સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ :5 !!!


આજકાલ એક નવો શોખ પાળ્યો છે .ચકલીને નીરખવાનો ..ચકલીને જોઇને બહુ ખુશ એટલે થાઉં છું કે એ સ્વસ્થ પર્યાવરણની દ્યોતક છે .રોજ સવારે એક ચકલો આવીને લગભગ કલાક મારા ઘરની બાલ્કની પાસે ચીં ચીં કર્યા કરે .એકાદ બે વર્ષ થયા એક બિલ્ડર એક પૂંઠા માંથી બનેલું ચકલી ઘર આપતા એમાંથી બે મારે ઘેર લાવેલા .એક સરસ મજાની બારી એમાંથી ચકલી અંદર જઈને ચણી શકે છે .એનું નામ લખેલું ચક્લીઘર .પણ ભાઈ ચકીબેન અને ચકાભાઇ વાંચી તો શકે નહિ .એ તોય મેં ટાંગી દીધા . અચાનક દેવ ચકલી ,બુલબુલ અને ચકાભાઇ અને ચકી બેન તેમાં આવવા માંડ્યા .નિયમિત કશું નાખું અને એ લોકો સીટી મારીને એક બીજાને મેસેજ આપે અને એમના ભેરુ પણ ખાઈ લે .ચકી ખાઈને તરત બ્રશ કરે .ચાંચ ઘસે .
હવે એક તેલના ડબ્બાને કાપી ,એને સરસ રંગીને એના પર પેઈન્ટ કરીને પછી એને મુકવું છે .
સાચું કહું તો બહુ નાની લાગતી વાત છે પણ એને સ્વચ્છ રાખવું ,એમના સમય નું ધ્યાન રાખવું એમાં મારા મનને ખુબ આનંદ આવે .સવારે જાત જાતના પક્ષીઓનો કેકારવ સાંભળીને ખુશ રહેવાય .એમાં પણ એક બુલબુલ પોતાના સમયે ચકલો આવે તો એને કાઢી મુકે અને ચકલો એને આવીને ચાંચ મારે એ જોઇને હસવું પણ આવે .
બટાકા ઉગી જાય ત્યારે એ ભાગને લઈને અમે એક કુંડામાં રોપી દીધા .અને સરસ મજાના બટાકા કુંડામાં ઉગ્યા અને જોઇને બાળક જેવી ખુશી થઇ . એટલે કચરામાંથી શાકના છોડા અને એવી વસ્તુઓ કાણા તપેલા માં ભરીને અગાસીમાં મૂકી દીધું .એમાં માટી ભેળવી અને એમાં કોથમીર કે બટાકા એવું બધું વારાફરતી ઉગાડીશું .શુદ્ધ સેન્દ્રીય ખાતર અને કચરાનો યોગ્ય ઉપયોગ થશે .આ બધું કરવામાં થાક ભૂલી જવાય .
આવી રીતે અમે કુંડામાં તરબૂચ પણ ઉગાડેલા .કૈક જુદું કરવાથી કૈક નવું કરવાથી તમે ક્યારેય હતાશાના શિકાર નથી થતા .પ્રયત્નો નું ફળ જે હોય એ પણ એ કરવામાં આવતો આનંદ જ જીવનની જડીબુટ્ટી છે .
આ બધું કેમ કહું છું ખબર છે .આ રોજબરોજ આપણી આજુબાજુ બનતી નાની નાની ઘટનાઓ પ્રત્યે આપણે અસંવેદનશીલ બની ગયા છીએ .એ વાતોને એમ જોઈએ કે દરેક જીવને પોતાનું પેટ ભરવા પરિશ્રમ કરવો જ પડે છે પણ એમને કોઈ ફરિયાદ નથી .તેઓ એકલપેટા નથી વહેંચીને ખાય છે .એક ને મળે તો બીજાને બોલાવે છે .ખતરો લાગે તો સામનો પણ સ્વયં કરે છે .જો સામે વાળો શક્તિશાળી હોય તો એનો રસ્તો છોડી દે છે .એમાં નાનમ લગતી નથી .એક જીવને બીજા જીવની ઈર્ષ્યા પણ નથી .
સૌથી વધુ તો પોતાના શરીરમાં જાતે સ્વસ્થ થવાની તાકાત કુદરતે મૂકી છે .કુતરું બીમાર હોય તો એ કશે ખૂણામાં ઘાસ ખાશે ,સિંહ પણ ખાય છે જો બીમાર હોય તો .એનાથી ઉલટી થાય અને શરીરનો કચરો બહાર નીકળી જાય છે . અને નાના બાળક ને પણ જોશો કે એ બીમાર હોય તો કશું પણ ખાતું નથી .આ બધા પક્ષીઓ અને પ્રાણીઓ જો શરીર સારું ના હોય તો ઉપવાસ કરતા હોય છે એને લીધે શરીર ના ટોક્સીન બહાર જતા રહે મળ મૂત્ર અને પ્રસ્વેદ ને માર્ગે .બે ત્રણ દિવસ લાગે પણ પછી સારું થાય .એમના શરીરે ઘ હોય તો ચાટી ચાટીને સાફ કરે અને ઘા રુઝાઈ જાય .આ બધી સગવડ આપણા શરીર માં છે પણ એ વિષે અજ્ઞાની છીએ કે પછી આપણો અભિગમ નીરસ છે . ખેર આપણે ત્યાં તો બીમારીમાંથી એક જ ડોઝ દવાનો લઈને ઉભા થવાનો રીવાજ છે એટલે ભારે ડોઝ લઈને શરીરને નુકસાનીનો વિચાર કરવાનું પોસાય નહિ .યાર ટાર્ગેટ ચાહે પોતાની જિંદગીનું હોય કે કંપનીનું સમય બગાડવો કોને પોસાય ??? 😛
આપણા ઉપવાસ કેવા હોય છે ને !!! આજકાલ છોકરીઓ ફેશનને નામે ફેસિયલ વેક્સિંગ વગેરે કરાવે છે .આપણા શરીરમાં જ્યાં પણ રૂંવાટી કે વાળ છે એ ટોક્સિક પદાર્થો પરસેવા રૂપે બહાર નીકળે એ માટે છે .જો એ રોમ છિદ્રો પરની રૂંવાટી નીકળી જાય તો છિદ્રો પુરાય તો ખરા જ પણ એના પર જમતા અદ્રશ્ય કચરો શરીરમાં કેવી વિકૃતિઓ પેદા કરી શકે તે વિચારતા નથી .ફક્ત સાદું પાણી તમે પી લો અને પુરતું પીઓ તો તમારા ઘણા ખરા રોગ ઉદ્ભવે જ નહિ .
આપણે મેદાનમાંથી પહાડી વિસ્તારમાં જઈએ ત્યારે તબિયત થોડી સાથ નથી આપતી ,ચક્કર ઉલટી પણ આવે છે એ હવામાન ને જમીન વાતાવરણનો ફરક હોય એટલે .શરીરને એની સાથે તાદાત્મ્ય સાધતા બે ત્રણ દિવસ લાગે પછી તો બધું નોર્મલ થઇ જાય .પણ આપણે શરીરને સમય આપીએ છીએ ?? જ્યાં પણ જાઓ તમે ત્યાનો ખોરાક લો એની સાથે ત્યાંનું જ પાણી પીઓ કેમ કે એ ખોરાક પચાવવાની તાસીર ત્યાંના પાણીમાં જ છે અને કદાચ બિસ્લેરી પીવાથી પણ આપણે બીમાર કેમ થઈએ છીએ એનું રહસ્ય આ જ છે .( આ જાત અનુભવ નો નિષ્કર્ષ છે 🙂 )
અને છેલ્લે એક નાનકડી વાત કે એક સમયે સુવાથી ,ઉઠવાથી અને જમવાથી 50% રોગ થતા જ નથી . આપણા શરીરની ઘડિયાળ સેટ જ હોય છે પણ આપણે એ ઘડિયાળને છેલ્લે ક્યારે જોઈ કે અનુભવી ???તમે કોઈ નિયમ બનાવી એને વળગી રહો એને માટે તમારું મનોબળ જોઈએ અને નહીતો બહાના બનાવતા ક્યાં નથી આવડતા !!! આપણા શરીર ની ખુવારી માટે આજની રહેણી કરણી નહિ પણ જોયા સમજ્યા વગર એનું આંધળું અનુકરણ કરવાની આપણી વિચારસરણી જ જવાબદાર છે .તમે કોઈ તમને કહે કે આ બોટલમાં અતિશય ઝેરી પ્રકારનું રસાયણ છે એને પી જાઓ ,તો પીઓ છો ખરા ??? તો પછી એ જ દ્રઢતા થી આપણી ખરાબી માટે જવાબદાર વસ્તુઓને ના કેમ નથી પાડતા ??
શરીરને સારું કરવું હોય તો જડીબુટ્ટી અને આયુર્વેદ શ્રેષ્ઠ છે પણ ખુબ ધીમી અસર કરે છે એ આજના ગતિશીલ જમાનાની માન્યતા ભલે છે પણ એ ભૂલી જવાય છે કે જે ધીમું જાય એ જડમૂળથી પણ જાય છે .!!!
ભગવાન જે દહાડે એક સ્કીમ લોન્ચ કરે કે હું પૃથ્વી પર તમારું કમાયેલું બધું ધન મૃત્યુ પછી સાથે લઇ જવાની પરમીશન આપીશ તે દિવસે આજનું જીવન પર્મીસેબલ બની જશે ત્યાં સુધી જરા ધીરે જજો રાજ ….!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s