સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ : 6…!!!


મહાભારત કાળમાં કૌરવ ને પાંડવ જયારે ગુરુ દ્રોણાચાર્ય પાસે વિદ્યા ગ્રહણ કરતા હતા ત્યારની પેલી પક્ષીની આંખ વાળી અર્જુનની વાત બધાને ખબર હશે જ .અને ગુરુ વગર માત્ર મૂર્તિ આગળ સાધના કરીને અર્જુન કરતા પણ ચડિયાતી ધનુષ વિદ્યા શીખનાર એકલવ્ય પણ યાદ હશે .
પાઠ બધા એકસરખો ભણતા પણ જયારે પરીક્ષા હોય ત્યારે લક્ષ્ય નક્કી કરીને વેધ કરવાનો હતો બરાબરને ??? અહીં એ પરિપેક્ષ્ય કરતા થોડા અલગ દ્રષ્ટિબિંદુ પર વાત કરવી છે .એ ઝાડ એના પર પંખીઓ એના માળા ,ફૂલો ફળો ,ડાળીઓ બધું જ દ્રશ્યમાન સૌ માટે સરખું જ હતું .અર્જુનને આંખ દેખાતી એ વાત સાચી પણ આ બધું એના માટે પણ સત્ય હતું . પ્રશ્નપત્ર આંખ વીંધવાનું હતું એટલે દ્રષ્ટિ ત્યાં કેન્દ્રિત કરી પણ સિલેબસ તો એ જ હતો અને એનો પૂર્ણ અભ્યાસ પણ હતો .અહીં ફક્ત અર્જુન સાચો અને બીજા બધા ખોટા એમ નથી કહ્યું પણ નિશાન પર વાત નહોતી .બધાના પ્રયત્નો હતા પણ સફળ નહોતા થયા તેથી અર્જુન મહાન બાણાવળી સિદ્ધ થયો .પણ એકલા ભટકતા ભીલ પુત્ર એકલવ્યે ગુરુની ના છતાંય એમની મૂર્તિ સ્થાપી એનામાં શ્રદ્ધા સ્થાપી અને એણે કુતરાને ભસતો બંધ કરતી વખતે મારેલા બાણથી કૂતરાનો અવાજ બંધ થયો પણ એના મોમાં એક પણ ઈજા નહોતી .ગુરુને સમજાઈ ગઈ એની મહાનતા એટલે ગુરુદક્ષિણા માં અંગુઠો માંગ્યો .
આ વાત એટલે યાદ આવી કે આજનું શિક્ષણ કેવું છે ???શાળામાં નહિ પણ કોચિંગ ક્લાસનું શિક્ષણ છે .વિદ્યાર્થીઓ વિશ્વાસ કોચિંગ પર વધારે અને શાળા પર ઓછો છે . તમે કઈ શાળામાં છો એની કરતા કયા ક્લાસ કર્યા એની પૂછપરછ વધારે થાય છે . એક શિક્ષક ત્યાં પણ હોય છે જે પોતે તૈયાર કરેલા પેમ્પલેટ વહેંચે છે અને બધા વિદ્યાર્થીઓ સરખું જ વાંચે છે .પોતાનું આગવું ચિંતન ક્યાં ????પોતાની ભાષા પોતાના શબ્દોની અભિવ્યક્તિ ક્યાં ??? ગાઈડમાં પણ તૈયાર મળે .નિબંધ માળામાં સરખા નિબંધ .પોતાનું મગજ વાપરવાની ટેવ નાનપણથી નથી પડતી .પહેલા તો ટ્યુશન અને પછી ક્લાસ .ખરેખર તો આ તમામ કારકિર્દીનો જે આધાર છે એ શિક્ષક સૌથી વધારે જ્ઞાની હોવો જોઈએ પણ આજે જેનો મેળ કોઈ બીજી વિદ્યાશાખામાં નથી પડતો એ શિક્ષક બને છે .અને ખરેખર ( ગોખેલા) હોશિયાર વિદ્યાર્થીઓ બીજી વિદ્યાશાખા તરફ વળે છે .મારે આ માટે કોઈ ટીપ્પણી નથી કરવી પણ જો કોઈ આઈ આઈ ટી ટોપર હશે તે પ્રાથમિક શાળાનો શિક્ષક બન્યો હોય એવું તો માત્ર થ્રી ઇડીયટ ફિલ્મમાં જોયેલું .
એક શિક્ષક જયારે પ્રખર જ્ઞાની હશે અને એનો પોતાના વિષય પર પ્રભુત્વ હશે તો એની વિદ્યામાં તેજ હશે .એ શિક્ષક વિદ્યાર્થીની ક્ષમતા વિસ્તારવાનું કામ કરશે .દરેક વિદ્યાર્થી એક જવાબ નહિ લખતો હોય પણ પોતાની સમજ પ્રમાણેનું દ્રષ્ટિબિંદુ નિ :સંકોચ લખતો હશે .ચોપડી માં લખેલ હોય એતો એક બિંદુ હોય અને એનું સમજ પ્રમાણેનું વિસ્તરણ એજ સાચી સમજ . કોપી પેસ્ટના જમાનામાં જો આવી વિચારસરણી એક સારા શિક્ષકની હોય તો કોચિંગ ક્લાસ પર જરૂર ખતરો આવી જાય .આપણી એ કમનસીબી છે કે શિક્ષકો ને આપણે માનની નજરે નથી જોતા એટલે કોઈ સારો શિક્ષક બનવાની ખેવના નથી કરતા .પણ જો શિક્ષક ને ખરેખર પોતાનું સ્થાન અને માં ગૌરવ પૂર્ણ કરવું હોય તો એક વિદ્યાર્થી જેટલી જ મેહનત તેમણે પણ વર્ગ લેતા પહેલા કરવી પડશે . શાળાઓના વર્ગ ખાલી હોય છે અને ટ્યુશન ક્લાસમાં હૈયે હૈયું દબાય એટલી ભીડ !!! આપણે પણ ઓછા જવાબદાર નથી .
આપણે મુકેશ અંબાણી ,રતન તાતા ,અદી ગોદરેજ પર લક્ષ્ય આપીએ છીએ પણ એમના શિક્ષક કોણ હતા અને એમણે કેવી રીતે એમને જ્ઞાન આપ્યું જીવનલક્ષી એ જાણવાની કોશિશ નથી કરી .સચિનને પૂજીએ છીએ પણ રમાકાંત આચરેકર ને દિલથી થેંક યુ કહ્યું આપણે ???
બધા વિદ્યાર્થીઓ હોશિયાર ના હોય પણ પોતાના માર્ક્સ ઘેર દેખાડવામાં શરમ આવે એ માટે માત્ર શાળા શિક્ષક કે ક્લાસ સાથે માતા પિતા પણ જવાબદાર છે .બે પૂંઠાની વચ્ચે ના પુસ્તકમાં પુરતી માહિતી હોય તો પણ આજે વિદ્યાર્થીઓ પુસ્તક સિવાયનું બધું બાહ્ય વાંચન કરે છે .
અહીં વાંચનની ક્વોલીટી કરતા કેટલા કલાક વાંચ્યું અને કેટલા ક્લાસ કર્યા એ વધારે મહત્વનું એટલે છે કે પેલા 8 -10 લાખના પેકેજ પર માતા પિતાનું લક્ષ્ય છે .યેનકેન પ્રકારેણ થતું દબાણ કોઈક વાર એક આશાસ્પદ વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પ્રેરે છે પણ એ દબાણ કરનારને હજી સજાનું પ્રાવધાન કાયદામાં નથી થયું .પોતાની રીતે વાંચતા અને સમજતા બાળકો કદાચ ક્લાસના ટોપર નહિ હોય પણ એ વિદ્યા દીર્ઘજીવી હશે .પુસ્તક એક જરીયો છે વિશાળ દુનિયાની ફલક જોવાનો .પુસ્તકના કોઈ સિધ્ધાંત જયારે અસલી જીવનમાં ઉપયોગી નથી થતા ત્યારે કોક વાર વસવસો થાય પણ પોતાના બાળકને એનાથી નથી બચાવતા એ સત્ય છે .કન્સેપ્ટ વાંચવો અને લખવો એની કરતા વધારે મહત્વનું છે કન્સેપ્ટ સમજવો પણ યાર સમય નથી ….
દરેક વાત કહેતા હું એને મારા જીવનમાં ક્યાંક સાંકળી લઉં છું .જયારે હું 10માં ધોરણમાં આવેલી ત્યારથી આ કોચિંગ ક્લાસનું તુત શરુ થયેલું .મારા આખા વર્ગમાં હું કોઈ ક્લાસ નહોતી કરતી પણ પાઠ્ય પુસ્તક લગભગ પચાવી જતી અને ક્યારેય પણ હું બેઠા શબ્દ કે વાક્ય ના લખી શકતી .નિબંધ તો પોતાના શબ્દોમાં જ હોય .અને મારા વિધ્યાકાળમાં ક્યારેય કોચિંગ ક્લાસનું પગથીયું નથી ચડી .મારા “બોર્ડ પરીક્ષા”ની પોસ્ટમાં તમે વાંચી શકશો કે 10માં માં મારી દીકરીને જાતે જ ભણાવેલી .અને પછી સ્નાતક થયા પછી એ કોઈ કોચિંગ ક્લાસમાં જતી નથી પણ તો ય અનુસ્નાતકમાં એ પહેલો વર્ગ લાવી .
આપણે ટાઈમ મેનેજમેન્ટમાં બહુ નબળા છીએ .અહીં તહીં દોડવા કરતા એ જ સમયમાં એક વિષય તૈયાર થઇ શકે .અને ના આવડે તો કોઈ વાર પોતાના શાળાના શિક્ષક પર ભરોસો મૂકી જુવો .એ તમને જરૂર શીખવાડશે .તેઓ તમારા થી વિમુખ નથી થયા પણ તમે બીજી જગ્યાને મહત્વ આપ્યું છે એટલે હતાશ જરૂર છે અને પગાર લેવા માટેની નોકરી બની ગઈ હોય તો જવાબદાર આપણો સમાજ પણ છે .કોલેજમાં જો વર્ગ ભરી જુઓ તો ખબર પડે કે જ્ઞાની શિક્ષકો પાસે પર્સનલ ટ્યુશન જેવું જ ભણી શકાય છે મોંઘી ફી ભર્યા વગર .ભણતર બોજ વાળું નથી આપણે એને બોજ વાળું કરી દીધું છે આપણી અપેક્ષાઓ થી અને દોષ બીજાને આપી દેતા અચકાતા નથી .
આજે પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ થઇ શકે જો આપણે ધારીએ તો !!! આપણે વિદ્યાલયમાં થતી શરમજનક ઘટના તરફ કોઈ અંગુલી નિર્દેશ કરે તો મારે એટલું જ કહેવું છે કે આપણે હજી શિક્ષક તરીકે ની કારકિર્દીને ગંભીરતાથી લીધી નથી એટલે એવા તત્વોના હાથમાં શિક્ષણ જઈ ચડ્યું છે .
છેલ્લે જતા જતા એક વાત . એક છોકરો નામે સંદીપ .સી એ માં એડમીશન લીધું .સવારે ક્લાસ કરવા ઘેરથી સાડા છ વાગ્યે નીકળે અને દસ વાગ્યે ત્યાંથી આર્ટીકલ શીપમાં જાય .ત્યાંથી ફરી ક્લાસ કરી રાત્રે નવ વાગ્યે ઘેર પહોંચે છે .ખાવા પીવાનું કોઈ ઠેકાણું નથી રહેતું .શરીર પર પડતી અસર આગળ જતા અસર કરશે અને માનસિક ભારણ તે કોઈની સાથે વહેંચી શકે એમ નથી . સી એ ના પુસ્તકો હું આદર્શ પુસ્તકો કહીશ કે દરેક વસ્તુની પુરતી ખુબ સમજણ આપેલી છે .ખુબ સારી રીતે અભ્યાસક્રમ તૈયાર થયો છે પણ પેલી દોડ માં આગળ જવા દિવસના છ થી સાત કલાક વેડફાઈ જાય છે .કદાચ ઘેર અભ્યાસ થાય તો …..!!!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s