A step towards change : woman …


અન્વેષણ અને શોધ …ડીસ્કવરી અને ઇન્વેન્શન …બસ કશું ક શોધવાનું .પ્રયોગોની પાઠશાળા છે .મનમાં ઉગેલા સ્વપ્ન પર વિચારવાનું અને ઊંઘમાં સ્વપ્ન પણ એના જ આવે .બધા સાધન સમેટવા અને મચી પડવું .કોઈક શોધ થાય છે .આ વસ્તુ પહેલા તો હતી જ નહિ અને એનો ઉપયોગ અને જીવનમાં એની ઉપયોગીતા જોવી .છેલ્લે સ્વીકૃતિ કે માનવજાતિ માટે આ આશીર્વાદ સમાન છે .એવી રીતે જ પથ્થર યુગમાંથી જેટ યુગમાં ઝીપ ઝેપ ઝૂમ ફરતો માનવી .એ શોધકર્તાનું મગજ કેવું ધૂની હશે અને એકલવ્યની એકાગ્રતા તેના લોહીમાં દોડતી હશે .એક સફળતા પહેલા કેટલીય નિષ્ફળતા સાથે ગોઠડી કરી હશે .કેટલાય હાસ્યનો ભોગ મશ્કરીનું પાત્ર બન્યો હશે પણ એક સફળતા યાત્રાનો થાક ભુલાવી દે છે . અને એ પહેલા પણ આ રાહ પર કેટલાય વ્યક્તિ નિષ્ફળ થઈને ગુમનામી ના અંધારામાં ગુમ પણ થઇ ગયા હશે .જે પહેલા ક્યારેય નહોતું અને હવે અસ્તિત્વમાં આવ્યું એ ઇન્વેન્શન અને પહેલે થી અસ્તિત્વ તો હતું જ પણ હવે એને ડીસ કવર કરાયું .

આપણા જીવનની સરળતા આ લોકોને આભારી છે જેમણે પોતાનું જીવન માનવ જીવનને સગવડભર્યું બનાવવામાં ખર્ચ્યું . હવે બચાવાનો વખત આવ્યો છે .પાણી થી પેટ્રોલ સુધી બધું જ .વૃદ્ધત્વ થી માંડીને બાળપણ સુધી બધું જ .માનવ હોવાની સંવેદનાઓ બચાવાનો વખત આવી ગયો છે .માનવ નું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી સ્ત્રીનું અસ્તિત્વ છે અને એના પર ભારતની મહાન સંસ્કૃતિ ના દેશમાં સૌથી વધારે ખતરો મંડાયેલો છે .સ્ત્રીને અવતરવાનો હક્ક છીનવીને આગળ જતા માનવ જન્મ નેસ્તનાબુદ કરવાનું ષડ્યંત્ર !!!!!

સ્ત્રી શું છે ???એના હોદ્દા તો બધા આપી દીધા છે પણ માત્ર ફરજ બજાવવા માટે ના છે .વેતન નહિ અને હક્ક પણ નહિ .અતિ આધુનિક કુટુંબમાં પણ સ્ત્રી જ સાસરે જાય છે ને !!! ચાલો હવે શહેરમાં તો શિક્ષણ વધ્યું છે ને !!! ભણેલી છોકરીઓ સંપી જાવ ને !!! તમને વસ્તુ તરીકે જોવા આવતા છોકરા વાળાઓને તમે જોવા જાવ .તમે પણ સરખું ભણેલા છો જ અને કમાણી પણ છે તો ઘરમાં અને જવાબદારીમાં પુરુષને સ્ત્રી સમોવડા બનવાની હાકલ કરો .બાળકને ભલે જન્મ આપો પણ ઉછેર માં પપ્પાને પણ જોતરો .પિતાને બે મહિના ની રજા લેવડાવો .જયારે મહેમાન આવે ત્યારે સલાડ ,શાક અને ફરસાણ પતિ બનાવે અને ભાત ,મીઠી વાનગી રોટલી વગેરે પત્ની બનાવે એવો રીવાજ પાડો .

જ્યાં દીકરો ના હોય અને બે કે ત્રણ બહેનો હોય ત્યાં જો બે ભાઈ વાળા કુટુંબમાં લગ્ન થાય તો એક ભાઈ પત્નીને ઘેર રહેવા જાય એવો પણ રીવાજ હોવો જોઈએ .માં બાપની મિલકતમાં સરખો ભાગ નો હક્ક ભલે  સરકાર આપે છે પણ ઘરડા માં બાપની તમામ જવાબદારી માત્ર દીકરા ને નહિ પણ દીકરીને શિરે પણ હોવી જોઈએ તો જ મિલકતમાં ભાગની હક્કદાર બને .જો ઘરમાં પુરુષ કે સ્ત્રીની આવક ઘર માટે પુરતી કરતા વધારે હોય તો નોકરી માત્ર એક વ્યક્તિ જ કરે અને બીજી વ્યક્તિ બાળકો સાથે ઘેર રહે ( આ બાબત ખરેખર ગંભીર છે અને બાળકોને માર્ગ ભટકતા રોકે એવી ઉપયોગી પણ ) .અમને દીકરીના ઘરનું પાણી પણ ના ખપે એમ કહીને દીકરા અને વહુ ની જોહુકમી માંથી મુક્ત કરીએ માં બાપને અને તેઓ પણ દીકરીને ઘેર દીકરા જેવા જ હક્ક થી જયારે ઈચ્છે ત્યારે આવીને રહી શકે .છોકરા અને છોકરી બેઉનું પિયર અને સાસરું હોય .અને છોકરીઓ તમે પણ સારો બંગલા વાળો અને સારું ભણેલ નહિ પણ કશું હોય નહિ તોય શૂન્યમાંથી સર્જન કરી શકે એવી કેળવણી ગ્રહણ કરો અને એવા ગરીબ છોકરાને રીજેક્ટ કરવાનો હક્ક તમને પણ નથી . છોકરીઓ વાત કરવા મિસ કોલ કરે અને છોકરો કોલ કરીને બીલ ભોગવે તો સ્ત્રી સમાનતા ની વાત ક્યાં ગઈ ???? .વાત કરવી હોય તો પોતાના ખર્ચે અર્ધો ભાગ આપીને વટ થી કરો . હોટલમાં નાસ્તો કરવા જાવ તો અર્ધો ખર્ચ ભોગવો .સિનેમા ની ટીકીટ એક વાર બોય ફ્રેન્ડ આપે અને એક વાર ગર્લ ફ્રેન્ડ આપે તો સ્ત્રી સમાનતા કહેવાય ( માત્ર છોકરો પોકેટ મની માટે પપ્પાની વાતો સાંભળે અને છોકરી પારકે પૈસે જલસા કરે એ ના શોભે ), લગ્ન પ્રસંગે પણ અર્ધો અરધ ખર્ચ ભોગવવાનો .

દરેક પ્રસંગે જેટલી કિમતની ગીફ્ટ છોકરો આપે એટલી કિમતની ગીફ્ટ છોકરી પણ આપે તો જ સ્ત્રી સમાનતા કહેવાય . જયારે છોકરી છુટા છેડા માંગે ત્યારે ભરણપોષણ પણ માંગે છે એમ જયારે આપે ત્યારે એણે પણ ભરણપોષણ આપવું પડે .સમાનતા .. આ લેખ કટાક્ષ માટે નથી લખ્યો પણ સ્ત્રીએ પણ દરેક તબક્કે પોતાનો ભાગ આપ્યો હોય તો સમાનતા ની વાત વધારે વજનદાર બને છે .દીકરી પારકી થાપણ અને છોકરો ફિક્ષ થાપણ નથી જમાનો બદલાયો એમ એના નાનામાં નાના પરિબળો પણ બદલવા રહ્યા .હવે વાત એક પક્ષી નહિ પણ બે પક્ષી હોય તો સમાનતા શોભે .તમને જે ગીફ્ટ વુમન્સ ડે પર મળે તેને રીટર્ન ગીફ્ટ નો પણ હક્ક આપો . એક દિવસ હેપ્પી મેન્સ ડે ઉજવો . આને અન્વેષણ કહેવું કે ડીસ્કવરી એ તમારા પર છોડું છું .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s