મનની મૌસમ


મૌસમ અને મિજાજ માટે એક વસ્તુ માં સામ્ય છે કે બેઉ બદલાવા નું કોઈ મુહુર્ત નહિ .ક્યારે બદલાય કહેવાય નહિ .મિજાજ માટે તો કારણ બતાવતા બહાના શોધતા વાર નથી લગતી પણ મૌસમ .આજકાલ તો ઉનાળો પાપા પગલી માંડી રહ્યો છે ત્યારે વરસાદ એને ઓવરટેક કરીને એને અવરોધે છે અને શિયાળાની આંગળી ઝાલીને આપણને થપ્પો કહે છે .ખરેખર આપણે બધી વસ્તુમાં ક્રમ નક્કી કરી લીધો છે અને એ પ્રમાણે થવું જોઈએ જ એ હઠાગ્રહ પણ ખરો અને આ કુદરત આપણને નચાવે છે …
વરસાદ અને વિજળી અણધાર્યા વેકેશન ને માણી રહ્યા છે .એમને કોઈ ફરક પડતો નથી કે આ સૃષ્ટિનો ક્રમ ખોરવાઈ રહ્યો છે અને જીવો પરેશાન થઇ રહ્યા છે .નથી એ લોકો દેશી કે વિદેશી કેલેન્ડરના મોહતાજ !!! કે શ્રાવણ સિવાય વરસાય નહિ અને માર્ચમાં તો માત્ર ગરમીને જ વિઝા મળી શકે .એક સીઝન બેઉ સિઝનના એટલે કે ઋતુ ના ખભે હાથ મુકીને ફરવા નીકળી પડી છે .છેલ્લા ત્રણ વર્ષથી દરેક ચોમાસામાં મેઘ ધનુષ્યની રીતસર રાહ જોતી .સૂર્ય અને કાળા વાદળોના એન્ગલ સેટ નહોતા થતા .એટલે દેખાય જ નહિ .કેમેરા માં દરેક મૌસમ કેદ કરી પણ આ મેઘ ધનુષ્ય બહુ ભાવ ખાઈ જતું .આ કમોસમી વરસાદમાં કાલે સાંજે થોડી વાર માટે કાળા વાદળ અને સૂર્યના ગ્રહો મેચ થયા અને મેઘ ધનુષ્ય ની સપ્તપદી રચાઈ ગયી .દોડીને કેમેરા માં એ પળ કેદ કરી લીધી .ત્યારે આ વિચાર આવ્યો કે મેઘ ધનુષ્ય શું જુન થી શ્રાવણનું મોહતાજ છે ??!!!
એક બદલાવ જોયો છે ઋતુ માં .થોડી ગરમી પડે એટલે વાદળા અને વરસાદ સહજ બનતા જાય છે .મને તો એવું લાગે કે લંડનની મૌસમ ઘેર બેઠા માણી શકું છું .ગમે ત્યારે ગમે તે ઋતુ મેહમાન ગતિ કરવા ભલે ને આવતી !! હા જોડે એક પર એક ફરી ની સ્કીમ માં ઢગલો બંધ બીમારી લાવે છે .
જીવન પણ એવું જ છે ને !! કશું જ સ્થાયી નથી .અત્યારે એક જગ્યાએ કામ કરતી વ્યક્તિ ઘડીમાં બીજી કંપનીમાં જાય .તમને રાત્રે કેબ મુકવા અને લેવા આવશે એ સગવડ હેઠળ એક સ્ત્રી રાત પાળી પણ કરવા માંડી છે .અને ઘરની ચિંતા કરતા ઓફીસની ચિંતા દરેક કામ કરતા વ્યક્તિ પર વધારે જોવા મળે છે .જે સગવડ સાથે જીવવું છે એના માટે શરીર નામની અસ્ક્યામત હવે સેકંડ પ્રાયોરીટી બની ગયા છે કેમ કે દરેક દવા ઉપલબ્ધ છે અને મેડીક્લેમ તો છે જ .પહેલું સુખ તે જાતે નર્યા એ હવે માત્ર કહેવત બની ગયી છે .
જીવન માં આપણે કોઈ પણ દિવસ કોઈ પણ રીતે જીવી શકવાની આઝાદી ખોઈ બેઠા છીએ .એટલે આ મૌસમના બદલાતા મિઝાઝ સાથે તાલ મેલ સાધી શકતા નથી .રોજિંદા ઘટમાળ માં નહીવત ફેરફાર આપણી મનની મૌસમને માફક નથી આવતો .ધીરજ બા હવે આપણા ઘરનું સરનામું ભૂલી ગયા છે .યોગ શીખવા માટે ગમે તે શિબિર માં જઈએ પણ આપણું માંકડું મન જ્યાં સુધી સાંકડું જ રહે ત્યાં સુધી અંદર જવાની નાનકડી કેડી દેખાતી નથી . કેમ કે ભૌતિક દુનિયાની ચકાચૌંધ એટલી બધી છે કે મનમાં બેઠેલો એક દીવડો ઝાંખો બની જાય છે .
ચાલો હવે એકલા પડીએ ત્યારે એક પ્રયોગ કરીએ .અરીસા ની સામે ઉભા રહીને દરેક મૂડ ના ચેહરા બનાવીને જોઈએ .મનોરંજન થશે .પણ જે ચેહરો આપણને જોવો ના ગમે તે બીજાને કેવી રીતે ગમશે ?? બસ એટલું વિચારશો તો તમારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ !! એ મૂડ ને શરતી પરમીશન આપવાની ( ક્રોધ આમ તો ખરાબ પણ કોઈ વાર તો એના વગર ના ચાલે ,બાળક લેસન કરવા ના બેસે ,પતિ વહેલા ઘેર ના આવે ,શાક લાવતા ભૂલી જાય ) .અને દિવસ માં એકાદ વાર મૌનની મૌસમ પણ માણો .બને તો વહેલી સવારે .અંદરથી આપણે આપણી જાતનું વિશ્લેષણ કરી શકીશું અને ધીરે ધીરે મનની મૌસમ મ્હોરવા માંડશે ..

Advertisements

One thought on “મનની મૌસમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s