એક સામાન્ય સ્ત્રીનો સમય …


મૌલિકતા …આ વિષય જેટલો પોતે મૌલિક છે એટલો જ વિશાળ છે અને અવ્યાખ્યાયિત છે .કહે છે કે બહુ ઓછા લોકો મૌલિક રીતભાત ધરાવતા હોય .આ રીતભાત એટલે કોઈ કૌશલ કે કોઈ સ્વભાવગત ખાસિયત કે રહેવા બોલવા ચાલવાની શૈલી કે એવું બધું ઘણું .
આ મહિલા દિવસે રવિવારે દૂર દર્શન જોતી હતી ત્યારે એ દિવસે બધા સમાચાર વાચકો મહિલા હતા અને પોતાના ક્ષેત્રમાં ખુબ આગળ વધી ગયેલી સ્ત્રીઓના ઇન્ટરવ્યુ જોયા . મહિલા ખેલાડીઓની સિદ્ધિ પણ જોઈ ત્યારે આ વિચાર આવેલો પણ આજે એ કલમ થી કાગળ સુધી પહોંચી ગયો .
જીવનમાં 1% જેટલા લોકો સુપર અસામાન્ય વ્યક્તિત્વ કે સિદ્ધિના માલિક હોય છે .બાકીના લોકો એમને અનુસરવા કે એમના જેવા થવાનું સપનું સેવે છે .પોતાની ખૂબી ખામી અને મર્યાદાઓ સમજી ઘણા ભાગના લોકો બીજા રસ્તે વળી જાય છે અને બહુ થોડા એમને અનુસરે છે .એમાંથી નાના પ્રમાણમાં સફળ થાય છે અને ઘણા પોતાની જાતને નિષ્ફળ સમજી નિરાશ થાય છે .
અતિ પ્રસિદ્ધ વ્યક્તિની સિદ્ધિ પર લોકોએ દેશે ગર્વ કરવો જોઈએ એની ના નહિ પણ હવે એવા આદર્શો શોધવાનો સમય આવી ગયો છે કે જ્યાં સુધી પોતાની નજર પહોંચે તેવી વ્યક્તિ પાસે થી કૈક શીખવું અને પછી ધીરે ધીરે આગળ વધવું .એવા લોકો જે ખૂણે ખૂણે પોતાના કામની પ્રસિદ્ધિ કર્યા વગર નિષ્ઠાથી કામ કરે છે અને પોતાના નાનકડા બિંદુ પર એ લોકો સફળ પણ હોય છે .
એક ઉદાહરણ આપું .આપણા ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન .દરેક છોકરી એમના જેવી ખુબસુરત દેખાવા માટે પ્રયત્ન કરે છે .પણ બાજુ માં રહેતા નીનાબેન કુદરતી ઉપચારો ,ઘરગથ્થુ સામગ્રી માંથી બહુ ઓછા સમયનો વ્યય કરી નિયમિત રીતે એ વસ્તુ અપનાવી સુંદર દેખાઈ શકે એવા નુસખા જાણે છે .અને એમના ઉપચારો કારગત પણ હોય છે .તો એક સામાન્ય ઘરની દીકરી એમને આદર્શ માની એમની પાસે થી શીખી શકે અને પછી સુંદર પણ દેખાઈ શકે એના માટે ઐશ્વર્યા રાય ની મોંઘી અને ક્યારેક પોતાના પર નિષ્ફળ જતી ટેકનીકો અપનાવવાની કોઈ જરૂર નથી .
હું જયારે ઘરકામ કરવા કામવાળા બેન આવે ત્યારે એમનું ટાઈમ મેનેજમેન્ટ જોઉં .પોતાના ઘરનું બધું કામ જાતે પરવારીને એ લોકો સવારે આપણે ત્યાં આવે .જે બેનને જેટલા વાગ્યે કામ જોઈએ એ રીતે આઠ થી બાર ઘરના કામ ,કોઈના અરજન્ટ કામ હોય તો એ પતાવી બે વાગ્યા પછી પોતાને ઘેર જાય અને પછી પોતાના ઘેર બધું કામ કરે અને રાત્રે સુઈ જાય .પાછા આપણી જેમ ટી વી સીરીઅલ પણ જોતી હોય .ઘેર દારૂ પીને પતિ આવે તો માર પણ ખાય .આપણા જેટલી તકલીફો એને પણ હોય . આપણા જેટલી સુખસગવડ પણ નહિ તોય હસતી ને હસતી રહે . એમની પાસે એક વસ્તુ શીખી શકાય ટાઈમ મેનેજમેન્ટ અને પોતાની સ્થિતિ પર કોઈ ફરિયાદ વગર કેવી રીતે ખુશ રહેવું .ઘણી સ્ત્રીઓ ઘરકામ ઉપરાંત ટ્યુશન કરે .ગૃહ ઉદ્યોગ કરે ,પોતાના શોખ પુરા કરે અને એમાંથી કમાણી કરે અને પોતાના નિર્ભર હોવા પર ગર્વ પણ કરે .ખરેખર એ લોકો આપણા સૌ વચ્ચે નાનકડું સ્થાન બનાવે છે .પણ આપણી નજર તો ખુબ ઉપર એટલે ડોકી દુખી જાય અને ખિસ્સા પણ હળવાફૂલ થઇ જાય અને અંતે નિરાશા હાથ આવે .
શું આપણી ટી વી ચેનલો કે અખબારી માધ્યમ કે સંચારના અન્ય માધ્યમ એ વિષે ધ્યાન આપશે ખરા ?? ખુબ મોટા લોકોની વાત બહુમતીને જોવી અને સાંભળવી ગમે ખરી પણ પોતાના જીવનમાં ઉતારવી અઘરી હોય ત્યારે આપણા જેવા થોડી વધારે મહેનત કરી પોતાની ટેલેન્ટ થી આગળ વધતા આવા લોકોની પ્રેરણા ખુબ સહેલી હોય છે અને ઉપયોગી પણ .
આ બધી ઉપર જવાની પહેલી સીડી હોય છે પછી તો પોતાની યોગ્યતા અને સર્જનાત્મક મૌલિકતા થી આગળ વધી શકાય છે નિરાશ થયા વગર .
જે બહુમતી માટે સરળ હોય ઉદાહરણીય હોય એવા લોકોને એક મંચ આપવો હવે જરૂરી છે .ફક્ત રીઆલીટી શો ના વિનર નહિ પણ શાળામાં સૌથી સરસ ગાનાર વિદ્યાર્થી અને એના સંગીતગુરુ પણ એટલા જ જરૂરી છે .
દૂરદર્શન પર શનિ અને રવિવારે રાત્રે 9 થી 10 સુધી આવતો સ્ત્રી શક્તિ કાર્યક્રમ આવી અનેક સ્ત્રીઓની હિંમત આપે એવી જીવનગાથા દર્શાવતો રીઆલીટી શો છે જેને જોઇને સ્ત્રીઓ વિષે એમની દશા વિષે અને ખાસ તો બધી વિષમતાઓ પાર કરી પોતાના ક્ષેત્રમાં એમની કામગીરી જોવી એક પ્રેરણાદાયક અનુભવ છે .
એક સામાન્ય સ્ત્રીને આગળ લાવવી હોય તો એમના માની જ સ્ત્રીઓ ના ઉદાહરણ જરૂરી છે જેથી એમની અંદરની હિંમત ખુલે .બાકી તો આકાશમાં તારાઓ તો ઘણા છે પણ પાલવ પર ટાંકી શકાતા નથી .

Advertisements

3 thoughts on “એક સામાન્ય સ્ત્રીનો સમય …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s