સમીકરણ ..


ચાલો જિંદગીને આજે ખાલી કરી નાખીએ …
બધું ખાલી કર્યું તો ય દીવાલો ભરેલી છે .ખાલી ઘરમાં યાદોની પગલી પડેલી છે .ફ્લોર બદલાવી તોય જતી નથી .રૂમની દીવાલો ના રંગ અને ચિત્રો બદલાવ્યા , કેટલોક ભાગ તોડી નાખ્યો ,નવો બનાવ્યો પણ ઘર હજી ઉભરાયા કરે છે .બધું તૂટ્યું તોય કશુંક એકદમ અકબંધ રહ્યું છે .એક અપરાધભાવ !!! ના બધો વાંક એમનો નહોતો ,હું પણ દોષી છું કૈક અંશે …!!!
શરીરનું ખોળિયું છોડી દઈએ તો પણ આપણે કોઈકની યાદોમાં અમર હોઈએ છીએ .ઘણા બધા લોકોની સારી વાતો લોકો એમના પછી પણ વાગોળ્યા કરે છે પણ આ સારા બનવા એમણે કેટલી બાંધછોડ કરી હશે તેની કલ્પના પણ કોઈ ના કરી શકે .કદાચ બીજાને ખુશ રાખવા કેટલી વાર પોતાની જાતને નાખુશ કરી હશે .એક ભય કે આ દૂર થઇ જશે તો હું જીવીશ કેવી રીતે ???આ છે તો જ મારું જીવન છે .સામે વાળો વ્યક્તિ આ ભાવ સમજે ત્યારે એ બે રીતે વર્તી શકે ,1. ક્યાંક તો આ ભાવનાનો આદર કરે ,2. ક્યાંક તો આ ભાવના નો દુરુપયોગ કરે .. એક હકીકત છે કે ભાવનાનો આદર એ વ્યક્તિના મૃત્યુ પછી વધારે થાય છે પણ જીવતે જીવત તો લાભ /ગેરલાભ લેવાય છે . અને એમાં દિલમાં ડંખ પણ નથી રહેતો .એક ઈમોશનલ સપોર્ટ માટે કોઈ પણ હદ સુધી સમાધાન કરતા આવા સંબંધો માં એક વ્યક્તિનું ખૂન થાય છે પણ એનું શરીર ચાલતું હોય ,હૃદય ધડકતું હોય ,નાડી ચાલતી હોય અને હલનચલન થતું હોય એટલે ખૂન નો ગુન્હો બનતો નથી .
શું આટલી હદનું સમાધાન વ્યાજબી ખરું ???
એટલે જ મેં પહેલું વાક્ય લખ્યું કે જિંદગીને ખાલી કરીએ .આપણે જ્યાં એક સાધન ની માફક વપરાતા હોઈએ અને ઘસાઈ જઈએ ત્યારે ફેંકી દેવતા હોઈએ એ સંબંધને પહેલે થી જ ધીરે થી દૂર કરી દો . સામી વ્યક્તિને ખરાબ લાગશે એ તમારા વિષે ઘસાતું બોલશે પણ તમારો દુરુપયોગ થતો અટકી જશે .એક વાર ખુલીને ચોખ્ખું બોલી દેવાથી એ પહેલાની જેમ તમારો દુરુપયોગ ચોક્કસ નહિ કરે .વિચારશે કે આ તો પછી ચોપડાવશે .
આ બધું કરતા પહેલા એક વાર વિચારજો કે તમે તો કોઈને આ રીતે ઉપયોગ તો નથી કરતા ને ?? કોઈનું દિલ દુખવીને પોતાનો લાભ નથી કરતા ને ??? આ બધું એકલા પડીએ ત્યારે ભૂત બનીને આગળ પાછળ ફરે છે અને પછી જંપવા નથી દેતું .આપણે પ્રમાણિકતા થી સ્વીકાર નથી કરી શકતા એટલે અંદર ને અંદર ઉભરાયા કરે છે એ પગલીઓ રીનોવેશન પછી પણ ભૂંસાતી નથી .
સૌથી સરળ પણ સૌથી વધારે અસ્વીકાર્ય રસ્તો છે કે એ વ્યક્તિ આગળ તમારી નિયત નો સ્વીકાર કરી લો .માફી માંગી લો .ઘરની દીવાલો રંગાવ્યા વગર ચમકતી રહેશે .
જીવનમાં જે લોકો ઉપર તરફ ગતિ કરતી વખતે કોઈ વ્યક્તિઓની લાગણીઓ નો લીફ્ટ કે પગથીયા તરીકે ઉપયોગ કરે છે એ એકલા પડી જાય છે ,ભીડ માં પણ એકલા ..દર્પણમાં પોતાનો ચહેરો જોઈ ડરી જાય છે . ટોચ પરની એકલતા બિહામણી હોય છે .એક તો પોતાના સમકક્ષ કોઈ લાગે નહિ ,નિમ્ન જ લાગે .ઉપર કોઈ ના હોય .અને ઉપરથી સ્પષ્ટ દેખાય કે કયા પગથિયાનો આપણે ઉપયોગ /દુરુપયોગ કરેલો છે . કોઈ બીજો ત્યાં આવે ત્યારે ઉતરવું અઘરું લાગે છે કેમકે હવે પગથીયા ખસી ગયા હોય તો સીધા ખીણમાં પટકાવા ની શક્યતા નકારી શકાય નહિ .
કોઈના પગથીયા બનો નહિ અને કોઈને પગથીયા બનાવો નહિ .કોઈના ટેકે ના ચાલો જેવી છે તેવી પોતાની ચાલ સ્વીકારો અને તેમાં ખુશ રહો .
જીવનનો એક સોનેરી નિયમ છે કે જો તમે પોતાની જાતને સારી રીતે જાણશો તો બીજાને જાણી શકશો .પોતાનું સન્માન કરશો તો બીજા તમને સન્માન આપશે .બીજાને ઈજ્જત આપશો તો તમને ઈજ્જત મળશે .બાકી નફા ખોટના સરવાળા બાદબાકી તમારી જિંદગીમાંથી ખુશીઓનો ભાગાકાર કરશે અને હતાશાનો ગુણાકાર …

Advertisements

2 thoughts on “સમીકરણ ..

  1. “પોતાની ચાલ સ્વીકારો અને તેમાં ખુશ રહો .નફા ખોટના સરવાળા બાદબાકી તમારી જિંદગીમાંથી ખુશીઓનો ભાગાકાર કરશે અને હતાશાનો ગુણાકાર …”
    સરસ ઉમદા મૂલ્યો દર્શાવતો લેખ બહુ ગમ્યો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s