ઝેર


ઝેર ,ઝહર ,પોઈઝન …
મન થોડું આળું થાય છે કેમ કે આ શબ્દ જેની ઓળખાણ છે એ જીવનના નકારાત્મક પહેલુને દર્શાવે છે .એમાં માનવ જીવનની ક્ષતિ ની વાત છે અને ક્યારેક અંત ની .જે વસ્તુમાં જીવન ના સ્ફુરે એ કેવી રીતે લાભદાયક હોય ?? અરે એની વાત કેવી રીતે કરાય ??
પણ ના આજે એની પણ વાત કરવી છે .કેમ કે ભલે ના ગમે પણ એ પણ એ સત્ય છે જ . જન્મ સાથે મૃત્યુ ની પળ લખાઈને આવે અને આ ઝેર મૃત્યુ નું એક કારણ છે એટલે એ અણગમતું છે .પોટેશિયમ સાઈનાઈડ અને આર્સેનિક એ નામ જાણતી સૌથી પહેલા કે એનો સ્વાદ કેવો છે એ કહેવા પણ મનુષ્ય જીવતો ના રહે એવા કાતિલ વિષ છે .અહીં ફોનેટીક વોઈસ માં લખતા વિશ અને વિષ સ્પેલિંગ તો એક જ છે બસ એહસાસ જુદો છે .એક જીવન તરફ લઇ જાય છે અને બીજું મૃત્યુનું દ્યોતક છે .
પણ શું કેમિકલ થી બને એ ઝેર સિવાય ના કોઈ ઝેર નહિ .આ જ ગુણધર્મ ધરાવતા બીજા સરનામાં આપું ?? વ્યક્તિની આંખમાં ઝેર હોય કશું સારું જોઈ જ ના શકે અને એને ખરાબ કરવાની કોશિશ ક્યારેક નાકામિયાબ અને ક્યારેક કામિયાબ ..!!
વ્યક્તિના કાનમાં ઝેર ભરવામાં આવે .હકીકતને વિકૃત કરીને પોતાના લાભ ની વાત કરવી હોય તો આ ઝેર કામ લાગે ..
અને સૌથી કાતિલ ઝેર તો વાણી નું ઝેર હોય …એના વિષે વધારે વિશ્લેષણ કરવું પડે એવા વાચક નથી .તેઓ એના વિષે તો જાણે છે જ .
આ ઝેરનું ઉદગમસ્થાન છે મગજ અને એ વહે છે વિચાર નામની ક્રિયામાં .
આ ઝેરના સર્જન કરતા અને આ ઝેરના બનેલા માં આનંદ વિકૃત અને દુઃખ અસહ્ય હોય છે .આ ઝેરના વિષવૃક્ષ ના ફળ તો રામાયણ અને મહાભારત ના ગ્રંથ ના સર્જનનું કારણ પણ હતા જ ને !!!
ફક્ત એક વ્યક્તિના જીવનને અસર કરે અને એનો અંત કરે એ વિષ કરતાંય જે જીવનમાંથી સત્વ હણીને વ્યક્તિને જીવિત રાખે એ વિષ વધારે કાતિલ હોય છે .વિષ નું વમન ભોગ બનેલા માટે લાભ કરતા અને વેરનાર માટે હંમેશા સંહારક હોય છે .
પ્રેમ સાથે જોડાયેલું એક અશુભ તત્વ એ જીવનનો ભાગ છે .અને વિષ પીનાર મહાદેવ કહેવાયા છે અને મીરાં તરીકે અમર થઇ ગયા છે . વિષ તેમનો સંહાર નથી કરી શક્યું કેમ કે તેમની સાથે વિષને હરનાર પણ હતા .આ વૈચારિક વિષ એ આપણી અતૃપ્ત ઈચ્છાઓ નું પરિણામ છે અને એની જનનીનું નામ ઈર્ષ્યા છે . વિનાશક પરિબળો નો ગુણાકાર થાય છે ત્યારે એક વૈચારિક વિષ અનેક જીવનના અંતનું કારણ બની જાય છે .
ગાંધીજી ના ત્રણ બંદર યાદ આવ્યાને ????બુરું નહિ જોઈએ તો પણ બુરા નું અસ્તિત્વ ખતમ નહિ થાય .આપણે કાન માં પૂમડા નાખી દઈશું તો પણ એ વાણી મુક નહિ બને અને બુરું નહિ બોલીએ તો પણ સત્ય નહિ બદલાય .
આ બધાનું ઉદગમ આપણી અંદરની જાગ્રત શક્તિ છે .એની નાવડીનું સુકાન આપણા હાથમાં છે .અને એને આપણે ચાહીએ તેમ ફેરવી શકીએ છે અપન એવું કરી નથી શકતા ….કેમ ???
જીવનના અણગમતા પદાર્થ પાઠ ઝેર કરતા કમ નથી હોતા પણ છતાંય એ સાચી રીતે જીવતા શીખવાડી શકે છે .આ દુનિયાની જેટલી રોગ પ્રતિકારક રસી શોધાઈ છે એ પણ ઝેરમાંથી જ શોધી કઢાઈ છે … ઝેરનું મારણ ઝેરના હિસાબે ….આપણી અંદરતો મોટી કેમિકલ ફેક્ટરી છે અને કેમિકલનું બેલેન્સ બગડે એટલે એનું વિષ રોગ બનીને વકરે છે .એટલે શરીર તો જાણે છે કે ઝેરને કેમ નાથવું પણ મન માટે હવે લેબોરેટરી શોધવી રહી .આ ધર્મ ,ધાર્મિક સ્થળો ,ચિંતન શિબિરો ,યોગ શિબિરો બધામાં જવા છતાંય જો સુધારો ના થાય તો સમજવું કે ખામી બહાર નથી ખુદની અંદર છે .બસ દ્રષ્ટિ નહિ દ્રષ્ટિકોણ બદલો તો તમે પણ શિવ કે મીરાં થી જરાય ઓછા નથી ..
સાપનું ઝેર ,વીંછીનું ઝેર કાચીંડા કે ગરોળીનું ઝેર બધા ઝેરના મારણ છે પણ અંદર બેઠેલા સડેલા વિચારોની આક્રમકતા નું મારણ આપણી સદ માટેની ઇચ્છાશક્તિ છે .અને એમાં સૌથી વધારે સહાયક સિદ્ધ થાય છે માફી ..કોઈને માફ કરી દો તો વિષ અમૃત બની શકશે .પણ ……….

2 thoughts on “ઝેર

  1. “વૈચારિક વિષ એ આપણી અતૃપ્ત ઈચ્છાઓ નું પરિણામ છે અને એની જનનીનું નામ ઈર્ષ્યા છે .
    ધર્મ ,ધાર્મિક સ્થળો ,ચિંતન શિબિરો ,યોગ શિબિરો બધામાં જવા છતાંય જો સુધારો ના થાય તો સમજવું કે ખામી બહાર નથી ખુદની અંદર છે .”

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s