડે છે સાવચેત રહેવું પડે છે .ચોરી કરીને પાસ થનાર ને દરેક પળે સાવચેત રહેવું પડે છે પણ ચોરી કર્યા વગર નાપાસ થનારને કોઈ વાર એનો આત્મા પીડતો નથી .આ વસ્તુનો અમલ જુએ તો કોઈ બાળક સ્ટ્રેસ ની શરૂઆત થી બચી જાય .

ફક્ત નુકસાન માં જ નહિ રસ્તા પર કોઈ એકસીડન્ટ માં ઘાયલ પડ્યું હોય ત્યારે એની મદદ કરનાર કરતા નજર કરીને આગળ વધનારની સંખ્યા કેટલા ગણી વધારે હોય છે !!! એ લોકોમાંથી ઘણા ને એ વખતે મદદ કરવાનો વિચાર પણ થતો હશે પણ એને અવગણીને આગળ વધે ત્યારે દિમાગ દિલ પર હાવી થયેલું હોય છે .અને એ વિચારની અગત્યતા એમને ત્યારે જ  સમજાય જયારે તેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય .

તો આપણને સ્ટ્રેસ ની વાત કરતા હતા .બહુ સાદી વાત છે કે દરેક સમસ્યાનું સમાધાન જેની પાસે હોય છે અને જ્યાં હોય છે એ સિવાયની બધી જગ્યાએ આપણે ફાંફા મારીએ છીએ .એક સત્ય વાત છે કે આપણે આપણી અંદર ક્યારેય ઝાંકવાની કોશિશ નથી કરતા આપણે ક્યારેય આપણા મનને સવાલ નથી કરતા જેની પાસે દરેક સવાલના જવાબ અને સમસ્યાનું હલ છે . આપણને બધા પર વિશ્વાસ હોય છે પણ પોતાની જાત પર વિશ્વાસ નથી હોતો .મેં આગળ પણ એક બ્લોગ માં કદાચ કહ્યું છે .સુતી વખતે તમે તમારી જાતને ફક્ત એટલું કહો કે રાત્રે ફલાણા ટાઈમે મારે ઉઠવાનું છે તો એ સમયની પાંચેક મિનીટ પહેલા તમે જાગી જશો .તમને કોઈ વાત બહુ મુંજવે ત્યારે તમે એક કાગળ પર લખી એ કાગળને ફેંકી દો .તમારું મન હલકું તો થઇ જ જશે પણ મન હલકું થયા પછી તમને જ પોતાને જ એ મૂંઝવણ માંથી બહાર નીકળવાનો રસ્તો મળશે .પણ આ રસ્તો તમે ક્યારેય અપનાવ્યો છે ખરો ??? કોઈ ના હોય તો એકાંત માં થોડું રડી લો તમારા ઈષ્ટદેવની છબી સામે જ રડી લો .તમારું બધું દર્દ એને કોઈ જીજક રાખ્યા વગર કહી દો .આ કર્યા પછી તમને શાંતિથી ઊંઘ પણ આવશે અને જો તમારી મુશ્કેલી દુર થાય તો તમે ભગવાનનો આભાર માનશો પણ એ ભગવાન બીજું કોઈ નહિ તમારી અંદર બેઠેલો તમારો શુદ્ધ આત્મા જ હોય છે .
આપણું આ મન ક્યારેય આપણું બુરું નથી ઇચ્છતું એટલે એ હમેશા પ્રેક્ટીકલ નહિ પણ સાચી સલાહ આપે છે જે આપણે એ વખતે તદ્દન અવ્યવહારુ માનીએ છીએ .કદાચ મનની સલાહ માનવાથી તમારું થોડું હંગામી નુકસાન પણ થાય પણ કદાચ બહુ મોટા ભયમાંથી તમે બચી ગયા હશો અને આવનારો સમય તમને કહેશે કે હા આ વખતે મારી સાથે આવું થયેલું  .
આનું કારણ બહુ સીધું છે કે એક તમે પોતે જ છો જે પોતાના ગુણ અવગુણ સ્વભાવ વગેરે થી સંપૂર્ણ વાકેફ છે .તમારી લાયકાત -યોગ્યતા તમારી પસંદ નાપસંદ બધું જ જાણો છો ,પોતાના ભય મર્યાદાથી વાકેફ છો તો બીજા કોઈ કેવી રીતે તમને સાચું માર્ગદર્શન આપી શકે ??? મારી પાસે સમય નથી કહેવાનું એક બહાનું છે .પોતાના માટે તો ક્યારેય પણ વિચારી શકો છો .નહાતા ,વાળ ઓળતા ,રસોઈ કરતા કે કપડા બદલતા .
પોતાની મર્યાદાઓ અને ભૂલો નો સ્વીકાર કરતા શીખી જશો એ દિવસે સ્ટ્રેસ તમારાથી અંતર રાખતો થઇ જશે .તમે તમારી જાતને પુરવાર કરવાની વ્યર્થ કોશિશ ના કરો પણ તમારી શક્તિ ઓળખવાની કોશિશ કરશો એ દિવસે કોઈ પણ પ્રયત્ન વગર તમે સફળતાનો સ્વાદ ચાખી શકશો .
અને સ્ટ્રેસ થી દૂર રહેવાનો એક બીજો રસ્તો છે ધીરજ .દરેક વસ્તુ ટુ મિનીટ મેગી ની જેમ તરત નથી મળતી પણ એને મેળવવા ધીરજ જોઈએ .એ ધીરજ આપણને થતી ભૂલો થી વાકેફ કરાવે છે અને ભૂલો સુધારવાની તક પણ મહદ અંશે આપે પણ છે .
જેને પોતાના મન પર પોતાની જાત પર શ્રદ્ધા હોય અને મંઝીલ માટે સબુરી હોય તે ગલીથી સ્ટ્રેસને દૂર રહેવું પડે છે .
SO START TO LOOK INTO YOUR SELF , AND FEEL THAT HALF OF THE PROBLEMS ARE JUST IMAGINARY AND OTHER ARE NOT IMPOSSIBLE .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s