રાહ


રાહ ..એનો એક અર્થ છે માર્ગ ..પણ અહીં માર્ગ ની વાત નથી ..
રાહ ..એનો બીજો અર્થ છે ઇન્તઝાર ,ટુ વેઇટ , વાટ …
રાહ જોવી એ આપણા જીવન સાથે વણાયેલી એક એવો એહસાસ છે જે ખુબસુરત પણ હોઈ શકે અથવા અસહ્ય પણ ..
માં ની કુખે થી જન્મ લેવા માટે ઓછા માં ઓછા 36 અઠવાડિયાની પહેલી રાહ દરેકે જોઈ હશે ( વધઘટ શક્ય છે ).કશે પણ રાહ જોવાનો સમય આપણે માટે આકુળ વ્યાકુળ થવાની એક રમત છે .એ રમત કેમ છે ??અરે તેને મજામાં પલટી શકો કે સજામાં એતો તમારા પર આધાર રાખે છે .
કોઈ વ્યક્તિ રાહ જુએ છે એના સામાન્ય કેટલાક નિરીક્ષણ છે .ઘડિયાળ વારંવાર જુવે (ચાહે બસની હોય કે કોઈના આવવાની ) ,વારંવાર આમતેમ સાદી ભાષામાં કહું તો ફાંફા મારવા .પૂર્વ થી પશ્ચિમ ડોકી ઘૂમતી હોય .સિનેમાની ટીકીટ બારી ખુલવાની ,ટ્રેન આવવાની , એક મસમોટી લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવવાની ,કોઈ વ્યક્તિના પોતાના ઘેર આવવાની ( કે ઘેરથી જવાની ) ,મૃત્યુ ની રાહ (ભાગ્યે જ કોઈ પોતાના મૃત્યુની રાહ જોતું હોય ) ,કોઈ પણ પરીક્ષાના પરિણામની રાહ , મુસાફરી વખતે પોતાની મંઝીલના સ્ટેશનની રાહ ,કોઈ ખુશ ખબરની રાહ (કે દુઃખ ખબર પણ ) ,ટી વી પર પોતાના ગમતા કાર્યક્રમની રાહ ( બધું કામ ફટાફટ પતાવી દેવાનું ,હોમવર્ક કરી નાખવાનું વગેરે વગેરે …) ..કેટલી બધી રાહ (માર્ગ ) હોય છે રાહ જોવાની પણ .
એક અપેક્ષિત વસ્તુ સાથે જોડાયેલો એક પુલ જેવો સમય જે ફરજીયાત પણે પસાર કરવો જ પડે બધાએ .લગભગ આજના ફાસ્ટ યુગ માં સૌથી વધારે કંટાળા જનક વસ્તુ આ ઇન્તઝાર હોય છે .સૌથી મીઠી મજા તો પ્રિયતમ કે પ્રિયતમાની રાહ જોવાની હોય છે ….
ના યાર આતો બધું નથી લખવું પણ આ રાહ જોવાની રાહ પર પસાર થતા અનુભવ ની વાત કરવી છે .આ જીવનમાં કશું જ નકામું હોતું નથી બસ એ આપણી જરૂરતનું ના હોય એટલે નકામી વસ્તુના લીસ્ટમાં આપણે મૂકી દઈએ છીએ .જીવનમાં દોડતા ભાગતા મળતો થોડોક વિસામો અને આ રાહ એનું સ્ટેશન .કોઈ વ્યક્તિને રાહ જોવા માટે રોકાવું જ પડે છે .અને એ રોકાણ દરમ્યાન સમગ્ર આસપાસની દુનિયા દોડતી હોય છે એને જોવાની મજા અનોખી હોય છે અને ઘણીવાર ઘણું બધું જાણી શકીએ શીખી શકીએ સમજી શકીએ એવી એક તક છે એ રાહ .એક હોસ્પીટલની કોરીડોરમાં રાહ જોતા કેટલા રોગ કેટલા રોગી કેટલું દુઃખ એ બધું ઘણી વાર સમજાવે છે આપણે દુઃખ માટે રાડો પાડીએ એ હમેશા સાચી નથી હોતી બકા .કોઈ વાર રાહ જોતા કોઈ સમસુખીયા વ્યક્તિની એક મુલાકાત જીવનભર નો સાથ દોસ્તી બની જાય .સાવ અનપેક્ષિત અજાણ્યા માહોલમાં જીવાતી આ ક્ષણો જીવનથી ભરપુર છે .મને તો રાહ જોવાની મજા આવે .ટ્રેન આવતા પહેલા પ્લેટફોર્મ પર કેટલું બધું જીવી જવાય .અને એનો અનોખો આનંદ હોય છે .પણ આપણે તો ઘડિયાળના કાંટા ના કેડી બનીને જીવવા ટેવાયેલા છે .
રાહ જોનાર વ્યક્તિ ક્યારેય મોડી ના પડી શકે ,ધીરજ કેળવાય છે ,જીવન થોડું ધીરુ પડે છે અને આસપાસ જોવાય છે અને લાગે છે દુનિયા વિશાળ છે ,એમાં આપણા સિવાયના ઘણા બધા જીવો છે .મોબાઈલ પર વાત કરતી લારી લઈને બેઠેલી શાકવાળી ,વાંસળી વગાડી જતો મજુર ,દાદાની આંગળી પકડી જતું બાળક ,રસ્તાને કિનારે બેઠેલા બે વૃદ્ધ દોસ્તોની ગોષ્ઠી ,રસ્તા વચ્ચે બેસીને વાગોળતી ગાય અને આંખ મીચીને જાગૃત બેઠેલું કુતરું જે તમારા હલનચલન થી એક વાર આંખ ખોલીને જોઈ લે છે અને ફરી મીંચી દે છે .જે રાહ જોવડાવે છે એને એની મંઝીલ રાહ જોવડાવે અને ક્યારેક તો ગાડી પણ ચુકી જવાય ઓફ કોર્સ જિંદગીની સ્તો !! સારી ફસલ માટે રાહ જોવી પડે છે ઝટપટ ગમે ખરું પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ ખરું .
મને રાહ જોવાનો શોખ છે ..એક વાત યાદ આવી ગઈ .આજે સવારે વાઈબ્રેટ પથારી પર દુખાવો મટાડવા માટે એક કેન્દ્ર ચાલે છે .મારા ખભા માં થતા દુખાવા માટે મેં એ અજમાવવા વિચાર્યું .સવારે હું ત્યાં ગયી .દોઢેક કલાક પછી વારો આવે એમ હતો .બધા દર્દીઓ પોતાનો આ સારવાર માટે પોતાનો પ્રતિભાવ આપતા હતા ,સારો કે ખરાબ બેઉ .મારો નંબર આવવામાં માત્ર પાંચેક મિનીટ વાર હતી અને વીજળી જતી રહી .ફોન કરતા ખબર પડી કે કલાક પછી આવશે .મને હંસવું આવી ગયું .ઘેર પાછા આવવાનો નિર્ણય કરી પોતાનો પાસ પરત આપી ઘેર આવી .ઘેર બધું કામ બાકી અને ત્યાં થયું પણ નહિ .પણ આ બે સમયગાળા વચ્ચે જેને ક્યારેય ના જોયા હોય એવી વ્યક્તિઓને જોવાનો સાંભળવાનો મોકો મળ્યો .સ્વાસ્થ્ય માં ઈલાજ કરતા એ થાય જ નહિ એની તકેદારી વધારે જરૂરી છે એ સમજાઈ ગયું .આપણે આપણા સ્વાસ્થ્યને સાવ કામ અટકે ત્યાં સુધી ગંભીરપણે લેતા જ નથી એમ સમજાયું .હું ત્યાં ફરી જઈશ કે નહિ એ તો ખબર નથી પણ મારો આજનો દિવસ રૂટીન થી સાવ જુદો ગયો એ માટે હું બહુ ખુશ છું ..
રાહ જોતાં જોતાં ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s