સાંચી


cropped-image013.jpgએકદમ બરફથી આચ્છાદિત હિમશિખરોની વચ્ચે એના ઘરની બારી માંથી ઉગતા સુરજના બરફ પરથી પરાવર્તિત થતા કિરણોને કેમેરાની આંખોમાં ઝીલી રહી હતી .દાર્જિલિંગ ની ઘડિયાળમાં હજી સવારના ચાર વાગ્યા છે .બસ કુદરતને કેદ કરતી કરતી લગભગ ચાર કલાક એણે ત્યાં જ કાઢી નાખ્યા .ઠંડી સિઝનમાં લગભગ નવેક વાગ્યે એ રૂમમાં સ્નાન કરીને પછી નીચે રેસ્ટોરાંમાં નાસ્તો કરવા ગઈ અને મોમો મંગાવ્યા .આજે એને અહીં આવ્યે અઠવાડિયું થઇ ગયું હતું .બહુ દૂર જતી રહેલી એ તમામ લોકોથી જેને એ પોતાના કહેતી હતી .અહીં આવીને એણે નોકરીની શોધ શરુ કરી .બહુ જલ્દી એને એક ટી એસ્ટેટ માં નોકરી મળી ગયી અને એક રૂમ રસોડાનું નાનકડું ઘર પણ .

==========================

અહીંના લોકોમાં લુચ્ચાઈનો તો સદંતર અભાવ હતો .લગભગ બે મહીને તો અહીં તે શારીરિક અને માનસિક રીતે એકદમ સેટ થઇ ગયી .સાંજ ના સમયે તે બાળકો અને મહિલાઓને વિનામૂલ્યે ભણાવતી .લોકોને સ્વાસ્થ્ય સંબંધે જાગૃત કરતી .હવે એને 24 કલાક ઓછા પડવા માંડ્યા .

==========================

સોમી ના લગ્ન હતા એમાં તે ગયી .રાત્રે પછી તેના રૂમ પર આવી . આજે તે સુઈ ના શકી .તે હવે વર્ષ ઉપરથી અહીં હતી અને કોઈને એની જાણ પણ નહોતી .કેમ કે એણે ચુપચાપ એક દિવસ ઘર છોડી દીધેલું .તે ચુપ રહેતી .એને આર્થિક દુઃખ તો ક્યારેય નહોતું પણ બધા એને પોતાને અનુકુળ થઈને રહેવા ફરજ પાડતા .માં બાપ એને પોતાની દીકરી માનતા પણ એ ભૂલી જતા કે એ હવે કોઈની પત્ની છે અને તેની પોતાના ઘર તરફ ફરજ પણ છે .પતિ એને પોતાની અસ્ક્યામત સમજતો . એ નિર્દોષ હતી તો પણ સદાય દોષ એનો નીકળતો . તેના પિયર માં એની ભાભી ની ચાલાકી અને લુચ્ચાઈ ને કારણે તેને જવાનું પણ મન ના થતું પણ માં બાપ માટે જતી . દર વખતે નવા નવા ઘાથી એનું મન ક્ષત વિક્ષત થઇ જતું .માં બાપની નજરમાં આદર્શ રહેતી ભાભી પાછળથી ઘણું સંભળાવે .દરેક વ્યક્તિ એને બીજાને સમજાવવા કહે .દરેકના પોતાના દુઃખ .ક્યારેક સાંચીને થતું કોઈ દુઃખ નથી એટલે આ બધા નવરા પડ્યા એકબીજાના વાંક કાઢે છે અને સાંચી સાચી હતી .વર્ષમાં દસેક દિવસ પિયર જતી સાંચીને એ વાત ના ગમતી કે પોતાની માં ભાભીને ભલે દીકરી કરતા વિશેષ સાચવે પણ દીકરીને એની સામે અપમાનિત કરે અને એના કામમાં ખોડ કાઢે .માં બાપ બપોરે આરામ કરે ત્યારે એકલી પડતી ભાભી પોતાના પિયરીયા સાથે લાંબી ફોન પર ગપશપ કરે પણ જો પોતે માં સાથે પોતાના ઘેરથી લાંબી વાત કરે તો મમ્મી પપ્પાને દિમાગ પર અસર થાય છે એમ રજૂઆત કરે ભાઈ પાસે .પરિણામે ભાઈએ એને પોતાના માં બાપને એક દિવસ ફોન કરવાની ના પાડી .આ તો શરૂઆત હતી .પણ જયારે સાંચીના પતિએ આ બધું જાણ્યું ત્યારે એણે સાંચીને પિયર જવાની ના પાડી દીધી .સાંચીને ખબર છે કે એનો પતિ સાચો છે તોય ઘરડા માં બાપને એ જતી ઉંમરે દુખી જોઈ નહોતી શકતી .

આજ સુધી બધાને પોતાના ગણી મનોમન માફ કરતી સાંચી એક દિવસ સબુરી છોડી બેઠી .પોતાની દીકરી માટે જયારે પોતાને પસંદ નહોતો એવા છોકરા સાથે લગ્ન કરાવવા એના પિયરીયા દબાણ કરવા લાગ્યા .એની દીકરીને આગળ ના ભણાવવા દબાણ કરવા માંડ્યા .સાંચીને લાગ્યું કે હવે તો બોલવું જ રહ્યું અને એ બોલી .બધાએ તેના બોલવાનો ઉન્ધો અર્થ લીધો . સાંચી અને એના પતિએ આખરે એક સરસ છોકરા સાથે પોતાની દીકરીના લગ્ન કરાવ્યા …

સાંચી આ બધા દિવસો માં દરેક સંબંધોને પારખી ચુકી હતી .અને હવે તે પોતાની માટે જીવન જીવવા માંગતી હતી .બધા માટે બધું કરી છૂટવા છતાંય સહન કરવા પડતા અપમાનોથી એ ત્રસ્ત બની ગયી હતી . એનું જીવન સજા જેવું બની ગયેલું જે ગુનો એણે કર્યો જ નહોતો એની સજા .બસ એક દિવસ એણે ઘર છોડી દીધું . એણે આગલી રાત્રે પોતાના પતિને કહેલું કે કદાચ પારકા પોતાને હેરાન કરશે તો સહન થશે કે એ પારકા છે પણ પોતાના સમજે છે એ લોકો સમજવા છતાય સમજવા નથી માંગતા એ વાત એને વધારે દુખી કરે છે . એક બપોરે એણે ઘર છોડી દીધું અને એક ટ્રેનમાં બેસી અહીં સુધી પહોંચી ગઈ ..

આજે એ ખુશ છે કેમ કે એ સાંચી બનીને જીવે છે એના નામ પાછળ કોઈ ના નામની ટેગ નથી લગતી .લોકો એને એના કામ થી ઓળખે છે ,આદર કરે છે ,આ બધા પરાયા લોકોએ એને પોતાની ગણી પ્રેમ આપ્યો છે એટલે જ સોમીના લગ્ન પછી ઘેર આવ્યા પછી એને ભૂતકાળ યાદ તો આવ્યો ઘડીભર પણ આંખમાં આંસુ ના આવ્યા .એ તો સુકાઈ ગયેલા …

Advertisements

4 thoughts on “સાંચી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s