સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ :7…!!!


ACCEPT
EXCEPT
EXPECT
ત્રણ સરસ મજાના શબ્દો છે .સ્વીકારો ,સિવાય ,આશા રાખો .
ACCEPT EXCEPT EXPECTATION ….
જીવનમાં સુખી થવાની ચાવી છે આ ત્રણ શબ્દોમાં કેમ ???!!!
BUT IN REALITY WE ACCEPT ONLY THOSE EXPECTATIONS EXCEPT ANY UNWANTED THINGS ATTACHED .
જીવનને સ્વીકારો જેવું છે તેવું જ .
જીવનમાં બધું બદલાય છે સિવાય કે તમે પોતે અને તમારા અંતરમનની શ્રદ્ધા એક પોતા પર અને બીજી પરમાત્મા પર .
જેટલી ઇચ્છાઓની પોટલી નાની હશે એટલું જીવન ઓછું બોજારૂપ લાગશે .
જીવનમાં સુખ આપવા માટે હોય છે અને દુઃખ લેવા માટે હળવું કરવા માટે …બુરી હકીકતો જેમ બને તેમ જલ્દી ભૂલી જવા માટે હોય છે અને ખુશીઓ હમેશા યાદ કરવા માટે .કરેલા ઉપકાર ભૂલી જાવ અને કોઈનો ખુદ પર કરેલો ઉપકાર હંમેશા યાદ રાખો .કદાચ ઉપકાર કરનાર ભલે સામે ના હોય પણ કોઈ જયારે તમારી પાસે એમના બુરા સમયમાં તમને હમદર્દ તરીકે જુએ તો તમારો મદદ કરનાર વ્યક્તિનો ચેહરો તમારી આંખો સામે આવે .
Light is not more meaningful except there is dark …
You can’t expect the things in partial . You have to accept the bundle of happiness with attached sorrows ..
If you expect every thing in good then you have to give everything good from you because GIVE TO THE WORLD THE BEST YOU HAVE AND THE BEST WILL COME BACK TO YOU ….
આ હકીકતો આપણે સુખમાં સમજીએ તો દુઃખ આપણને દુઃખ ના લાગે .
ઉપર જણાવેલી તમામ બાબતો થી ઉલટો વ્યવહાર આપણો હોય છે એટલે જ જીવનના રંગો આપણને દેખાતા નથી .દરેક વસ્તુને લાભ અને નુકસાનના ત્રાજવે તોળતા તોળતા આપણે નાણાકીય લાભ મેળવી માનવી તરીકે ની સંવેદનામાં ખોટ લખી દીધી છે .
આપણી પોતાની ક્ષમતા કરતા પણ મોટી અપેક્ષાઓ આપણે રાખીએ છીએ અને એ પણ માત્ર પોતાના દમ પર નહિ બીજા દ્વારા પૂરી કરવા મથીએ છીએ ત્યારે હાથ લગતી નિરાશાની જવાબદારી આપણી હોય છે બીજાની નહિ …
સુખ હોય કે દુખ તેનો સ્વીકાર કરો .દુઃખ દરેક વ્યક્તિ વત્તેઓછે અંશે તરત કે બાદમાં પચાવી જાય છે અને ઉભો પણ થઇ જાય છે પણ સુખ પચાવવું જ ખરેખર અઘરું છે .સુખ વહેંચી નથી શકતા .ત્યાં બધા માટે નું લેબલ હટી જાય છે .અંધારું તો સહન થઇ જાય ,માણસ ચાલવાનું મુલતવી રાખીને ઠોકરોથી બચી જાય પણ અજવાળું સાચું છે કે આભાસી એની ખબર નથી પડતી .સૂર્યનો બલ્બ કોઈ વિદ્યુત શક્તિ પર પરાવલંબી નથી પણ રાતની ચકાચોંધ તો વીજળી પર અવલંબે છે .જ્યાં અવલંબન હોય ત્યાં અકસ્માત પણ હોય અને અકસ્માત હોય તો તેનો સહજ સ્વીકાર કરવો એનું નામ
શાંતિ ……..
દરેક વસ્તુ સ્થિર હોઈ શકે સિવાય કે સમય .સમયની ગતિ સાથે બધી સ્થિતિ પણ બદલાય છે એ સત્ય છે .તો ચાલો થોડા સ્થિતપ્રજ્ઞ બનીને જીવી લઈએ .અઘરું નથી કસરત કરતા ચાર પાંચ દિવસ શરીર દુખશે પણ પછી ટેવાઈ જશે .

Advertisements

2 thoughts on “સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ :7…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s